Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નીતિશ કુમાર બુધવારે 8મી વખત લેશે મુખ્યમંત્રી પદના શપથ, તેજસ્વી હશે ડેપ્યુટી CM

બિહારમાં JDU અને BJPનું ગઠબંધન 5 વર્ષ પછી ફરી તૂટી ગયા બાદ નવી સરકારની રચના માટે હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બુધવારે સાંજે 4 વાગે નીતિશ કુમાર ફરી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. RJD નેતા તેજસ્વી યાદવ અને તેમના પત્ની રાજશ્રીનું નામ નાયબ મુખ્યમંત્રી પદ માટે ચર્ચામાં છે. મંગળવારે સાંજે નીતિશ કુમારે રાજ્યપાલ ફાગૂ ચૌહાણને 7 પક્ષના 164 ધારાસભ્યનું સમર્થનનો દાવો કરતો પત્ર સોંપ્યો હતો. આ પà
નીતિશ કુમાર બુધવારે 8મી વખત લેશે મુખ્યમંત્રી પદના શપથ  તેજસ્વી હશે ડેપ્યુટી cm

બિહારમાં JDU અને BJPનું ગઠબંધન 5 વર્ષ પછી ફરી તૂટી ગયા બાદ નવી સરકારની રચના માટે હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બુધવારે સાંજે 4 વાગે નીતિશ કુમાર ફરી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. RJD નેતા તેજસ્વી યાદવ અને તેમના પત્ની રાજશ્રીનું નામ નાયબ મુખ્યમંત્રી પદ માટે ચર્ચામાં છે. મંગળવારે સાંજે નીતિશ કુમારે રાજ્યપાલ ફાગૂ ચૌહાણને 7 પક્ષના 164 ધારાસભ્યનું સમર્થનનો દાવો કરતો પત્ર સોંપ્યો હતો. આ પ્રસંગે તેજસ્વી યાદવ પણ તેમની સાથે રાજભવનમાં ઉપસ્થિત હતા.

Advertisement

દરમિયાન તેજસ્વીએ કહ્યું હતુ કે ભાજપનું કોઈ ગઠબંધન સહયોગી નથી. ઈતિહાસ દર્શાવે છે કે ભાજપ એવા પક્ષોને નષ્ટ કરી દે છે કે જેમની સાથે તેઓ ગઠબંધન કરે છે. અમે જોયુ છે કે પંજાબ તથા મહારાષ્ટ્રમાં શું થયું.

Advertisement

160 ધારાસભ્યોનું સમર્થન દર્શાવતો પત્ર રજૂ કર્યો
CM નીતીશ કુમારે મંગળવારે સાંજે 4 વાગે રાજ્યપાલ ફાગુ ચૌહાણને તેમનું રાજીનામું આપી દીધું છે. નીતીશે તુરંત જ નવી સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરી દીધો છે. તેમની પાસે કુલ 164 ધારાસભ્યોનો સપોર્ટ છે. પહેલીવાર નીતીશે રાજ્યપાલને 160 ધારાસભ્યોનું સમર્થન દર્શાવતો પત્ર રજૂ કર્યો હતો.

મુખ્યમંત્રી આવાસ પર JDUના સાંસદો અને ધારાસભ્યોની મીટિંગમાં ગઠબંધન તૂટવાની જાહેરાત કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે JDUની મીટિંગમાં નીતીશ કુમારે કહ્યું હતું કે, ભાજપ હંમેશા અમને નબળી કરવાનો પ્રયત્ન કરતી હતી. ભાજપે મને ઘણીવાર અપમાનીત કર્યો. 2013થી લઈને અત્યાર સુધી ભાજપે અમને માત્ર દગો જ આપ્યો છે.

Advertisement

JDU મીટિંગ પછી નીતીશ કુમાર સીધા રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજીનામુ રાજ્યપાલ ફાગુ ચૌહાણને સોંપ્યું છે. નીતીશે આ સાથે જ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેમણે 164 ધારાસભ્યોનો સમર્થન પત્ર રાજ્યપાલને સોંપ્યો છે.

રાજભવનની બહાર પત્રકારો સાથે વાત કરતા નીતીશ કુમારે કહ્યું કે તમામ ધારાસભ્યો અને સાંસદોએ એક સ્વરમાં એનડીએ ગઠબંધનમાંથી બહાર રહેવાનું સૂચન કર્યું હતું, ત્યારબાદ મેં રાજીનામું આપ્યું છે.

બિહારમાં 5 વર્ષ બાદ નીતીશ કુમારની પાર્ટી JDU અને BJP વચ્ચેનું ગઠબંધન તૂટ્યું છે. નીતીશ કુમાર રાજ્યપાલ ફાગુ સિંહને મળવા રાજભવન પહોચી ગયા હતા.​​​​​​સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેડીયુની બેઠકમાં નીતિશ કુમારે કહ્યું કે ભાજપે હંમેશા અમને નબળા પાડવાનો પ્રયાસ કર્યો છે. ભાજપે મારું અપમાન કર્યું છે. 2013થી અત્યાર સુધી ભાજપે માત્ર છેતરપિંડી જ કરી છે.

મુખ્યમંત્રી નિવાસસ્થાને જેડીયુના સાંસદો અને ધારાસભ્યોની બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય શકીલ અહેમદ ખાને કહ્યું છે કે નીતીશ કુમાર મહાગઠબંધનના મુખ્યમંત્રી હશે. બધું નક્કી થઈ ગયું છે.

ભાજપ કોર ગ્રુપની બેઠક
ભાજપ-જેડીયૂનું ગઠબંધન તૂટ્યા બાદ ભાજપ કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રવિશંકર પ્રસાદ, શાહનવાઝ હુસૈન અને ગિરિરાજ સિંહ સહિતના નેતા હાજર રહ્યા હતા. ગિરિરાજ સિંહે કહ્યુ કે નીતિશ કુમારે જનતા સાથે છેતરપિંડી કરી છે. જનતા તેમને જરૂર પાઠ ભણાવશે. તો રવિશંકર પ્રસાદે પણ નીતિશ કુમાર પર પ્રહારો કર્યા હતા

Tags :
Advertisement

.