Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મલબાર ગોલ્ડ સામે ટ્વિટર પર 'નો બિંદી નો બિઝનેસ' ટ્રેન્ડિંગ, જાણો શું છે વિવાદ

આજના સમયમાં  જાહેરાતોને લઇને ઘણાં સ્ટાર્સને બોયકોટ અને  સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યાં  છે. ગઇ કાલે એક તમાકુની બ્રાન્ડને પ્રમોટ કરવા મુદ્દે અક્ષય કુમારે જાહેરમાં માફી માંગવી પડી હતી. તે તાજેતરમાં સોશિયલ મીડિયા પર બહિષ્કારનો શિકાર બન્યો હતો આ પહેલાં ટાટા ગ્રુપની જ્વેલરી કંપની તનિષ્ક પણ એક જાહેરાત માટે  લોકોની નારાજગીનું ભોગ બનવું પડ્યું હતું. આ પહેલાં ઘણી બ્રાન્ડ્àª
મલબાર ગોલ્ડ સામે ટ્વિટર પર  નો બિંદી નો બિઝનેસ  ટ્રેન્ડિંગ  જાણો શું છે વિવાદ
આજના સમયમાં  જાહેરાતોને લઇને ઘણાં સ્ટાર્સને બોયકોટ અને  સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યાં  છે. ગઇ કાલે એક તમાકુની બ્રાન્ડને પ્રમોટ કરવા મુદ્દે અક્ષય કુમારે જાહેરમાં માફી માંગવી પડી હતી. તે તાજેતરમાં સોશિયલ મીડિયા પર બહિષ્કારનો શિકાર બન્યો હતો આ પહેલાં ટાટા ગ્રુપની જ્વેલરી કંપની તનિષ્ક પણ એક જાહેરાત માટે  લોકોની નારાજગીનું ભોગ બનવું પડ્યું હતું. આ પહેલાં ઘણી બ્રાન્ડ્સ જાહેરાતોને લઈને સોશિયલ મીડિયા પર લોકોની નારાજગીનો શિકાર બની ચૂકી છે. હ્યુન્ડાઈ અને કિયા મોટર્સ જેવી ઓટો બ્રાન્ડ સાથે જ ટાટા ગ્રુપની જ્વેલરી કંપની તનિષ્ક પણ એક એડને લઈને વિવાદોમાં ફસાઈ છે. હવે માલાબાર ગોલ્ડનું નામ આ લિસ્ટમાં ઉમેરાયું છે. તેનું કારણ તાજેતરની અક્ષય તૃતીયા માટે મલબાર ગોલ્ડ જાહેરાત છે. 
મલબાર ગોલ્ડે તાજેતરમાં અક્ષય તૃતીયા તહેવારને લઈને એક જાહેરાત બહાર પાડી હતી. આ જાહેરાતમાં બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર દેખાય છે. અક્ષય તૃતીયાને લગતી આ જાહેરાતમાં કરીના બિંદી વગર જોવા મળી રહી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સને આ વાત પસંદ આવી નથી. લોકોનું કહેવું છે કે અક્ષય તૃતીયાએ હિંદુઓ માટે પવિત્ર તહેવાર છે અને લોકો આ પ્રસંગે ઘરેણાં ખરીદે છે. યુઝર્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે કરીના કપૂરે હિંદુઓના તહેવારની જાહેરાતમાં  બીંદી કેમ નથી લગાવી?
Advertisement

સોશિયલ મીડિયા પર બહિષ્કારનો ટ્રેન્ડ
કેટલાંક યુઝર્સ #Boycott_MalabarGold અને #No_Bindi_No_Business હેશટેગ્સ સાથે ટ્વિટર પર પોસ્ટ અપડેટ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું, 'માલાબાર ગોલ્ડની નવી જાહેરાત હિન્દુ તહેવારોની મજાક ઉડાવવાનું નવું ઉદાહરણ છે. પરંપરાગત ભારતીય મહિલાઓના પહેરવેશમાં બિંદીનું વિશેષ મહત્વ છે. હિંદુ પરંપરાઓની મજાક ઉડાવવી અને આશા રાખવી કે હિંદુઓ તમારા માટે પૈસા ખર્ચશે. હવે નહીં.' બિંદી ન લગાવવાથી ઇમેજને નુકસાન થયું

અન્ય યુઝરે 'બોયકોટ માલબાર ગોલ્ડ' અને 'નો બિંદી, નો બિઝનેસ' હેશટેગ્સનો ઉપયોગ કરીને લખ્યું,'કહેવાતા જવાબદાર ઝવેરી અક્ષય તૃતીયા માટે જાહેરાત બહાર પાડી રહ્યાં છે અને કરીના કપૂર તેમાં બિંદી વગર છે. શું તેઓ હિન્દુ સંસ્કૃતિને માન આપે છે? અન્ય એક યુઝરે લખ્યું, 'બિંદી હિન્દુઓ માટે લાલ ટપકાં કરતાં ઘમી વિશેષ  મહત્ત્વ ધરાવે છે. જો માલબાર ગોલ્ડ જેવી બ્રાન્ડ આને સમજવાનો પ્રયાસ ન કરે અથવા જાણી જોઈને અવગણના કરે છે, તો પછી હિન્દુઓને આવી બ્રાન્ડ્સને બહારનો રસ્તો બતાવવાનો સમય આવી ગયો છે. 
કેટલાક યુઝર્સ આ સમગ્ર મામલાને કરીના કપૂરના લગ્ન અને મલબાર ગોલ્ડના માલિકના ધર્મ સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કરીના કપૂરે બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. કંપનીની વેબસાઇટ પર આપેલ વિગતો મુજબ માલબાર ગોલ્ડની સ્થાપના 1993માં એમપી અહેમદના નેતૃત્વમાં સાહસિકોની ટીમ દ્વારા કરવામાં આવી હતી. કંપનીનું મુખ્ય મથક કેરળના કોઝિકોડ શહેરમાં છે.
Advertisement
Tags :
Advertisement

.