Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એવા કુલ 49 વર્ષો છે જ્યારે નોબેલ પ્રાઈઝની જાહેરાત નહોતી થઈ, જાણો પુરસ્કારના ઈતિહાસ અને સફર વિશે

નોબેલ પ્રાઈઝ જીતવાનો રેકોર્ડ ક્યૂરી પરિવારના નામે છેહિટલર પણ થયો હતો નોબેલ માટે નોમિનેટઅત્યાર સુધીમાં કુલ 11 ભારતીયોએ નોબેલ પુરસ્કાર જીત્યો છેનોબેલ પુરસ્કાર (Nobel Prize 2022) મહાન વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલના (Alfred Nobel) નામે આપવામાં આવે છે. આ પુરસ્કાર માટે તેણે પોતાની બધી જ સંપત્તિ દાનમાં આપવાનું પોતાની વિલમાં કહ્યું હતું. ભૌતિકશાસ્ત્ર (Physics), રસાયણશાસ્ત્ર (Chemistry), ચિકિત્સા (Medicine), સાહિત્ય અને શાંતિ
02:31 PM Oct 06, 2022 IST | Vipul Pandya
  • નોબેલ પ્રાઈઝ જીતવાનો રેકોર્ડ ક્યૂરી પરિવારના નામે છે
  • હિટલર પણ થયો હતો નોબેલ માટે નોમિનેટ
  • અત્યાર સુધીમાં કુલ 11 ભારતીયોએ નોબેલ પુરસ્કાર જીત્યો છે
નોબેલ પુરસ્કાર (Nobel Prize 2022) મહાન વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલના (Alfred Nobel) નામે આપવામાં આવે છે. આ પુરસ્કાર માટે તેણે પોતાની બધી જ સંપત્તિ દાનમાં આપવાનું પોતાની વિલમાં કહ્યું હતું. ભૌતિકશાસ્ત્ર (Physics), રસાયણશાસ્ત્ર (Chemistry), ચિકિત્સા (Medicine), સાહિત્ય અને શાંતિના (Literature and Peace) ક્ષેત્રોમાં દર વર્ષે નોબેલ પુરસ્કાર તેની મિલકતમાંથી આપવામાં આવે છે.
નોબેલ પુરસ્કાર મેળવનારને લગભગ 10 મિલિયન સ્વીડિશ ક્રોનર એટલે કે લગભગ 7 કરોડ 33 લાખ રૂપિયા આપવામાં આવે છે. નોબેલ પારિતોષિકોની જાહેરાત રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા કરવામાં આવે છે, પરંતુ નોબેલ શાંતિ પુરસ્કાર એકમાત્ર એવો પુરસ્કાર છે જેની જાહેરાત આ એકેડેમી દ્વારા કરવામાં આવતી નથી. નોબેલ શાંતિ પુરસ્કારોની જાહેરાત નોર્વેની સંસદ દ્વારા પસંદ કરાયેલ સમિતિ દ્વારા કરવામાં આવે છે.
નોબેલ ફાઉન્ડેશનની (Nobel Foundation) સ્થાપના 29 જૂન, 1900ના રોજ કરવામાં આવી હતી. જ્યાં નોબેલ પુરસ્કારોનું સંચાલન કરવામાં આવે છે. નોબેલ ફાઉન્ડેશન 5 લોકોની ટીમ છે. તેના વડા સ્વીડનના કિંગ ઓફ કાઉન્સિલ તરફથી નક્કી કરવામાં આવે છે. બાકીના 4 લોકો એવોર્ડ વિતરક સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ પુરસ્કાર સ્વીડનના રાજાના હસ્તે વિજેતાઓને આપવામાં આવે છે.
