Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તમારો મોબાઈલ ફોન ચોરી થાય કે ખોવાઈ જાય તો હવે ચિંતા નહીં, આ સરળ રીતે મિનિટોમાં થઈ જશે ટ્રેક

આ ટેકનોલોજી અને ઈન્ટરનેટના જમાનામાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક મોબાઈલ ફોન ઉપયોગ કરતા થઈ ગયા છે. આજે મોબાઈલ માણસ માટે એક જરૂરીયાતની વસ્તુ બની ગઈ છે. કદાચ લોકોને એક સમય જમવાનું નહીં મળે તો ચાલશે પરંતુ મોબાઈલ વગર નહીં ચાલે. તો આજે અમે તમને આ મોબાઈલ ફોનને લઈને એક ખુબ જ ઉપયોગી વાત કરવા જઈ રહ્યા છીએ. હાલના સમયમાં આપણે બધા સ્માર્ટફોન પર એટલા બધા કામો માટે વાપરીએ છીએ કે જો ફોન ખોવàª
તમારો મોબાઈલ ફોન ચોરી
થાય કે ખોવાઈ જાય તો હવે ચિંતા નહીં  આ સરળ રીતે મિનિટોમાં થઈ જશે ટ્રેક

આ ટેકનોલોજી અને
ઈન્ટરનેટના જમાનામાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક મોબાઈલ ફોન ઉપયોગ કરતા થઈ
ગયા છે. આજે મોબાઈલ માણસ માટે એક જરૂરીયાતની વસ્તુ બની ગઈ છે. કદાચ લોકોને એક સમય
જમવાનું નહીં મળે તો ચાલશે પરંતુ મોબાઈલ વગર નહીં ચાલે. તો આજે અમે તમને આ મોબાઈલ
ફોનને લઈને એક ખુબ જ ઉપયોગી વાત કરવા જઈ રહ્યા છીએ.
હાલના સમયમાં આપણે બધા સ્માર્ટફોન પર એટલા બધા કામો માટે વાપરીએ
છીએ કે જો ફોન ખોવાઈ જાય કે ચોરી થઈ
  તો જાણે આપણી દુનિયા થંભી જાય. આજે તમારી માટે કેટલીક એવી ટ્રિક્સ લઈને
આવ્યા છીએ જેની મદદથી તમે ખોવાયેલ સ્માર્ટફોનને સરળતાથી ટ્રેક કરી શકશો.

Advertisement


જો તમે એન્ડ્રોઈડ યૂઝર્સ છો અને તમારો ફોન ખોવાઈ ગયો છે તો તેને
શોધવા માટે તમે એન્ડ્રોઈડ ડિવાઈઝ મેનેજરમાં ફાઈન્ડ માય ડિવાઈઝ ફિચરનો ઉપયોગ કરી
શકો છો. જણાવી દઈએ કે એન્ડ્રોઈડ ડિવાઈઝની લોકેશન ટ્રેકિંગ સર્વિસ ત્યારે જ કામ
કરશે જ્યારે તમારા ખોવાયેલ ફોનનું જીપીએસ ઓન હશે
, નહીંતો
આ ફિચર કામ નહીં કરે. તમે એન્ડ્રોઈડ ડોટ કોમ સ્લેશ ફાઈન્ડ પર સાઈન ઈન કરીને પણ
તમારો ફોન શોધી શકો છો.

Advertisement


જો તમારો ફોન ખોવાઈ ગયો છે કે કોઈએ ચોરી લીધો છે તો સૌથી પહેલા
પોતાના નંબર પર કોલ કરીને જુઓ
, હોઈ શકે છે કે તમારી
આસપાસ ક્યાંક મળી જાય. એવું પણ હોઈ શકે છે કે કોઈ માણસને સ્માર્ટફોન મળ્યો હોય અને
કોલ કરવાથી તે તમારી પાસે ફોન આપવા આવી શકે. ટ્રાય
  કે
તમારા ફોનમાં પાસવર્ડ લાગેલો હોય જેથી કોઈ ચોર ફોનને એક્સેસ કરવામાં નિષ્ફળ થાય
અને તમને ફોન શોધવાનો સમય પણ મળી જાય.

Advertisement


જો તમે આઈફોન યૂઝર્સ છો અને તમારો ફોન ખોવાઈ ગયો છે તો સૌથી પહેલા
કોઈ બીજા ડિવાઈઝ પર તમારા એપલ આઈડીથી લોગઈન કરીને લોસ્ટ મોડને એક્ટિવ કરો અથવા તો
તમે એપલના ફાઈન્ડ માય
iPhone ફિચરનો પણ ઉપયોગ કરી શકો છો. ફાઈન્ડ માય
નેટવર્કની મદદથી તમે પોતાના ફોનને સ્વિચ ઓફ થયાના
24 કલાક
સુધી ટ્રેક કરી શકો છો. જો તમારી પાસે કોઈ બીજું એપલ ડિવાઈઝ નથી તો તમે
iCloud
ડોટ કોમ પર જઈને પણ આ ફિચરનો ઉપયોગ કરી શકો છો.

 

Tags :
Advertisement

.