ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એક પછી એક અનેક ઈલેક્ટ્રિક બાઈકમાં આગ લાગવાની ઘટના, નીતિન ગડકરી આકરા પાણીએ, કહ્યું - તમામ બાઈક પાછી ખેંચી લો...

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓને ગંભીરતાથી લીધી છે. નીતિન ગડકરીએ આ ઘટનાઓને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને જો બેદરકારી જણાશે તો સંબંધિત કંપનીઓ પર ભારે દંડ લાદવાનું કહ્યું. આ ઉપરાંત તેમણે એક નિષ્ણાત સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી છે. જે ઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓની માહિતી એકત્ર કરશે. એટલું જ નહીં પરંતુ આ
06:41 PM Apr 21, 2022 IST | Vipul Pandya

કેન્દ્રીય માર્ગ પરિવહન
મંત્રી નીતિન ગડકરીએ સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓને
ગંભીરતાથી લીધી છે.
નીતિન
ગડકરીએ
આ ઘટનાઓને દુર્ભાગ્યપૂર્ણ
ગણાવી અને જો બેદરકારી જણાશે તો સંબંધિત કંપનીઓ પર ભારે દંડ લાદવાનું કહ્યું. આ
ઉપરાંત તેમણે એક નિષ્ણાત સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી છે.
જે ઈલેક્ટ્રિક વાહનોમાં આગ
લાગવાની ઘટનાઓની માહિતી એકત્ર કરશે. એટલું જ નહીં પરંતુ આ અકસ્માતોને રોકવા માટે
જરૂરી સૂચનો પણ આપશે. આ કમિટી રિપોર્ટ તૈયાર કરશે
જેના આધારે ક્વોલિટી
સેન્ટ્રિક ઈલેક્ટ્રિક વાહનોને લઈને ગાઈડલાઈન આપવામાં આવશે.

Tags :
electricbikesfireGujaratFirstNitinGadkari
Next Article