Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નીના ગુપ્તાને અપેક્ષા કરતાં વધુ ફી મળી રહી છે, 'બધાઈ હો' પછી બદલાયું નસીબ

નીના ગુપ્તા બોલિવુડમાં તેની બીજી ઇનિંગ્સનો આનંદ માણી રહી છે. નીના 'બધાઈ હો', 'શુભ મંગલ જ્યાદા સાવધાન' અને 'સરદાર કા ગ્રાન્ડ સન' જેવી કેટલીક રસપ્રદ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. હવે તે ફિલ્મ 'ગુડબાય'માં પણ જોવા મળશે, જ્યાં તે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. આ ફિલ્મમાં રશ્મિકા મંદન્ના અને પાવેલ ગુલાટી પણ છે. સાથે જ તેની પાસે પાઇપલાઇનમાં 'ડાયલ 100'નામની ફિલ્મ પણ છે à
નીના ગુપ્તાને અપેક્ષા કરતાં વધુ ફી મળી રહી છે   બધાઈ હો  પછી બદલાયું નસીબ
નીના ગુપ્તા બોલિવુડમાં તેની બીજી ઇનિંગ્સનો આનંદ માણી રહી છે. નીના 'બધાઈ હો', 'શુભ મંગલ જ્યાદા સાવધાન' અને 'સરદાર કા ગ્રાન્ડ સન' જેવી કેટલીક રસપ્રદ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. હવે તે ફિલ્મ 'ગુડબાય'માં પણ જોવા મળશે, જ્યાં તે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. આ ફિલ્મમાં રશ્મિકા મંદન્ના અને પાવેલ ગુલાટી પણ છે. સાથે જ તેની પાસે પાઇપલાઇનમાં 'ડાયલ 100'નામની ફિલ્મ પણ છે જેમાં નીના મનોજ બાજપેયી અને સાક્ષી તંવર સાથે અભિનય કરશે. ફિલ્મો ઉપરાંત, નીના કેટલીક વેબ સિરીઝમાં પણ જોવા મળી છે. તેની બહુચર્ચિત  વેબસિરિઝમાં નેટફ્લિક્સ પરની 'મસાબા મસાબા' અને એમેઝોન પ્રાઇમ વિડિયોની 'પંચાયત' સિરિઝનો પણ સમાવેશ થાય છે.

થોડા વર્ષો પહેલા  સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કામ માંગતી હતી 
નીના ગુપ્તાની વેબ સિરીઝ 'પંચાયત' પણ જબરદસ્ત હિટ રહી છે. તેણે કહ્યું કે પહેલા તેને માત્ર શહેરી મહિલાનો રોલ આપવામાં આવ્યો હતો પરંતુ 'બધાઈ હો' ફિલ્મમાં તેના પાત્રી ખૂબ સરાહના થઇ ત્યાર બાદ ફિલ્મોમાં તેને વધારે સ્પેસ પણ મળવાં લાગી. બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કામ માંગતી હતી, પરંતુ આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ 'બધાઈ હો' પછી તેનું નસીબ એવું બદલાયું કે હવે તેની પાસે કામની કોઈ કમી નથી. મેકર્સ હવે તેમને માત્ર વૈવિધ્યસભર ભૂમિકાઓ જ ઓફર કરી રહ્યાં નથી પરંતુ તેને તેના કામ માટે સારીએવી ફી પણ ઓફર કરી રહ્યાં છે. આ વતા ખુજ નીના ગુપ્તાએ કબૂલી છે નીનાએ કહ્યું કે તેને જરૂર કરતાં વધુ ફી મળી રહી છે.
નીના ગુપ્તાની કેટલીક સુપરહિટ ફિલ્મો
નીના ગુપ્તાએ તો ત્યાં સુધી કહ્યું કે, તે જાણીને ચોંકી ગઈ હતી કે તેને તાજેતરમાં એક પ્રોજેક્ટ માટે આટલા વધુ પૈસાની ઓફર કરવામાં આવી રહી હતી. 2018ની ફિલ્મ 'બધાઈ હો' પછી નીના ગુપ્તાએ 'પંગા', 'શુભ મંગલ જ્યાદા સાવધાન', 'સરદાર કા પૌત્ર', 'ડાયલ 100', '83' અને 'ગુડબાય' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ તમામ ફિલ્મોમાં તેનો અભિનય જોરદાર રહ્યો છે.
હવે ઘણા પ્રકારના પાત્રો ઓફર કરવામાં આવે છે
નીના ગુપ્તાની વેબ સિરીઝ 'પંચાયત' પણ જબરદસ્ત હિટ રહી છે. નીના ગુપ્તાએ જણાવ્યું કે પહેલા તેને માત્ર શહેરી મહિલાનું પાત્ર આપવામાં આવતું હતું પરંતુ 'બધાઈ હો' પછી આ ટાઇપના પાત્રોની ડિમાન્ડ વધી છે. હવે તેને દરેક પ્રકારના પાત્રો ઓફર કરવામાં આવે છે, જેની સાથે તેને પહેલા કરતા વધુ સારી ફી પણ ઓફર કરવામાં આવે છે.ફી અપેક્ષા કરતા વધુ મળી રહી છે. ઇન્ટરવ્યુમાં નીના ગુપ્તાએ કહ્યું, 'મને ખૂબ સારા પૈસાની ઓફર કરવામાં આવી રહી છે. તાજેતરમાં મેં એક પ્રોજેક્ટ કર્યો જેના માટે મેં મારા મેનેજરને પૂછ્યું કે આ પ્રોજેક્ટ માટે મને કેટલા પૈસા મળે છે? તો જે કિંમત મને કહેવામાં આવી તે જાણીને હું ચોંકી ગઇ હતી.  
Advertisement
Tags :
Advertisement

.