Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણ ટળી જતા ઉત્તર ભારતીય છઠ પૂજા માટે ઉત્સુક

ભરૂચ જિલ્લામાં કોરોનાના કારણે અનેક તહેવારો અને ઉત્સવોને કોરોના સંક્રમણનું ગ્રહણ લાગ્યું હતું. પરંતુ તાજેતરમાં કોરોનાનું સંકટ ટળી જવાના કારણે હવે ઉત્સવ અને તહેવારો ખીલી ઉઠ્યા છે. ત્યારે બે વર્ષ બાદ ફરી એકવાર ભરૂચ જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય નર્મદા નદીના જળમાં ઊભા રહીને આથમતા સૂર્ય અને ઉગતા સૂર્યની વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવશે  જેના ભાગરૂપે નર્મદા નદીના પટમાં રહેલા ક
ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણ ટળી જતા ઉત્તર ભારતીય છઠ પૂજા માટે ઉત્સુક
ભરૂચ જિલ્લામાં કોરોનાના કારણે અનેક તહેવારો અને ઉત્સવોને કોરોના સંક્રમણનું ગ્રહણ લાગ્યું હતું. પરંતુ તાજેતરમાં કોરોનાનું સંકટ ટળી જવાના કારણે હવે ઉત્સવ અને તહેવારો ખીલી ઉઠ્યા છે. ત્યારે બે વર્ષ બાદ ફરી એકવાર ભરૂચ જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય નર્મદા નદીના જળમાં ઊભા રહીને આથમતા સૂર્ય અને ઉગતા સૂર્યની વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવશે  જેના ભાગરૂપે નર્મદા નદીના પટમાં રહેલા કાદવ કિચડ ઉપર લકડીઓ પુલ પણ તૈયાર કરાયો છે. 
ભરૂચ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી એક જ જગ્યાએ લોકોના ટોળા ન થાય અને લોકો કોરોના સંક્રમણનો ભોગ ન બને તે માટે સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી જેના કારણે બે વર્ષથી જાહેર નર્મદા નદીના ઘાટ ઉપર છઠ પૂજાના આયોજનો થતા ન હતા પરંતુ તાજેતરમાં કોરોના નું સંકટ ટળી જવાના કારણે ભરૂચ જિલ્લામાં રોજગારી અર્થે સ્થાયી થયેલા ઉત્તર ભારતીય દ્વારા તેઓના પવિત્ર પર્વ છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે . નર્મદા નદીના નીલકંઠેશ્વર ઘાટ ખાતે વર્ષોથી આયોજન કરવામાં આવતું હતું પરંતુ હાલ નર્મદા નદીના ઘાટ નજીક ઊંડાણ થઈ જવાના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંકટ મોચન હનુમાન મંદિર નજીક આયોજન કરવામાં આવ્યું છે. 
અંકલેશ્વરના દક્ષિણ છેડે પણ વસતા ઉત્તર ભારતીય નર્મદા નદીમાં ઊભા રહી છોડ પૂજા કરી શકે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા છે ત્યારે અંકલેશ્વર તરફના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના પટમાં કાદવ કિચડના સામ્રાજ્યથી છઠ પૂજા કરવા આવતા ઉત્તર ભારતીયોને કોઈ અગવડતા ન પડે તે માટે તાબડતોબ લકડીઓ પૂલ તૈયાર કરવામાં આવ્યો છે અને સમગ્ર ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કાંઠે ઠેર ઠેર હજારો ઉત્તર ભારતીય શાંતિપૂર્ણ માહોલમાં છઠ પૂજા કરી શકે તેવા આયોજનો પણ થઈ રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.