Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IPLમાં 2 કરોડની ટોપ બેઝ પ્રાઈઝમાં કોઈ ભારતીય નહીં, 1 કરોડની યાદીમાં મયંક, સ્ટીવ સ્મિથ દૂર

IPLની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં થશે. આ હરાજી ગત સમયે થઇ તોટલી મોટી નહીં હોય, તેમ છતાં 991 ખેલાડીઓએ નોંધણી કરાવી છે. તેમાંથી ભારતમાં સૌથી વધુ 714 ક્રિકેટર છે. ફ્રેન્ચાઇઝી 9 ડિસેમ્બર સુધીમાં આ યાદીમાંથી ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરી દીધા હશે અને પછી હરાજીમાં તેમના પર બિડ કરશે. 10 ટીમોમાં માત્ર 87 જગ્યાઓ ખાલી છે. ખેલાડીઓએ તેમના નામ અલગ-અલગ બેઝ પ્રાઈસમાં આપ્યા હતા. બે કરોડàª
05:48 AM Dec 21, 2022 IST | Vipul Pandya
IPLની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં થશે. આ હરાજી ગત સમયે થઇ તોટલી મોટી નહીં હોય, તેમ છતાં 991 ખેલાડીઓએ નોંધણી કરાવી છે. તેમાંથી ભારતમાં સૌથી વધુ 714 ક્રિકેટર છે. ફ્રેન્ચાઇઝી 9 ડિસેમ્બર સુધીમાં આ યાદીમાંથી ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરી દીધા હશે અને પછી હરાજીમાં તેમના પર બિડ કરશે. 10 ટીમોમાં માત્ર 87 જગ્યાઓ ખાલી છે. 
ખેલાડીઓએ તેમના નામ અલગ-અલગ બેઝ પ્રાઈસમાં આપ્યા હતા. બે કરોડની બેઝ પ્રાઈઝમાં એક પણ ભારતીય ખેલાડી નથી. આમાં કુલ 21 ક્રિકેટરો સામેલ છે. ઇંગ્લેન્ડને T20 વર્લ્ડ કપ જીતાડનાર સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને સેમ કરને આ બેઝ પ્રાઈઝમાં પોતાના નામ આપ્યા છે. સ્ટોક્સ અને સેમ કરન ઉપરાંત ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરન ગ્રીન, ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન નિકોલસ પૂરણ પણ ટોપ બેઝ પ્રાઈઝમાં છે.
મયંક અગ્રવાલ અને અજિંક્ય રહાણે સહિત આ ભારતીય દિગ્ગજ ખેલાડીઓએ તેમના નામ આપ્યા
19 કેપ્ડ ભારતીયોની યાદીમાં મુખ્યત્વે અજિંક્ય રહાણે, ઈશાંત શર્મા અને મયંક અગ્રવાલ સહિતના રાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. રહાણેને છેલ્લી હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 1 કરોડમાં ખરીદ્યો હતો. આ વખતે તેની મૂળ કિંમત 50 લાખ છે. 2022માં વેચાયા વગરના રહી ગયેલા ઈશાંત શર્માએ 75 લાખની યાદીમાં પોતાનું નામ આપ્યું છે. મયંક અગ્રવાલ ગત સિઝનમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો. ફ્રેન્ચાઇઝીએ તેને 14 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. આ વખતે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. અગ્રવાલની મૂળ કિંમત 1 કરોડ છે. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે તેની બેઝ પ્રાઈસ 50 લાખ રાખી છે. તે IPLની હરાજીમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓમાંથી એક રહ્યો છે. ઉનડકટ આ દિવસોમાં શાનદાર ફોર્મમાં છે. તેણે વિજય હજારે ટ્રોફીમાં સૌરાષ્ટ્રને જીત અપાવી છે. તેને છેલ્લે મુંબઈ ઈન્ડિયન્સે 1.3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ વખતે મુંબઈએ તેને બહાર કરી દીધો છે.
