નીતીશ કુમાર હશે 2024માં વડાપ્રધાન પદના મજબૂત ઉમેદવાર: તેજસ્વી યાદવ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે (Nitish Kumar) ભાજપ સાથે ગઠબંધન તોડી મહાગઠબંધનમાં આવી ગયા છે. તેની વચ્ચે રાષ્ટ્રીય જનતાદળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે રવિવારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, જો વિપક્ષ 2024ની સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર માટે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના નામ પર સહમતિ વ્યક્ત કરે તો તે એક મજબૂત ઉમેદવાર તરીકે ઉભરી શકે છે. હાલમાં જ ભાજપ સાથે છેડોફાડી RJD સાથે મહાગઠ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે (Nitish Kumar) ભાજપ સાથે ગઠબંધન તોડી મહાગઠબંધનમાં આવી ગયા છે. તેની વચ્ચે રાષ્ટ્રીય જનતાદળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે રવિવારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, જો વિપક્ષ 2024ની સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર માટે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના નામ પર સહમતિ વ્યક્ત કરે તો તે એક મજબૂત ઉમેદવાર તરીકે ઉભરી શકે છે.
હાલમાં જ ભાજપ સાથે છેડોફાડી RJD સાથે મહાગઠબંધન સરકાર બનાવનારા નીતીશ કુમાર વિશે તેજસ્વી યાદવે કહ્યું કે, તેમને જમીન સ્તર પર ઘણું સમર્થન મળેલું છે. JDU, RJD, કોંગ્રેસ અને અન્ય દળો સાથે થયાં બાદ મહાગઠબંધનના સત્તામાં આવવાને તેજસ્વી યાદવે વિપક્ષની એકતા માટે શુભ સંકેત ગણાવ્યા.
તેમણે કહ્યું કે, આ સૂચવે છે કે મોટાભાગના વિપક્ષી દળો દેશ સામે રહેલા મોટા પડકારને સમજે છે. જેમાં ભાજપના (BJP) આધિપત્યનો પણ સમાવેશ થાય છે. જેમાં તે પૈસા, મીડિયા અને વહીવટીતંત્ર, મશીનરીના દમ પર ભારતીય સમાજમાંથી વિવિધતા અને રાજનૈતિક વિમર્શમને ખતમ કરવામાં લાગેલી છે. આ રાજ્ય સ્તરે પ્રાદેશિક પ્રતિનિધિત્વ, સામાજિક ન્યાય અને વિકાસના મુદ્દાઓનો પણ પ્રશ્ન છે.
નીતીશ કુમારને (Nitish Kumar) 2024ની ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા માટે સૌથી યોગ્ય છે કે તે પ્રશ્ન પર તેમણે જણાવ્યું હતું કે, હું તે પ્રશ્ન માનનીય નીતીશજી પર છોડીશ. હું બધા જ વિપક્ષો તરફથી બોલવાનો દાવો કરી શકતો નથી. જોકે, તે વિચારવામાં આવે તો આદરણીય નીતીશજી નિશ્ચિતરૂપથી એક મજબૂત ઉમેદવાર હોઈ શકે છે. છેલ્લા 50 વર્ષથી તેઓ જાહેર જીવનમાં છે. તેઓએ જયપ્રકાશ નારાયણ અને અનામત આંદોલનમાં ભાગ લીધો. તેમની પાસે 37 વર્ષથી વધારે સંસદીય અને વહીવટી અનુભવ છે અને તેમને જમની સ્તરે અને પોતાના સાથેઓ વચ્ચે અપાર સમર્થન મળેલું છે.
આ પણ વાંચો - પટનામાં નીતીશ કુમારના કાફલા પર પથ્થરમારો થયો
આ પણ વાંચો - પટનામાં નીતીશ કુમારના કાફલા પર પથ્થરમારો થયો
Advertisement