Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નીતીશ કુમારને જાતિ આધારિત વસ્તી ગણતરી પર સુપ્રીમનો ઝટકો, હિંદૂ સેનાની અરજી પર 20 જાન્યુઆરીએ સુનવણી

પટણા, બિહારમાં જાતિઆધારીત વસ્તી ગણતરી નીતિશકુમારના નિર્ણયને સુપ્રીમકોર્ટથી મોટો ઝટકો મળ્યો છે. નીતિશકુમારના (Nitish Kumar) નિર્ણયના વિરોધમાં હિંદુ સેનાએ સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હિંદુ સેના (Hindu Sena) દ્વારા સુપ્રીમકોર્ટમાં જાતિગત જનગણના પર રોક લગાવવાની માગ કરતી અરજી સુપ્રીમકોર્ટમાં દાખલ કરી છે.  સુપ્રીમકોર્ટમાં હિંદુ સેનાની અરજી પર 20 જાન્યુઆરીએ એટલે કે આજે સુનાવણી હાથ ધરાશે. 
05:29 PM Jan 19, 2023 IST | Vipul Pandya
પટણા, બિહારમાં જાતિઆધારીત વસ્તી ગણતરી નીતિશકુમારના નિર્ણયને સુપ્રીમકોર્ટથી મોટો ઝટકો મળ્યો છે. નીતિશકુમારના (Nitish Kumar) નિર્ણયના વિરોધમાં હિંદુ સેનાએ સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હિંદુ સેના (Hindu Sena) દ્વારા સુપ્રીમકોર્ટમાં જાતિગત જનગણના પર રોક લગાવવાની માગ કરતી અરજી સુપ્રીમકોર્ટમાં દાખલ કરી છે.  સુપ્રીમકોર્ટમાં હિંદુ સેનાની અરજી પર 20 જાન્યુઆરીએ એટલે કે આજે સુનાવણી હાથ ધરાશે. 
હિંદુસેનાની અરજી
સુપ્રીમકોર્ટમાં એડવોકેટ મુદિત કૉલ દ્વારા અરજી દાખલ કરાઈ છે. અરજીમાં હિંદુ સેનાએ નીતિશકુમાર પર જાતિગત જનગણના કરાવી દેશની એકતા અને અખંડતતા તોડવાનો આરોપ લગાવ્યો છે.  બિહાર સરકારે ગત વર્ષે 6 જૂને જાતિગત જનગણના કરાવવા માટે નોટીફિકેશન જાહેર કર્યું હતું બિહાર સરકારના અધિકારીના જણાવ્યા મુજબ જાતિગત જનગણનાથી યોગ્ય જાતિની જાણકારી મળી શકે તેની માટે પણ કેટલીક જરૂરી જોગવાઇ કરવામાં આવી છે. સાથે જ આર્થિક સ્થિતિની જાણકારી પણ મેળવવામાં આવશે.
બિહારમાં જાતિઆધારીત વસ્તી ગણતરી શરૂ
બિહારમાં 7 જાન્યુઆરીથી જાતિગત જનગણનાની શરૂઆત થઈ ચુકી છે. બિહાર (Bihar) સરકાર જાતિગત વસ્તીગણતરી પર 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. જાતિગત જનગણાના પ્રથમ તબક્કાનું કામ શરૂ થઇ ગયુ છે. 5.18 લાખથી વધુ કર્મચારી 2 કરોડ 58 લાખ 90 હજાર 497 પરિવારો સુધી પહોચશે. પ્રથમ તબક્કામાં સાતથી 21 જાન્યુઆરી સુધી તમામ ઘરની ગણના થશે. ત્યા રહેતા પરિવારના પ્રમુખનું નામ નોંધવામાં આવશે અને પરિવારના તમામ સભ્યોની જાણકારી રજિસ્ટરમાં નોંધવામાં આવશે. 
લોકો પાસેથી 26 પ્રકારની માહિતી લેવાશે
બીજા તબક્કામાં એકથી 30 એપ્રિલ સુધી જાતિની ગણના સહિત 26 પ્રકારની જાણકારી લોકો પાસેથી લેવામાં આવશે. રાજ્યની બહાર રહેતા લોકોના નામ પણ નોંધવામાં આવશે. સામાન્ય તંત્ર વિભાગે આ મામલે તમામ કલેક્ટરને આદેશ મોકલી દીધા છે. મહત્વપૂર્ણ છે કે આગામી 15 દિવસ સુધી મકાનો પર સંખ્યા અંકિત કરવાનું કામ કરવામાં આવશે.
બિહારમાં જાતિ આધારિત ગણનાની મુખ્ય વાતો
1) સૌથી પહેલા મકાનોની ગણતરી થશે
2) તમામ મકાનોને એક યુનિક નંબર આપવામાં આવશે
3) એક મકાનમાં જો બે પરિવાર અલગ અલગ રહેતા હશે તો તેમનો અલગ-અલગ નંબર હશે
4) એક એપાર્ટમેન્ટના તમામ ફ્લેટના અલગ અલગ નંબર આપવામાં આવશે
5) જાતિ ગણના ફોર્મ પર પરિવારના પ્રમુખની સહી જરૂરી હશે
6) રાજ્યની બહાર નોકરી કરવા ગયેલા પરિવારના સભ્યોની જાણકારી પણ આપવી પડશે
7) જાતિ ગણનામાં ઉપ જાતિની ગણતરી નહી થાય
8) એક ફેબ્રુઆરીથી પરિવારોની આર્થિક સ્થિતિની જાણકારી ભેગી કરવામાં આવશે
9) રાજ્યમાં ઉપલબ્ધ સુવિધાઓની પણ જાણકારી મેળવવામાં આવશે જેમ કે રેલ્વે લાઇન, તળાવ, સ્કૂલ, દવાખાનું વગેરે…
10) ગણના કાર્યમાં લાગેલા કર્મચારીઓ પાસે આઇકાર્ડ હશે, તેની પર બિહાર જાતિ આધારિત ગણતરી 2022 લખેલુ હશે.
આ પણ વાંચો - પીએમ મોદીના હસ્તે કર્ણાટકમાં 10,800 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-શિલાન્યાસ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CastebasedcensusGujaratFirstHinduSenanitishkumarsupremecourtનીતીશકુમારસુપ્રીમકોર્ટ
Next Article