વર્ષ 2022ના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે
ફિઝિક્સનું નોબેલ
  • એલેન એસ્પેક્ટ (ફ્રાંસ)
  • જ્હોન એફ. ક્લોઝર (અમેરીકા)
  • એન્ટોન ઝીલિંગર (ઓસ્ટ્રિયા)
વાંચો વધુ - ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર આ ત્રણ વૈજ્ઞાનિકોને એનાયત કરવામાં આવ્યો
કેમેસ્ટ્રીનું નોબલ
  • કેરોલિન બેટ્રોઝી (અમેરીકા)
  • મોર્ટન મેડલ (ડેનમાર્ક)
  • બેરી શાર્પલેસ (અમેરીકા)
વધુ વાંચો - 3 વૈજ્ઞાનિકોને રસાયણશાસ્ત્રમાં નોબેલ: 21 વર્ષ પછી ફરીવાર આ વૈજ્ઞાનિકને નોબેલ એનાયત
સાહિત્યનું નોબલ
  • એની એર્નોક્સ (ફ્રાંસ)
વધુ વાંચો - વર્ષ 2022નો સાહિત્યનો નોબેલ ફ્રેન્ચ લેખિકા એની આર્નોક્સને એનાયત થયો, જાણો તેમના વિશે
27 નવેમ્બર 1895ના રોજ આલ્ફ્રેડ નોબેલે (Alfred Nobel) તેમની છેલ્લી વસિયત અને વસિયતનામા પર હસ્તાક્ષર કર્યા, જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, શરીરવિજ્ઞાન અથવા દવા, સાહિત્ય અને શાંતિનો નોબેલ પારિતોષિકો આપવા તેમની સંપત્તિનો સૌથી મોટો હિસ્સો આપ્યો હતો. વર્ષ 1968માં સ્વીડનની મધ્યસ્થ બેંક સ્વેરીજેસ રિક્સ બેંકે આલ્ફ્રેડ નોબેલની યાદમાં આર્થિક વિજ્ઞાનમાં સ્વેરીજેસ રિક્સબેંક પુરસ્કારની સ્થાપના કરી હતી. આવો નોબેલ પુરસ્કાર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે..
આટલા લોકોને થયો છે એનાયત
વર્ષ 1901 થી 2022ના આજ દિન સુધીમાં નોબેલ પુરસ્કારો (Nobel Prize) અને આર્થિક વિજ્ઞાનમાં પુરસ્કાર 613 વખત નોબેલ પ્રાઈઝ કુલ 983 લોકોને એનાયત કરવામાં આવી ચુક્યા છે.  જેમા 955 વ્યક્તિઓ અને 28 સંસ્થાઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની મલાલા યુસુફઝાઈ નોબેલ પુરસ્કાર મેળવનાર સૌથી યુવા વ્યક્તિ છે. તેણીએ માત્ર 17 વર્ષની ઉંમરે નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 1922માં જન્મેલા જ્હોન બી. ગુડનફ નોબેલ પુરસ્કાર મેળવનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. ગુડનફ હાલમાં 97 વર્ષના હતા અને તેમનું ગત 25 જુલાઈ 2022ના રોજ નિધન થયું હતુ. તેમને વર્ષ 2019માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
નોબલ પુરસ્કાર વિજેતા ભારતીયો
અત્યાર સુધીમાં કુલ 11 ભારતીયોએ નોબેલ પુરસ્કાર (Nobel Prize) જીત્યો છે. સૌથી પહેલા ભારતમાં જન્મેલા અને બ્રિટિશ મુળના રોનાલ્ડ રોસને (Ronald Ross) વર્ષ 1902માં ફિઝિયોલોજી અને મેડિસિનનો અને વર્ષ 1907માં જોસેફકિપલિંગને (Joseph Rudyard Kipling) સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તે બાદ નોબેલ પારિતોષિક વિજેતાઓમાં રવિન્દ્રનાથ ટાગોર (Rabindranath Tagore) અને ચંદ્રશેખર વેંકટ રમનને (Chandrasekhara Venkata Raman) એનાયત કરવામાં આવ્યો હતો. તે સમયે તેઓ બ્રિટિશ ભારતના નાગરિકો હતા. ભારતીય નોબેલ વિજેતાઓમાંથી 3 ભારતીય મધર ટેરેસા, સેન અને સત્યાર્થી પ્રજાસત્તાક ભારતના નાગરિક હતા. છેલ્લે અભિજીત બેનર્જીને વર્ષ 2019માં અર્થશાસ્ત્રનો નોબેલ એનાયત થયો હતો.
