Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબી પુલ દુર્ઘટનામાં ગુમ થયેલી એકપણ વ્યક્તિ બચી ન શકી, રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી કરાઇ બંધ

મોરબીમાં રવિવારે બનેલી ભયાનક દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. આ એક એવી ઘટના હતી કે જેણે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધું હતું. આ ભયાનક દુર્ઘટનામાં મોતનો આંકડો 135 સુધી પહોંચી ગયો છે. આ ઘટના બાદ યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું, જેને ગુરુવારે સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક 135 પર પહોંચ્યો છે.
મોરબી પુલ દુર્ઘટનામાં ગુમ થયેલી એકપણ વ્યક્તિ બચી ન શકી  રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી કરાઇ બંધ
મોરબીમાં રવિવારે બનેલી ભયાનક દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. આ એક એવી ઘટના હતી કે જેણે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધું હતું. આ ભયાનક દુર્ઘટનામાં મોતનો આંકડો 135 સુધી પહોંચી ગયો છે. આ ઘટના બાદ યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું, જેને ગુરુવારે સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક 135 પર પહોંચ્યો છે. ઘટનાને પોતાની આંખોથી જોનારા લોકો આજે પણ તેને યાદ કરીને રડી પડે છે. 
દુર્ઘટનામાં ગુમ થયેલી એકપણ વ્યક્તિ બચી નહીં
રાજ્યમાં મોરબી પુલ દુર્ઘટના લોકોને એવી ઈજા આપી ગઇ છે જેનાથી બહાર આવતા ઘણા લોકોને વર્ષો લાગી જશે. આજે પણ આ દુર્ઘટનામાં મોતને ભેટી ચુુકેલા લોકોના પરિવારજનોની આંખો ભિંજાયેલી જોવા મળે છે. આટલી મોટી ઘટના થયા બાદ યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જોકે, હવે તેને બંધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ દુર્ઘટનામાં ઘણા લોકો ગુમ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. જોકે, સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર, હવે આ દુર્ઘટનામાં ગુમ થયેલી એકપણ વ્યક્તિ બચી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે સ્ટેટ ડિઝાસ્ટર કમિશનર હર્ષદ પટેલે મોરબીની મુલાકાત લીધી હતી અને સર્ચ ઓપરેશન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. 
સર્ચ ઓપરેશનની કામગીરી બંધ
રવિવારે બનેલી ઘટના બાદ તુરંત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. હર્ષદ પટેલની અધ્યક્ષતામાં સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન સાથે સંકળાયેલી વિવિધ એજન્સીઓના વડાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ ઓપરેશન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. સ્ટેટ ડિઝાસ્ટર કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે મોરબીમાં ચાલી રહેલ સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. કોઈ ગુમ થયેલ વ્યક્તિ ન હોવાથી તમામ બચાવ એજન્સીઓ સાથે ચર્ચા કર્યા બાદ સર્ચ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું છે. 
NDRF-SDRF ટીમો તૈનાત કરવામાં આવશે
મોરબી શહેરમાં રવિવારે મચ્છુ નદી પર બ્રિટિશ સમયનો કેબલ બ્રિજ તૂટી પડતાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 135 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે મોરબીના આ એકમાત્ર પુલ પર ક્ષમતા કરતા ચાર ગણા વધુ લોકો પહોંચ્યા હતા. પુલ તૂટી પડ્યા બાદ લગભગ 400 લોકો સીધા મચ્છુ નદીમાં પડ્યા હતા. નદીમાં આટલા લોકોના પડી જવાને કારણે આટલા મોટા પાયે શોધ અને બચાવ કામગીરી હાથ ધરવી પડી હતી. રવિવારે બનેલી ઘટના બાદ હવે આ અભિયાન બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે, સાવચેતીના ભાગરૂપે, સ્થાનિક ફાયર વિભાગ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની એક-એક ટીમ આગામી આદેશો સુધી અકસ્માત સ્થળે તૈનાત રહેશે.
Advertisement
Tags :
Advertisement

.