Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સતત વિરોધ પ્રદર્શન વધતાં શ્રીલંકાના વડાપ્રધાનના પરિવારના 9 સભ્યોએ દેશ છોડયો

અસહ્ય મોંઘવારીમાં સપડાયેલા શ્રીલંકાની હાલત દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે. પરિસ્થિતિ હવે રોજ બગડી રહી છે તેવામાં વડાપ્રધાન મહિંદા રાજપક્ષેના પુત્રવધૂ અને તેમના પરિવારના સભ્યો સહિત 9 વ્યક્તિઓ દેશ છોડીને અજ્ઞાત સ્થળે જતા રહ્યા હોવાના અહેવાલો આવી રહ્યા છે. બીજી તરફ શ્રીલંકામાં મોંઘવારીથી ત્રસ્ત થયેલા લોકો કોલંબોમાં સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શ્રીલંકામાં આર્થિક હાલત ખરાબ થà
સતત વિરોધ પ્રદર્શન વધતાં શ્રીલંકાના વડાપ્રધાનના પરિવારના 9 સભ્યોએ દેશ છોડયો
Advertisement
અસહ્ય મોંઘવારીમાં સપડાયેલા શ્રીલંકાની હાલત દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે. પરિસ્થિતિ હવે રોજ બગડી રહી છે તેવામાં વડાપ્રધાન મહિંદા રાજપક્ષેના પુત્રવધૂ અને તેમના પરિવારના સભ્યો સહિત 9 વ્યક્તિઓ દેશ છોડીને અજ્ઞાત સ્થળે જતા રહ્યા હોવાના અહેવાલો આવી રહ્યા છે. બીજી તરફ શ્રીલંકામાં મોંઘવારીથી ત્રસ્ત થયેલા લોકો કોલંબોમાં સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 
શ્રીલંકામાં આર્થિક હાલત ખરાબ થયા બાદ રાજકીય વાતાવરણ પણ બગડી રહ્યું છે. દેશમાં હવે ખાવા માટે અનાજ મળતું નથી તો પેટ્રોલ પંપ પર ઇંધણ પણ મળતું નથી. વડાપ્રધાન મહિંદા રાજપક્ષેના સમગ્ર પ્રધાન મંડળે રાજીનામા આપી દીધા છે અને સરકારમાં નવા ચહેરા લાવવાના પ્રયાસો  શરુ થયા છે ત્યારે બીજી તરફ વડાપ્રધાનના નજીકના સંબંધીઓએ દેશ છોડી દીધો છે. 
વડાપ્રધાન મહિંદા રાજપક્ષે સરકારમાં મંત્રી રહેલા તેમના પુત્ર નમલ રાજપક્ષેની પત્ની લમીની રાજપક્ષેએ શ્રીલંકા છોડી દીધું છે. સાથે જ લમીનીના પરિવારે પણ શ્રીલંકા છોડીને અન્ય દેશોમાં  આશરો લઇ લીધો છે. સરકાર સામે સતત વિરોધ વધતાં તમામે દેશ છોડી દીધો હોવાનું જાણવા  મળે છે. વડાપ્રધાન રાજપક્ષેના પરિવારના 9 સભ્યોએ દેશ છોડી દીધો છે અને અજાણ્યા સ્થળે  જતા રહ્યા છે. 
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં લોકો દેવું અને મોંઘવારીથી ત્રસ્ત થઇ ચૂકયા છે. વિદેશી મુદ્રા ખૂટી પડતાં વિદેશોથી પેટ્રોલિયમ સહિત જરુરી ખાદ્ય પદાર્થો આયાત કરી શકાતી નથી. મોંઘવારી સામે સતત વિરોધ પ્રદર્શન થવાના કારણે ઘણાં શહેરોમાં સરકારે કરફ્યુ લગાવી દીધો છે. શ્રીલંકાના સેન્ટ્રેલ બેંકના ગવર્નરે પણ રાજીનામું આપી દીધું છે. 
Tags :
Advertisement

.

×