Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મતદાર યાદીમાં નામ સામેલ કરાવવા માટે હવે 18 વર્ષ સુધી નહીં જોવી પડે રાહ, જાણે કેમ ?

દેશના ચૂંટણી પંચે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે યુવાનો 17 વર્ષની ઉંમરે મતદાર યાદી માટે અરજી કરી શકશે. ચૂંટણી પંચે કહ્યું છે કે, 17 વર્ષના યુવાનોએ 1 જાન્યુઆરીએ 18 વર્ષની ઉંમરના પૂર્વ-જરૂરી માપદંડની રાહ જોવાની જરૂર નથી. આ સંદર્ભમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડેના નેતૃત્વમાં પંચે તમામ રાજ્યોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને ટેકનીકલ ઉકેલો ઘડવા
10:51 AM Jul 28, 2022 IST | Vipul Pandya

દેશના ચૂંટણી પંચે એક
મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે યુવાનો
17 વર્ષની ઉંમરે મતદાર યાદી માટે અરજી કરી શકશે.
ચૂંટણી પંચે કહ્યું છે કે
, 17 વર્ષના
યુવાનોએ
1 જાન્યુઆરીએ
18 વર્ષની ઉંમરના
પૂર્વ-જરૂરી માપદંડની રાહ
જોવાની જરૂર નથી. આ સંદર્ભમાં મુખ્ય
ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી
કમિશનર અનુપ ચંદ્ર પાંડેના નેતૃત્વમાં
પંચે તમામ રાજ્યોના મુખ્ય કાર્યકારી
અધિકારીઓને ટેકનીકલ ઉકેલો ઘડવા માટે
નિર્દેશ આપ્યો છે
, જેથી
કરીને યુવાનોને
વર્ષમાં ત્રણ વખત એડવાન્સ અરજી દાખલ કરવાની સુવિધા મળી શકે. ચૂંટણી પંચે કહ્યું
કે
, હવે યુવાનો વર્ષમાં
ત્રણ વખત એટલે કે
1 એપ્રિલ,
1 જુલાઈ અને 1 ઓક્ટોબરથી અરજી કરી શકે છે. આ માટે 1
જાન્યુઆરી સુધી રાહ
નહીં
જોવી
પડે. આ પછી વોટર લિસ્ટને દર ત્રણ મહિનામાં અપડેટ કરવામાં આવશે અને
પાત્રતા
ધરાવાત યુવાનો તે વર્ષના આગામી ક્વાર્ટરમાં રજિસ્ટ્રર કરી શકશે
, જેમાં તેમણે 18 વર્ષ પૂર્ણ કર્યા છે.

વર્તમાન મતદાર યાદી
સુધારણામાં પણ અરજી કરી શકશે યુવાનો

તેમણે કહ્યું કે,
રજીસ્ટ્રેશન બાદ
યુવાનોને ઈલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી
કાર્ડ (EPIC) આપવામાં આવશે. વોટર લિસ્ટ 2023 માટે આ સમયે સુધારો કરવામાં આવી
રહ્યો છે. કોઈપણ નાગરિક જેઓ
1 અપ્રિલ,
1 જુલાઈ અને 1 ઓક્ટોબર 2023 સુધી 18 વર્ષના થઈ રહ્યા છે, તેઓ પણ મતદાર તરીકે નોંધણી માટે એક
અગાઉથી અરજી
પ્રકાશનની
છેલ્લી તારીખ પહેલા સબમિત કરી શકે છે.
 ચૂંટણી
પંચની ભલામણો પર કાયદા અને ન્યાય મંત્રાલયે તાજેતરમાં
RP એક્ટમાં સુધારો કર્યો હતો, જેમાં ચાર યોગ્યતા તિથિઓને એટલે કે 01
જાન્યુઆરી, 01
એપ્રિલ, 01 જુલાઈ અને 01 ઓક્ટોબરને યુવાનોને માટે મતદાર યાદીમાં
નોંધણી માટે પાત્રતા તરીકે જાહેર કરવામાં આવી છે. અગાઉ માત્ર
1 જાન્યુઆરીને જ ક્વોલિફાઇંગ તારીખ
માનવામાં આવતી હતી.


આધાર કાર્ડને પણ
કરવામાં આવશે વોટર આઈડી સાથે લિંક

તો આધારકાર્ડને લઈને
પણ ચૂંટણી પંચે જણાવ્યું છે કે
, આધાર
નંબરને વોટર
લિસ્ટ
ડેટાસાથે જોડવા માટે સંશોધિત રજિસ્ટ્રેશન ફોર્મમાં મતદારોના આધાર
કાર્ડની
વિગતો એકત્રિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. વર્તમાન મતદારોના
આધાર
નંબર મેળવવા માટે નવું ફોર્મ-
6બી
રજૂ કરવામાં આવ્યું છે. જો કે
, મતદાર યાદીમાં
નામનો સમાવેશ કરવા માટેની કોઈપણ અરજીને નકારી કાઢવામાં આવશે નહીં.

Tags :
ECIElectionCardGujaratFirstVoterCardVoterID
Next Article