ભારતીય ડોક્યુમેન્ટ્રી 'રાઈટીંગ વિથ ફાયર' બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં નોમિનેટ...
ઓસ્કાર એવાર્ડ 2022ના નોમિનેશનમાં ભારતની 'રાઈટિંગ વિથ ફાયર' ડોક્યુમેન્ટરીને ઓસ્કર અવૉર્ડ 2022 માટે ફાઈનલ લિસ્ટમાં નોમિનેટ કરવામાં
આવી છે, જે ભારત માટે ગર્વની વાત છે. એકેડમી અવૉર્ડ્સની 94મી
એડિશનના ફાઈનલ લિસ્ટમાં ભારતની આ
ડોક્યુમેન્ટરીને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે.
ફિલ્મ
નિર્માતાઓ રિન્ટુ થોમસ અને સુષ્મિત ઘોષની ડોક્યુમેન્ટ્રી 'રાઈટીંગ વિથ
ફાયર'ને ઓસ્કાર નોમિનેશન મળ્યું છે. શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી
ફીચર કેટેગરીમાં 94મા એકેડેમી એવોર્ડ માટે સ્પર્ધા કરવા માટે તેણે અંતિમ-પાંચ
યાદીમાં સ્થાન મેળવ્યું છે.'રાઈટીંગ વિથ ફાયર' કદાચ આ
કેટેગરીમાં અંતિમ નામાંકન મેળવનાર પ્રથમ અખિલ ભારતીય સ્વતંત્ર નિર્માણ છે.
ડિસેમ્બરમાં, તેણે 138ના પૂલમાંથી 15 ફિલ્મોમાં - ઓસ્કાર
શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવ્યું હતું.
નોમિનેશનની જાહેરાત ટ્રેસી એલિસ
રોસ અને લેસ્લી જોર્ડન દ્વારા મંગળવાર સાંજે એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ
સાયન્સના ટ્વિટર પેજ પર કરવામાં આવી હતી.
ડોક્યુમેન્ટરી
કોણે કરી છે તૈયાર?
ઈન્ડિયન ડોક્યુમેન્ટરીનું રિન્ટુ થોમસ અને
સુષ્મિતા ઘોષ દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું છે. બંનેનાં કરિયરની આ પહેલી
ડોક્યુમેન્ટરી છે. રાઈટિંગ વિથ ફાયરની કહાની દલિત મહિલા દ્વારા ચલાવવામાં આવતા
ભારતના એકમાત્ર ન્યૂઝપેપર "ખબર લહરિયા" સાથે સંબંધિત છે. એમાં બતાવવામાં
આવ્યું છે કેવી રીતે દલિત મહિલાઓ આ અખબારને પ્રિન્ટમાંથી ડિજિટલમાં કન્વર્ટ કરે છે
અને એને સામાજિક વર્તુળ સાથે જોડવામાં આવે. આ દરમિયાન તેમની સામે જ્ઞાતિ અને
જેન્ડર સાથે સંબંધિત ઘણા પડકારો સામે આવે છે.