Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

200 કરોડની વસુલી કેસમાં નોરા ફતેહીની 6 કલાક કરાઇ પૂછપરછ

સુકેશ ચન્દ્રશેખર 200 કરોડની વસૂલી કેસમાં ફિલ્મ એક્ટ્રેસ નોરા ફતેહીની દિલ્હી પોલીસે 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. દિલ્હી પોલીસની  ઇકોનોમી ઓફેન્સ વિંગ દ્વારા આ પૂછપરછ કરવામાં આવી હતી. હવે 12 તારીખે પોલીસ જેક્લીનની પૂછપરછ કરશેપોલીસે સુકેશ ચન્દ્રશેખર ઠગાઇ કેસમાં નોરા ફતેહીની 6 કલાક પૂછપરછ કરી હતી. શુક્રવારે દિવસભર તેની પૂછપરછ કરાઇ હતી. પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું. જરુર પડ્યે નોરàª
200 કરોડની વસુલી કેસમાં નોરા ફતેહીની 6 કલાક કરાઇ પૂછપરછ
સુકેશ ચન્દ્રશેખર 200 કરોડની વસૂલી કેસમાં ફિલ્મ એક્ટ્રેસ નોરા ફતેહીની દિલ્હી પોલીસે 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. દિલ્હી પોલીસની  ઇકોનોમી ઓફેન્સ વિંગ દ્વારા આ પૂછપરછ કરવામાં આવી હતી. હવે 12 તારીખે પોલીસ જેક્લીનની પૂછપરછ કરશે
પોલીસે સુકેશ ચન્દ્રશેખર ઠગાઇ કેસમાં નોરા ફતેહીની 6 કલાક પૂછપરછ કરી હતી. શુક્રવારે દિવસભર તેની પૂછપરછ કરાઇ હતી. પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું. જરુર પડ્યે નોરાને ફરીથી બોલાવાશે તેમ પણ પોલીસે કહ્યું હતું. 
સુકેશ ચન્દ્રશેખર અને નોરા ફતેહીની ઇડી દ્વારા સામ સામે બેસાડીને મનિ લોન્ડ્રીંગના એંગલની પૂછપરછ કરી હતી. બંનેને પુછવામાં આવ્યું કે તેઓ ક્યારેય પણ એક બીજાને મળ્યા હતા ત્યારે નોરાએ ના પાડી હતી જ્યારે સુકેશે હા પાડી હતી. 
સુકેશે નોરા કે તેના ફેમિલી ફ્રેન્ડ બોબી ખાનને બીએમડબલ્યુ ગિફ્ટ કરી હતી કે કેમ તેના જવાબમાં નોરાએ કહ્યું કે શરુઆતમાં તો સુકેશે મને ઓફર કરી હતી ત્યારે મે ઓકે કહ્યું હતું પણ પાછળથી તેણે કહ્યું કે મને જરુર નથી. તેમણે બોબીને પણ આ વાત કરી હતી અને બોબી અને સુકેશ વચ્ચે પણ આ બાબતે વાત થઇ હતી અને બોબીને કાર લેવાનું કહ્યું હતું. જો કે સુકેશે કહ્યું કે મે માત્ર નોરાને કાર ગિફ્ટ આપી હતી. નોરાએ બીએમડબલ્યુ કાર પસંદ કરી હતી, જેમાં બોબીનો કોઇ રોલ ન હતો. 
સુકેશ અને નોરા વચ્ચે મોંઘી ગિફ્ટની લેવડ દેવડ થઇ હતી તે વિશેના જવાબમાં નોરાએ ના પાડી હતી અને એક ઇવેન્ટમાં તેને કંપની દ્વારાબેગ અને આઇફોનની ગિફ્ટ મળી હોવાનું જણાવ્યું હતું. જો કે સુકેશે કહ્યું કે મે નોરાને 4 બેગ અને દિપક રમનાનીની મારફતે કેટલાક પૈસા આપ્યા હતા. નોરાએ ખુદ બેગ પસંગ કરી હતી. પ્લાડીયમ મોલથી નોરાના સ્ટાફે આ બેગ લીધી હતી. 
નોરાને પુછાયુ કે તેઓ સોશિયલ મીડ઼િયા દ્વારા એક બીજાના સંપર્કમાં હતા કે કેમ ત્યારે નોરાએ કહ્યું કે ફક્ત વોટ્સએપ પર જ સંપર્કમાં હતા જ્યારે સુકેશે કહ્યું કે તેઓ સિગ્નલ એપ અને વોટ્સએપ પર સંપર્કમાં હતા. 
નોરાએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે સુકેશે પોતાને શેખર તરીકે ગણાવી મારી સાથે વાત કરી હતી અને પોતાને એલએસ કોર્પોરેશન સાથે સંકળાયેલો હોવાનું ગણાવ્યું હતું. જો કે સુકેશે કહ્યું કે માત્ર શેખર તરીકે જ તેણે ઓળખ આપી હતી. 
Advertisement
Tags :
Advertisement

.