અહિંસાથી આઝાદી અપાવનારા મહાત્મ ગાંધીને કેમ નોબેલ પુરસ્કાર નહી?
ભારત દેશને અહિંસાના માર્ગે આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને (Mahatma Gandhi) નોબેલ પુરસ્કાર મળ્યો નથી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નોબેલ પુરસ્કાર માટે ચાર વખત નોમિનેટ કર્યાં હતા. તેમને વર્ષ 1937, 1938, 1939 અને 1947માં નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરાયા હતા પરંતુ અહિંસાના પુજારીને નોબેલ પુરસ્કાર નથી મળ્યો 

નોબેલ પારિતોષિકો વિનાના વર્ષો
નોબેલ પ્રાઈઝની (Nobel Prize) શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 49 વખત પારિતોષિકો એનાયત થયા નથી. આવું મોટા ભાગના પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ (World War) વખતે થયેલું છે.
આ વર્ષોમાં નોબલ પારિતોષિક એનાયત થયો નહોતો
  • ભૌતિકશાસ્ત્ર: 1916, 1931, 1934, 1940, 1941, 1942
  • રસાયણશાસ્ત્ર: 1916, 1917, 1919, 1924, 1933, 1940, 1941, 1942
  • શરીરવિજ્ઞાન અથવા મેડિસિન: 1915, 1916, 1917, 1918, 1921, 1925, 1940, 1941, 1942
  • સાહિત્ય: 1914, 1918, 1935, 1940, 1941, 1942, 1943
  • શાંતિ: 1914, 1915, 1916, 1918, 1923, 1924, 1928, 1932, 1939, 1940, 1941, 1942, 1943, 1948, 1955, 1967, 1967, 1962
અત્યાર સુધીમાં 59 મહિલાઓને નોબેલ પુરસ્કાર
1901 અને 2022ની વચ્ચે મહિલાઓને નોબેલ પુરસ્કારની કુલ 60 જાહેરાત થઈ છે જેમાં 59 મહિલાઓને (Women) નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. મેરી ક્યુરીને બે વાર નેબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. તેમને વર્ષ 1903માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર અને વર્ષ 1911માં રસાયણશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
બે નોબેલ પારિતોષિક વિજેતાઓએ પુરસ્કારનો ઇનકાર કર્યો હતો
જીન પોલ સાર્ત્રે જેને વર્ષ 1964નું સાહિત્યનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું, તેણે પુરસ્કાર સ્વિકાર્યો નહોતો કારણ કે, તેણે કોઈપણ સત્તાવાર સન્માનો સ્વિકારવાનો  ઇનકાર કર્યો હતો. જ્યારે લે ડ્યુક થો US સેક્રેટરી ઓફ સ્ટેટ હેનરી કિસિંજર સાથે સંયુક્ત રીતે વર્ષ 1973 નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેઓને વિયેતનામ શાંતિ સમજૂતી માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો પરંતુ લે ડ્યુક થોએ કહ્યું કે, તેઓ વિયેતનામની પરિસ્થિતિને કારણે નોબેલ શાંતિ પુરસ્કાર સ્વીકારવાની સ્થિતિમાં નથી.
