Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે ફોર્ચ્યુનર નહીં, ટોયોટાની આ SUV દિલો પર રાજ કરશે, ત્રણ ગાડી જેટલો છે પાવર

Toyotaની Fortuner SUV દેશના ગ્રાહકોના દિલ પર રાજ કરી રહી છે. જો કે હવે કંપની દેશમાં વધુ એક દમદાર SUV લાવી છે. કંપનીએ તેની Toyota Land Cruiser 300 SUVને ગ્રેટર નોઇડામાં 2023 ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. આ ફ્લેગશિપ SUVની કિંમત લગભગ 2.17 કરોડ (એક્સ-શોરૂમ) છે અને ભારતમાં તેની બુકિંગ પહેલેથી જ ચાલી રહી છે. કંપનીએ ભારતમાં આ SUVની ડિલિવરી પણ શરૂ કરી દીધી છે. કોલ્હાપુરના પ્રતીક જાધવે પ્રથમ 2023 લેન્ડ ક્રુઝર 300ની ડિલિવરી લીધી છે.ત્રણ કાર જà
04:59 AM Jan 27, 2023 IST | Vipul Pandya
Toyotaની Fortuner SUV દેશના ગ્રાહકોના દિલ પર રાજ કરી રહી છે. જો કે હવે કંપની દેશમાં વધુ એક દમદાર SUV લાવી છે. કંપનીએ તેની Toyota Land Cruiser 300 SUVને ગ્રેટર નોઇડામાં 2023 ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. આ ફ્લેગશિપ SUVની કિંમત લગભગ 2.17 કરોડ (એક્સ-શોરૂમ) છે અને ભારતમાં તેની બુકિંગ પહેલેથી જ ચાલી રહી છે. કંપનીએ ભારતમાં આ SUVની ડિલિવરી પણ શરૂ કરી દીધી છે. કોલ્હાપુરના પ્રતીક જાધવે પ્રથમ 2023 લેન્ડ ક્રુઝર 300ની ડિલિવરી લીધી છે.


ત્રણ કાર જેટલું શક્તિશાળી એન્જિન
Toyota LC 300 વિદેશી બજારોમાં બે પાવરટ્રેન વિકલ્પો 3.5-લિટર ટ્વિન ટર્બો V6 પેટ્રોલ અને 3.3-લિટર V6 ટર્બો ડીઝલ એન્જિન સાથે વેચાય છે. જોકે, તેનું માત્ર ડીઝલ એન્જિન ભારતમાં લાવવામાં આવ્યું છે. તે 305 Bhp અને 700 Nm જનરેટ કરે છે અને 10-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને 4-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ સાથે જોડાયેલું છે.


ટોયોટા તેની લેન્ડ ક્રુઝર 3 વર્ષ અથવા 1 લાખ કિલોમીટરની પ્રમાણભૂત વોરંટી સાથે વેચે છે. તે મોડ્યુલર TBGA-F પ્લેટફોર્મ પર બેસે છે. LC 300 ના કર્બ વેઇટમાં આઉટગોઇંગ મોડલની સરખામણીમાં 200 કિગ્રાનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે વજનના વિતરણમાં સુધારેલ સસ્પેન્શન ટેક્નોલોજી સાથે સુધારો કરવામાં આવ્યો છે.


Toyota Land Cruiser 300ના ફીચર્સ
Toyota Land Cruiser 300 નું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 230 mm છે. ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં LED હેડલેમ્પ્સ, Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી સાથે 12.3-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. નવી ટોયોટા લેન્ડ ક્રુઝર ભારતમાં 5 રંગ વિકલ્પોમાં લાવવામાં આવી છે.

આ પણ વાંચો - Maruti Gypsy જોઈને લોકો ભૂલી ગયા Jimny! મજબૂત દેખાવ અને 4x4 ફીચર્સ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
FortunerGujaratFirstHeartsPowerPowerofthreeCarsRuletheHeartsSUVtoyota
Next Article