Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તોડી મરોડીને રજૂ કરાયેલા ઇતિહાસને સુધારી ફરી લખતા અમને કોઇ રોકી શકે નહીં : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Minister of Home Affairs: Amit Shah) ગુરુવારે આરોપ લગાવ્યો કે ઇતિહાસકારોએ ભારતનો ઇતિહાસ (India History) ખોટી રીતે લખ્યો છે. તેમણે ઇતિહાસને ફરીથી લખવા પર પણ ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે તોડી મરોડીને રજૂ કરાયેલા ઇતિહાસને સુધારીને ફરીથી લખતા કોઇ રોકી શકે નહીં. તેમણે ઈતિહાસકારોને ભારતીય સંદર્ભમાં ઈતિહાસ ફરીથી લખવાની અપીલ કરી છે. તેમણે આ કામ માટે સરકાર તરફથી સહયોગની ખાતરી પણ આપી
05:55 AM Nov 25, 2022 IST | Vipul Pandya
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Minister of Home Affairs: Amit Shah) ગુરુવારે આરોપ લગાવ્યો કે ઇતિહાસકારોએ ભારતનો ઇતિહાસ (India History) ખોટી રીતે લખ્યો છે. તેમણે ઇતિહાસને ફરીથી લખવા પર પણ ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે તોડી મરોડીને રજૂ કરાયેલા ઇતિહાસને સુધારીને ફરીથી લખતા કોઇ રોકી શકે નહીં. તેમણે ઈતિહાસકારોને ભારતીય સંદર્ભમાં ઈતિહાસ ફરીથી લખવાની અપીલ કરી છે. તેમણે આ કામ માટે સરકાર તરફથી સહયોગની ખાતરી પણ આપી છે. 

ઇતિહાસને યોગ્ય રીતે રજૂ કરાયો નથી
અમિત શાહે દિલ્હીમાં આસામ સરકારના એક કાર્યક્રમમાં કહ્યું કે હું ઈતિહાસનો વિદ્યાર્થી છું અને મેં ઘણી વખત સાંભળ્યું છે કે આપણા ઈતિહાસને યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યો નથી અને તેને વિકૃત કરવામાં આવ્યો છે. કદાચ તે સાચું હોય, પરંતુ હવે આપણે તે ઠીક કરવાની જરૂર છે.

સુધારેલો ઇતિહાસ લખતા કોઇ રોકી શકે નહી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે તોડી મરોડીને રજૂ કરાયેલા ઇતહાસને સુધારી ફરીથી લખતા અમને કોઈ રોકી શકશે નહીં. ઈતિહાસકારો અને વિદ્યાર્થીઓએ ભારતના વિવિધ ભાગોમાં 150 વર્ષથી શાસન કરનારા 30 સામ્રાજ્યો અને દેશની આઝાદી માટે બલિદાન આપનાર 300 થી વધુ વ્યક્તિત્વોનું સંશોધન કરીને સાચો ઈતિહાસ લખવો જોઈએ.
લચિત બોરફુકનના હોત તો..
ગૃહમંત્રીએ કહ્યું કે જો લચિત બોરફુકન (Lachit Borphukan) ન હોત, તો પૂર્વોત્તર ભારતનો ભાગ ન હોત કારણ કે તે સમયે તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને તેમની હિંમતથી માત્ર પૂર્વોત્તર જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાને કટ્ટરપંથી આક્રમણકારોથી બચાવ્યું હતું.
દેશના ઇતિહાસ પર ગર્વ કરો
તેમણે કહ્યું કે આપણા સ્વતંત્રતા ઈતિહાસના નાયકોના બલિદાન અને સાહસને દેશના ખૂણે ખૂણે લઈ જવાથી આપણી ભાવિ પેઢીઓને પ્રેરણા મળશે. શાહે કહ્યું કે જે દેશના લોકોમાં પોતાના ઈતિહાસમાં ગર્વની ભાવના નથી, તે દેશ ક્યારેય ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકતો નથી. તેમણે કહ્યું કે જો દેશનું સોનેરી ભવિષ્ય બનાવવું હોય તો દેશના ઈતિહાસ પર ગર્વ કરવો ખૂબ જ જરૂરી છે.
સરકાર સમર્થન આપશે
શાહે આસામના મુખ્યમંત્રી ડો. હિમંતા બિસવા સરમાને હિન્દી અને દેશની અન્ય 10 ભાષાઓમાં લચિત બોરફૂકનના પાત્રનું ભાષાંતર કરવા વિનંતી કરી જેથી દેશના દરેક બાળક તેમની હિંમત અને બલિદાનથી વાકેફ થઈ શકે. ગૃહમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની વર્તમાન સરકાર દેશના ગૌરવ માટે કરવામાં આવતા કોઈપણ પ્રયાસને સમર્થન આપે છે. તેમણે કહ્યું કે આપણે ઈતિહાસને વિકૃત કરતા વિવાદોમાંથી બહાર આવવું જોઈએ અને તેને ગૌરવશાળી બનાવીને સમગ્ર વિશ્વની સામે રજૂ કરવું જોઈએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

આ પણ વાંચો--દિલ્હીની મશહુર જામા મસ્જીદમાં યુવતીઓના પ્રવેશ પર રોક, વિવાદ વધતા કરાઈ સ્પષ્ટતા

Tags :
AMITSHAHGujaratFirstHistory
Next Article