Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NINLનું હસ્તાંતરણ જૂલાઇના મધ્ય સુધીમાં થશે પૂર્ણ, 93.71 ટકા હિસ્સા પર થશે ટાટા ગ્રુપની માલિકી

ઓડિશા સ્થિત નીલાચલ ઇસ્પાત નિગમ લિમિટેડ એટલે કે NINLને ટાટા ગ્રુપની એક ફર્મને સોંપવાનું કામ જુલાઇના મધ્ય સુધીમાં પુરુ થવાની સંભાવના છે.એક અધિકારીએ આ જાણકારી આપી.ટાટા સ્ટિલના યુનિટ ટાટા સ્ટિલ લોંગ પ્રોડક્ટસ એટલે કે TSLPએ આ વર્ષે જાન્યુઆરીમાં 12 હજાર 100 કરોડ રૂપિયાના ઉદ્યમ મુલ્ય પર એનઆઇએનએલમાં 93.71 ટકા હિસ્સેદારી હાંસલ કરવાની બોલી જીતી હતી. કંપનીએ જિંદાલ સ્ટિલ એન્ડ પાવર લિમિટેડ, નલવા સ્ટà
ninlનું હસ્તાંતરણ જૂલાઇના મધ્ય સુધીમાં થશે પૂર્ણ  93 71 ટકા હિસ્સા પર થશે ટાટા ગ્રુપની માલિકી
ઓડિશા સ્થિત નીલાચલ ઇસ્પાત નિગમ લિમિટેડ એટલે કે NINLને ટાટા ગ્રુપની એક ફર્મને સોંપવાનું કામ જુલાઇના મધ્ય સુધીમાં પુરુ થવાની સંભાવના છે.એક અધિકારીએ આ જાણકારી આપી.ટાટા સ્ટિલના યુનિટ ટાટા સ્ટિલ લોંગ પ્રોડક્ટસ એટલે કે TSLPએ આ વર્ષે જાન્યુઆરીમાં 12 હજાર 100 કરોડ રૂપિયાના ઉદ્યમ મુલ્ય પર એનઆઇએનએલમાં 93.71 ટકા હિસ્સેદારી હાંસલ કરવાની બોલી જીતી હતી. કંપનીએ જિંદાલ સ્ટિલ એન્ડ પાવર લિમિટેડ, નલવા સ્ટિલ એન્ડ પાવર લિમિટેડ અને જેએસડબલ્યૂ સ્ટિલ લિમિટેડના એક ગઠબંધનને પાછળ છોડતા આ સફળતા પ્રાપ્ત કરી હતી.
એક અધિકારીએ આ મામલે બોલતા જણાવ્યું કે લેવડ-દેવડ અંતિમ તબક્કામાં છે.અને આવતા મહિનાના મધ્ય સુધીમાં હસ્તાંતરણ થઇ જશે, અને ખાસ કરીને આ કંપનીમાં સરકારની કોઇ હિસ્સેદારી ન હોવાથી વેચાણથી થતી આવક રાજકોષમાં જમા નહીં થાય.

મહત્વપૂર્ણ છે કે નીલાચલ ઇસ્પાત નિગમ લિમિટેડનો કલિંગનગર, ઓડિશામાં 1.1 મેટ્રિક ટન ક્ષમતાવાળો એક ઇન્ટીગ્રેટેડ સ્ટિલ પ્લાન્ટ છે.જે ખોટમાં ચાલી રહ્યો હતો, અને આ પ્લાન્ટ 30 માર્ચ 2020થી બંધ છે. કંપની પર 31 માર્ચ 2021ના રોજ 6,600 કરોડ રૂપિયાથી વધુનું દેવુ છે.. તેમાં પ્રમોટરોના 4116 કરોડ રૂપિયા, બેંકોના 1741 કરોડ રૂપિયા અને અન્ય લેણદારો અને કર્મચારીઓને ચૂકવવાની મોટી રકમ સામેલ છે.

Advertisement

Tags :
Advertisement

.