ક્રિકેટ ઈતિહાસમાં કોઇ બોલરે નહી ફેંક્યો હોય આવો બોલ, વિકેટકીપર પણ ચોંકી ગયો
ક્રિકેટમાં ઘણીવાર કઇંક એવુ બનતુ હોય છે કે, જેને જોઇને
કોઇ પણ ચોંકી જાય. કઇંક આવુ જ ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા વચ્ચેની T20 મેચ દરમિયાન જોવા
મળ્યુ હતુ. જ્યા ઓસ્ટ્રેલિયાનાં ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે બેટ્સમેનને એવો બાઉન્સર
બોલ ફેંક્યો જે જોઇને સૌ કોઇ ચોંકી ગયા હતા.
હાથથી છટકી ગયેલો બોલ લગભગ 3 મીટર ઉંચો ગયો
ક્રિકેટમાં સૌથી મુશ્કેલ બોલ કોઇ હોય તો તે યોર્કર
અને બાઉન્સર છે. જેને રમવુ તમામ બેટ્સમેનનું કામ નથી. કોઇ પણ બોલર પોતાની એક
ઓવરમાં બેટ્સમેનને પરેશાન કરવા માટે બાઉન્સરનો ઉપયોગ કરે જ છે. બાઉન્સર એટલે કે, બેટ્સમેનનાં
માથાની ઉપરથી જતો બોલ. તાજેતર (મંગળવાર) માં રમાયેલી ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની
T20 મેચમાં ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે એક બોલ ફેંક્યો, જે તેના હાથથી છૂટી ગયો અને લગભગ 3 મીટર ઉંચી ગયો હતો. વીડિયોમાં તમે જોઇ શકો
છો કે, આ બોલ બેટ્સમેનનાં કેટલા ઉપરથી જઇ રહ્યો છે. આ વાત તો સૌ કોઇ જાણે છે કે, ઓસ્ટ્રેલિયાનાં
મિચેલ સ્ટાર્કની ગણતરી હાલમાં વિશ્વનાં સૌથી ઝડપી અને ઘાતક બોલરોમાં થાય છે. પરંતુ
મંગળવારે, જ્યારે તે બોલિંગ કરી રહ્યો
હતો, ત્યારે તેના હાથથી બોલ
છટકી ગયો અને બેટ્સમેન, વિકેટકીપરને છોડીને
બોલ બાઉન્ડ્રી પાર કરી ગયો હતો. આ નજારો જેણે પણ જોયો તે સૌ કોઇ હેરાન રહી ગયા
હતા. ખાસ કરીને વિકેટ કીપર મેથ્યુ વેડ આ બોલ પકડી શક્યો નહતો અને બોલ બાઉન્ડ્રી
પાર કરી ગયો હતો.
18મી ઓવરમાં બની આ
ઘટના
આ ઘટના 18મી ઓવરમાં બની હતી. ઓવરનો પાંચમો બોલ ફેંકવા
આવેલા મિચેલ સ્ટાર્કે લગભગ 3 મીટરથી ઉપરનો બોલ ફેંક્યો હતો. સ્ટાર્કે ધીમો બોલ ફેંકવાનો
પ્રયાસ કરતી વખતે આ ભૂલ કરી હતી. તે દરમિયાન બેટિંગ કરી રહેલા શનાકા બોલને જોતો જ રહી
ગયો હતો અને વિકેટ કીપર મેથ્યુ વેડે બોલને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના ગ્લવ્સમાં
ન આવ્યો. સ્ટાર્કનો નો-બોલ સીધો બાઉન્ડ્રી તરફ ગયો. એમ્પાયરે તેને નો બોલ ગણાવ્યો અને
શ્રીલંકાનાં ખાતામાં 5 બોનસ રન ઉમેરાયા હતા. જો કે, મિશેલ સ્ટાર્કની આ ભૂલ ઓસ્ટ્રેલિયાને
મોંઘી પડી નહોતી કારણ કે શનાકા ફ્રી હિટનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો અને માત્ર એક રન
જ મેળવી શક્યો હતો.
સોશિયલ મીડિયામાં
વીડિયો થયો વાયરલ
આ સમગ્ર ઘટનાનો વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જો ગ્રાફિક્સમાં આ બોલની ઊંચાઈ બતાવવામાં આવે તો તે 3 મીટર સુધી ગઇ હતી. વળી, તે મિચેલ સ્ટાર્કનાં બીજા
બોલથી આ બોલ ઘણો આઉટ થતો જોવા મળ્યો હતો. આવું એટલા માટે થયું કારણ કે મિચેલ સ્ટાર્ક
ઓફ કટર નાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે આંગળી ફેરવતી વખતે બોલ તેના હાથમાંથી છટકી ગયો હતો.