હિટલર પણ થયો હતો નોબેલ માટે નોમિનેટ
જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરને (Adolf Hitler) વર્ષ 1939માં સ્વીડેનના એક સાંસદ દ્વારા નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યો હતા. હિટલરને બીજા વિશ્વ યુદ્ધનો વિલન માનવામાં આવે છે. તેણે છ લાખથી વધુ યહૂદીઓની હત્યા કરી હતી. બીજા વિશ્વયુદ્ધમાં એક કરોડથી વધુ લોકો માર્યા ગયા હતા.
નોબેલનો અસ્વીકાર કરવા દબાણ 
એડોલ્ફ હિટલરે (Adolf Hitler) ત્રણ જર્મન નોબેલ પારિતોષિક વિજેતાઓ, રિચાર્ડ કુહન, એડોલ્ફ બ્યુટેનાન્ડ અને ગેરહાર્ડ ડોમાગને નોબેલ પારિતોષિક સ્વીકારવાની મનાઈ ફરમાવી હતી. તેઓ નોબેલ પ્રાઈઝ ડિપ્લોમા અને મેડલ મેળવી શક્યા, પરંતુ ઈનામની રકમ નહીં. સાહિત્યમાં 1958 નોબેલ પારિતોષિક વિજેતા બોરિસ પેસ્ટર્નકે શરૂઆતમાં નોબેલ પુરસ્કાર સ્વીકાર્યો હતો પરંતુ બાદમાં તેમના વતન સોવિયેત યુનિયનના સત્તાધીશો દ્વારા નોબેલ પુરસ્કાર પરત આપી દેવા દબાણ કરવામાં આવ્યું હતું.
નોબેલ પુરસ્કાર વિજેતા પુરસ્કાર સમયે ધરપકડ હેઠળ છે
નોબેલ પારિતોષિક (Nobel Prize) એનાયત સમયે ત્રણ નોબેલ પારિતોષિક વિજેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. જર્મન શાંતિવાદી અને પત્રકાર કાર્લ વોન ઓસીત્સ્કી, બર્મીઝ રાજકારણી આંગ સાન સૂ કી અને ચીનના માનવાધિકાર કાર્યકર્તા લિયુ શિયાઓને નોબલ પારિતોષિક એનાયત કરતા સમયે તેઓ ધરપકડ હેઠળ હતા.
આ પરિવારના નામે છે નોબેલ જીતવાનો રેકોર્ડ
નોબેલ પ્રાઈઝ (Nobel Prize) જીતવાનો રેકોર્ડ ક્યૂરી પરિવારના (The Curie family) નામે છે. નોબેલ પુરસ્કારના ઈતિહાસમાં ક્યૂરી પરિવારે સૌથી વધારે નોબેલ જીત્યા છે. જેની શરૂઆત મેરી ક્યૂરી અને તેના પતિ પિઅરે ક્યૂરીથી થઈ હતી. વર્ષ 1903માં મેરી અને પિઅરે ક્યૂરીને સંયુક્તપણે ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. જે બાદ વર્ષ 1906માં પતિ પિઅરે ક્યૂરીનું માર્ગ અકસ્માતમાં મૃત્યું થયું હતું બાદમાં મેરી ક્યૂરીએ પોતાનું સંશોધનકાર્ય શરૂ રાખ્યું અને વર્ષ 1911માં ફરીથી તેઓને રસાયણવિજ્ઞાનનું નોબલ એનાયત થયું. ક્યૂરી પરિવારની નોબેલ પારિતોષિક યાત્રા અહીં નહી અટકતા તેમની દિકરી આઈરેન ક્યૂરી અને જમાઈ ફ્રેડરિક જોલિઓટને વર્ષ 1935માં મનુષ્ય દ્વારા નિર્મિત રેડિયોએક્ટિવ તત્વ સંબંધિત શોધ કરવા માટે રસાયણવિજ્ઞાન માટે નોબેલ એનાયત થયું હતું.
Tags :
GujaratFirstHistoryIndiaIndiaNobelLaureatesjourneyNobelFoundationNobelPrizeNobelPrize2022
Next Article