આ દિગ્ગજો આવતા વર્ષે નહીં રમે
ચેન્નાઈ સુપર કિંગ્સના અનુભવી ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ હરાજીમાં પોતાનું નામ આપ્યું ન હતું. તેણે IPLમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. બ્રાવોને આગામી સિઝન માટે ચેન્નાઈ સુપર કિંગ્સના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. બ્રાવો ત્રણ વખત IPL જીતનાર ખેલાડી છે. ટૂર્નામેન્ટમાં તેના નામે સૌથી વધુ 183 વિકેટ છે. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમે તેને 2011માં ખરીદ્યો હતો અને 2022 સુધી તેને જાળવી રાખ્યો હતો. બ્રાવો સિવાય જે મોટા ખેલાડીઓએ પોતાના નામ આપ્યા નથી તેમાં સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન છે. બંનેને છેલ્લી વખત હરાજીમાં કોઈએ ખરીદ્યા ન હોતા. સ્મિથ અને લાબુશેન તેમના પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. હરાજીમાંથી તેમની ગેરહાજરી આશ્ચર્યજનક નથી. સ્મિથ પહેલા ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ અને વનડે કેપ્ટન પેટ કમિન્સે પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
1.5 કરોડની બેઝ પ્રાઈઝ :
સીન એબોટ (ઓસ્ટ્રેલિયા), રિલે મેરેડિથ (ઓસ્ટ્રેલિયા), ઝાએ રિચર્ડસન (ઓસ્ટ્રેલિયા), એડમ ઝમ્પા (ઓસ્ટ્રેલિયા), શાકિબ અલ હસન (બાંગ્લાદેશ), હેરી બ્રુક (ઈંગ્લેન્ડ), વિલ જેક્સ (ઈંગ્લેન્ડ), ડેવિડ મલાન (ઇંગ્લેન્ડ), જેસન રોય (ઇંગ્લેન્ડ), શેરફેન રધરફોર્ડ (વેસ્ટ ઇન્ડિઝ)
1 કરોડની બેઝ પ્રાઈઝ :
મયંક અગ્રવાલ (ભારત), કેદાર જાધવ (ભારત), મનીષ પાંડે (ભારત), મોહમ્મદ નબી (અફઘાનિસ્તાન), મુજીબ ઉર રહેમાન (અફઘાનિસ્તાન), મોઈસેસ હેનરિક્સ (ઓસ્ટ્રેલિયા), એન્ડ્રુ ટાય (ઓસ્ટ્રેલિયા), જો રૂટ (ઇંગ્લેન્ડ), લ્યુક વુડ (ઇંગ્લેન્ડ), માઇકલ બ્રેસવેલ (NZ), માર્ક ચેપમેન (NZ), માર્ટિન ગુપ્ટિલ (NZ), કાયલ જેમિસન (ન્યૂઝીલેન્ડ), મેટ હેનરી (ન્યૂઝીલેન્ડ), ટોમ લાથમ (ન્યૂઝીલેન્ડ), ડેરેલ મિશેલ (ન્યૂઝીલેન્ડ), હેનરિચ ક્લાસેન (દક્ષિણ આફ્રિકા), તબરેઝ શમ્સી (દક્ષિણ આફ્રિકા), કુસલ પરેરા (શ્રીલંકા), રોસ્ટન ચેઝ (વેસ્ટ ઈન્ડિઝ), રહકીમ કોર્નવોલ (WI), શાઈ હોપ (WI), અકીલ હુસૈન (WI), ડેવિડ વિસે (નામિબિયા).
આ પણ વાંચો - છેલ્લી ટી20માં પણ ભારતની હાર, ઓસ્ટ્રેલિયાની ટીમે 4-1થી સીરિઝ જીતી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BravoCricketCroreListGujaratFirstIPLMayankAgrawalPlayersSportsSteveSmithTopBasePrice
Next Article