Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ.બંગાળમાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક બગડી નીતિન ગડકરીની તબિયત

કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની( Nitin Gadkari)પશ્ચિમ બંગાળના (West Bengal)સિલિગુડીમાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક તબિયત બગડી ગઈ. એવું કહેવાઈ રહ્યું છે કે ગડકરી કાર્યક્રમ મંચ પાસે એક રૂમમાં ચા પી રહ્યા હતા. ત્યારે અચાનક તેમની તબિયત બગડી. નેઓટિયા હોસ્પિટલ (Neotia Hospital)ના જાણીતા ડોક્ટર પી બી ભુટિયા પોતે ગડકરીની દેખરેખ રાખી રહ્યા છે. હવે કેવી છે તબિયતસિલિગુડીના માટીગારામાં ભાજપના સાંસદ રà
પ બંગાળમાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક બગડી નીતિન ગડકરીની તબિયત
કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની( Nitin Gadkari)પશ્ચિમ બંગાળના (West Bengal)સિલિગુડીમાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક તબિયત બગડી ગઈ. એવું કહેવાઈ રહ્યું છે કે ગડકરી કાર્યક્રમ મંચ પાસે એક રૂમમાં ચા પી રહ્યા હતા. ત્યારે અચાનક તેમની તબિયત બગડી. નેઓટિયા હોસ્પિટલ (Neotia Hospital)ના જાણીતા ડોક્ટર પી બી ભુટિયા પોતે ગડકરીની દેખરેખ રાખી રહ્યા છે. 
હવે કેવી છે તબિયત
સિલિગુડીના માટીગારામાં ભાજપના સાંસદ રાજૂ બિસ્ટાના ઘરે ત્રણ ડોક્ટરોની ટીમ નીતિન ગડકરીની સારવારમાં છે. એવું કહેવાય છે કે તેઓ હવે સારું મહેસૂસ કરી રહ્યા છે અને જલદી તેમને દિલ્હી લઈ જવામાં  આવી શકે છે. 
અગાઉ પણ બગડી ચૂકી છે તબિયત
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત આ અગાઉ પણ અનેક કાર્યક્રમો દરમિયાન બગડી  ચૂકી છે. અગાઉ સપ્ટેમ્બર 2018માં અહેમદનગરના એક કાર્યક્રમ દરમિયાન તેઓ બેભાન થઈ ગયા હતા. આ ઉપરાંત ગડકરી એપ્રિલ 2010માં એક કાર્યક્રમમાં દિલ્હીના જંતર મંતર પર ચક્કર ખાઈને પડ્યા હતા. 
વજન ઓછું કરવા માટે કરાવી હતી સર્જરી
નીતિન ગડકરી ડાયાબિટિસના દર્દી છે અને વજન ઓછું કરાવવા માટે સર્જરી પણ કરાવેલી છે. સપ્ટેમ્બર 2011માં મુંબઈની એક હોસ્પિટલમાં નીતિન ગડકરીએ વજન ઓછું કરાવવા તથા ડાયાબિટિસને કંટ્રોલ કરવા માટે બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી. અત્રે જણાવવાનું કે વજન ઓછું કરવા માટે આ સર્જરી કરાવવામાં આવે છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.