Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી પહોંચેલા નીતિશ કુમારે કહ્યું, વિપક્ષ સાથે મળીને કામ કરે

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (CM Nitish Kumar) ત્રણ દિવસીય દિલ્હી (Delhi)  પ્રવાસે છે. આ દરમિયાન આજે તેઓ CPE (M)ના નેતા સીતારામ યેચુરીને મળ્યા હતા. નીતિશ કુમારે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે તેઓ વિપક્ષી પાર્ટીઓને એક કરવાની કોશિશ કરી રહ્યા છે.નીતિશ કુમારે કહ્યું કે વિપક્ષોએ એકજુટ થઈને બંધારણની રક્ષા કરવી જોઈએ. તેમણે પીએમ પદની ઉમેદવારી પર પણ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે à
દિલ્હી પહોંચેલા નીતિશ કુમારે કહ્યું  વિપક્ષ સાથે મળીને કામ કરે
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (CM Nitish Kumar) ત્રણ દિવસીય દિલ્હી (Delhi)  પ્રવાસે છે. આ દરમિયાન આજે તેઓ CPE (M)ના નેતા સીતારામ યેચુરીને મળ્યા હતા. નીતિશ કુમારે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે તેઓ વિપક્ષી પાર્ટીઓને એક કરવાની કોશિશ કરી રહ્યા છે.
નીતિશ કુમારે કહ્યું કે વિપક્ષોએ એકજુટ થઈને બંધારણની રક્ષા કરવી જોઈએ. તેમણે પીએમ પદની ઉમેદવારી પર પણ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે તેમને પીએમ પદ માટે રસ નથી. નીતિશ કુમાર આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને પણ મળશે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતાના ત્રણ દિવસીય પ્રવાસના ભાગરૂપે રાજધાની દિલ્હી પહોંચ્યા છે. 5 સપ્ટેમ્બરના રોજ એરપોર્ટથી બહાર નીકળતાની સાથે જ નીતિશ કુમાર તેમને મળવા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મીડિયાને કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu) અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (Jagdeep Dhankhar) ને પણ મળશે. નીતિશે એમ પણ કહ્યું કે તેઓ વિપક્ષના અન્ય નેતાઓને પણ મળશે.
નીતિશ કુમારે કહ્યું કે, ચાર પાર્ટીના નેતાઓને તો મળવું પડશે, અમે બધાને મળીશું. પ્રયાસ એ છે કે આપણે બધા વિપક્ષ સાથે મળીને રહીએ, બધા ભેગા થાય તો સારું વાતાવરણ બને. પ્રાદેશિક પક્ષને નબળો પાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. અમારી કોઈ ઈચ્છા નથી, અમે માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે વધુને વધુ વિપક્ષ એક સાથે આવે તો સારું રહેશે, અમે તે પ્રયાસ કરીશું.
ઉલ્લેખનીય છે કે  બિહારમાં ફરી એકવાર ભાજપ અને જેડીયુનું ગઠબંધન તૂટ્યું છે. આંકડાઓ અનુસાર, 26 વર્ષમાં આ બીજી વખત નીતિશ બીજેપીથી અલગ થયા છે. નીતીશ વર્ષ 2000માં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારથી તેઓ સાત વખત આ પદ સંભાળી ચૂક્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.