ભાગેડૂ નિરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો, UKમાં હવે કોઈ કાયદાકિય વિકલ્પ વધ્યો નથી
ભારતમાંથી કરોડો રૂપિયાની લોન લઈને બ્રિટન ભાગી ગયેલા ડાયમન્ડ વેપારી નિરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થયો છે. યુનાઈટેડ કિંગ્ડમ (UK)ની સુપ્રીમ કોર્ટે પ્રત્યાર્પણ સામેની નિરવ મોદીની અરજીને ફગાવી દીધી છે. નિરવ મોદી પાસે આ છેલ્લો વિકલ્પ હતો. હાલ તો નિરવ મોદી લંડનની વૈડ્સવર્થ જેલમાં છે.છેલ્લી તક ગુમાવીભાગેડુ નિરવ મોદીએ બ્રિટનની સુપ્રીમ કોર્ટ સામે પ્રત્યાર્પણ સામેની પોતાની અપી
ભારતમાંથી કરોડો રૂપિયાની લોન લઈને બ્રિટન ભાગી ગયેલા ડાયમન્ડ વેપારી નિરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થયો છે. યુનાઈટેડ કિંગ્ડમ (UK)ની સુપ્રીમ કોર્ટે પ્રત્યાર્પણ સામેની નિરવ મોદીની અરજીને ફગાવી દીધી છે. નિરવ મોદી પાસે આ છેલ્લો વિકલ્પ હતો. હાલ તો નિરવ મોદી લંડનની વૈડ્સવર્થ જેલમાં છે.
છેલ્લી તક ગુમાવી
ભાગેડુ નિરવ મોદીએ બ્રિટનની સુપ્રીમ કોર્ટ સામે પ્રત્યાર્પણ સામેની પોતાની અપીલની છેલ્લી તક ગુમાવી દીધી છે. તેમની પાસે હવે બ્રિટનમાં કોઈ કાયદાકિય વિકલ્પ વધ્યો નથી. જોકે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે નિરવ મોગી કેટલાંક અન્ય કાયદાકિય માર્ગો અપનાવી શકે છે. તે યૂરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સમાં જઈને અપીલ કરી શકે છે. આવામાં નિરવ મોદીને ભારતમાં લાવવાનો માર્ગ મોકળો જરૂર થયો છે પણ અનેક એવી અડચણો પણ છે જેનો સામનો કરવો જરૂરી છે.
કોર્ટમાં જવાબ
ગત સપ્તાહે જ ભારતીય ઓથોરિટિએ બ્રિટિશની સુપ્રીમ કોર્ટમાં ભાગેડુ હીરા વેપારી નિરવ મોદીના પ્રત્યાર્પણ આદેશના વિરૂદ્ધ અપીલની મંજુરી આપવાનો અનુરોધ કરતી તેની અરજી પર જવાબ આપ્યો હતો. બ્રિટનની કોર્ટોમાં ભારત સરકાર તરફથી કાયદાકિય લડત લડી રહેલી ક્રાઉન પ્રાસીક્યૂશન સર્વિસે 51 વર્ષિય નિરવ મોદીની અપીલ વિરૂદ્ધ કોર્ટમાં પોતાનો જવાબ આપ્યો હતો.
હાઈકોર્ટે અરજી ફગાવી
બ્રિટનની હાઈકોર્ટે પ્રત્યાર્પણ સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવતા કહ્યું હતું કે, આત્મહત્યાનો પ્રયાસ જોવા મળવો કે પ્રત્યાર્પ નો કોઈ આધાર નથી. જોકે નિરવે બાકીના કાયદાકિય વિકલ્પોનો ઉપયોગ કરતા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જ્યાં તેને નિરાશા સાંપડી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement