Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PFI પર NIAની મેગા એક્શન: 11 રાજ્યો, 106 બેનામી સ્થળોએ દરોડા, 100થી વધુની ધરપકડ, દેશવિરોધી તત્ત્વો સામે લાલ આંખ

NIA દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેની સંબંધિત કડીઓ પર દરોડા પાડી રહી છે. આ દરોડા 11 રાજ્યોમાં થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં PFI સાથે જોડાયેલા 106 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં પીએફઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓએમએસ સલામ પણ સામેલ છે. NIAને PFI સાથે સંકળાયેલા લોકોની શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દેશભરમાં દરોડા પાડી રહી છે. આ દરોડા પીએફઆઈ એટલે કે પ
pfi પર niaની મેગા એક્શન  11 રાજ્યો  106  બેનામી સ્થળોએ દરોડા  100થી વધુની ધરપકડ   દેશવિરોધી તત્ત્વો સામે લાલ આંખ
NIA દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેની સંબંધિત કડીઓ પર દરોડા પાડી રહી છે. આ દરોડા 11 રાજ્યોમાં થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં PFI સાથે જોડાયેલા 106 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં પીએફઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓએમએસ સલામ પણ સામેલ છે. NIAને PFI સાથે સંકળાયેલા લોકોની શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દેશભરમાં દરોડા પાડી રહી છે. આ દરોડા પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સાથે સંકળાયેલા લોકો અને તેમના ગુપ્ત સ્થળો પર કરવામાં આવી રહ્યા છે. NIA દેશના 11 રાજ્યોમાં દરોડા પાડી રહી છે. અત્યાર સુધીમાં PFI સાથે જોડાયેલા સંદિગ્ધ 106 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. જાણો PFI શું છે, જેના અડ્ડાઓ પર NIA દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે? કયા રાજ્યોમાં સક્રિય, કયા વિવાદોમાં નામ સામેલ? બધા પ્રશ્નોના જવાબ આ રહ્યા. 
એજન્સી દ્વારા શું થઇ કાર્યવાહી ? 
NIAએ અત્યાર સુધીમાં સૌથી વધુ 22 લોકોની કેરળમાંથી ધરપકડ કરી છે. જ્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી 20-20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત તામિલનાડુમાંથી 10, આસામમાંથી 9, ઉત્તર પ્રદેશમાંથી 8, આંધ્રપ્રદેશમાંથી 5, મધ્યપ્રદેશમાંથી 4, પુડુચેરી અને દિલ્હીમાંથી 3-3 અને રાજસ્થાનમાંથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. NIAએ PFIના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓએમએસ સલામ અને દિલ્હી પ્રમુખ પરવેઝ અહેમદની પણ ધરપકડ કરી છે.
 ED attaches 33 bank accounts of Popular Front of India in money laundering  case
શા માટે ચાલી રહ્યું છે આ મેગા સર્ચ ઓપરેશન? 
અધિકારીઓએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ટેરર ​​ફંડિંગ, ટ્રેનિંગ કેમ્પ અને લોકોને સંગઠનમાં જોડાવા માટે ઉશ્કેરનારા લોકો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. કારણકે આ સંગઠન સાથે જોડાયેલી કેટલાક કટ્ટર અસામાજિક તત્ત્વો દ્વારા દેશમાં કોમવાદને ઉશ્કેરવાની અનેક ઘટનાના તાર આ સંગઠન સાથે જોડાયેલાં છે. તેમાં ખાસ કરી દક્ષિણ ભારત કેરળમાં આ ગતિવિધિઓ વધારે થઇ રહ્યી હતી. સાથે જ એજન્સીઓ પાસે ઇનપુટ્સ હતા કે પટનાના ફુલવારી શરીફમાં ગઝવા-એ-હિંદની સ્થાપના કરવાનું કાવતરું રચાઇ રહ્યું હતું, જેને ડામવા NIAએ તાજેતરમાં દેશવ્યાપી દરોડા પાડ્યા હતા. તેલંગાણાના નિઝામાબાદમાં PFI કરાટે ટ્રેનિંગના નામે હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપતી હતી. આ કેસમાં પણ NIAએ દરોડા પાડ્યા હતા. આ સિવાય કર્ણાટકના હિજાબ વિવાદ અને કર્ણાટકમાં જ પ્રવીણ નેત્રુની હત્યા હોય કે રાજસ્થાનમાં  કનૈયાલાલ દરજીની ઘાતકી હત્યા હોય આ તમામ કાવતરાંમા  પણ પીએફઆઈ કનેક્શન સામે આવ્યું હતું.
 એટલું જ નહીં સૂત્રોનું કહેવું છે કે PFI સાથે જોડાયેલા લોકો પણ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધમાં સામેલ થયા હતા. 
NIA ने छापेमारी में PFI से जुड़े 100 से ज्यादा लोगों को गिरफ्तार किया है. (प्रतीकात्मक तस्वीर)
પરંતુ આ પીએફઆઈ PFI શું છે? તે કેટલા રાજ્યોમાં સક્રિય છે? શું કામ કરે છે? 
પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા( PFI) ની રચના 22 નવેમ્બર 2006ના રોજ ત્રણ મુસ્લિમ સંગઠનોના એકીકરણ દ્વારા કરવામાં આવી હતી. તેમાં કેરળનો નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ, કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી અને તમિલનાડુની માનીતા નીતિ પાસરાઈનો સમાવેશ થાય છે. PFI પોતાને  નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન તરીકે વર્ણવે છે. જો કે સંસ્થા PFIમાં સભ્યોની સંખ્યા વિશે માહિતી આપતી નથી. જો કે, તે દાવો કરે છે કે તેના 20 રાજ્યોમાં એકમો છે. શરૂઆતમાં, PFIનું મુખ્યાલય કેરળના કોઝિકોડમાં હતું, પરંતુ પછીથી તેને દિલ્હી ખસેડવામાં આવ્યું. OMA સલામ તેના પ્રમુખ છે અને EM અબ્દુલ રહીમાન આ સંસ્થાના ઉપપ્રમુખ છે.
પીએફઆઈ પાસે પોતાનો યુનિફોર્મ પણ છે. (ફોટો-PFI)
એટલું જ નહીં પીએફઆઈ પાસે પોતાનો યુનિફોર્મ પણ છે. દર વર્ષે 15 ઓગસ્ટે PFI ફ્રીડમ પરેડનું આયોજન પણ કરે છે. 2013માં કેરળ સરકારે આ પરેડ પર પ્રતિબંધ મૂક્યો હતો. કારણ કે પીએફઆઈના યુનિફોર્મમાં પોલીસના યુનિફોર્મની જેમ સ્ટાર્સ અને પ્રતીકો હોય છે.
ભાજપના નેતાની હત્યામાં પણ નામ આવ્યું હતું
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં 26 જુલાઈના રોજ ભાજપ યુવા મોરચાના જિલ્લા સચિવ પ્રવીણ નેતારુની હત્યા કરવામાં આવી હતી. જ્યારે પ્રવીણ પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રાત્રે 9 વાગ્યાની આસપાસ બદમાશોએ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે પ્રવીણે ઉદયપુરના કન્હૈયાલાલના સમર્થનમાં એક પોસ્ટ શેર કરી હતી. જેના કારણે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં NIAએ દરોડા પણ પાડ્યા હતા. પ્રવીણની હત્યામાં PFI જોડાયેલ હોવાના પણ આરોપો છે.
PFI વિવાદો સાથે  શું નાતો છે?  
PFIને વિવાદનું બીજું નામ કહેવામાં આવે તો ખોટું નહીં હોય. પીએફઆઈના કાર્યકરો આતંકવાદી સંગઠનો સાથેના જોડાણથી લઈને નિર્દોશ લોકોની ઉશકેરણીજનક નિર્મ હત્યા સુધીના આરોપો થઇ રહ્યા છે. 2012માં કેરળ સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે PFIનું 27 હત્યા કેસ સાથે સીધું જોડાણ છે. આમાંના મોટા ભાગના મામલા આરએસએસ અને સીપીએમના કાર્યકરોની હત્યા સાથે જોડાયેલા હતા. જુલાઈ 2012માં કન્નુરમાં વિદ્યાર્થી સચિન ગોપાલ અને ચેંગનુરમાં એબીવીપી નેતા વિશાલ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. PFI પર આ હુમલાનો આરોપ હતો. બાદમાં ગોપાલ અને વિશાલ બંનેના મોત થયા હતા. 2010માં પીએફઆઈનું સિમી સાથે જોડાણ હોવાના આક્ષેપો થયા હતા. તેનું પણ એક કારણ હતું. કારણકે તે સમયે પીએફઆઈના અધ્યક્ષ અબ્દુલ રહેમાન હતા, જે સિમીના રાષ્ટ્રીય સચિવ રહી ચૂક્યા છે. જ્યારે પીએફઆઈના રાજ્ય સચિવ અબ્દુલ હમીદ એક સમયે સિમીના સચિવ હતા. તે સમયે પીએફઆઈના મોટાભાગના નેતાઓ એક સમયે સિમીના સભ્યો હતા. જો કે, પીએફઆઈએ દરવખતે સિમી સાથે જોડાણના આરોપોને નકારી કાઢ્યા છે.

અલ કાયદા અને તાલિબાન જેવા આતંકવાદી સંગઠનો સાથે સંબંધ હોવાના આક્ષેપો
2012 માં, કેરળ સરકારે હાઈકોર્ટને કહ્યું હતું કે PFI પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)નું નવું સ્વરૂપ છે. PFIના કાર્યકરો પર અલ કાયદા અને તાલિબાન જેવા આતંકવાદી સંગઠનો સાથે સંબંધ હોવાના આક્ષેપો પણ થયા છે. જો કે, PFI પોતાને દલિતો અને મુસ્લિમોના ઉદ્દેશ્ય માટે લડતી સંસ્થા તરીકે વર્ણવે છે.


પીએફઆઈનો દાવો છે કે  સંસ્થાની છબી ખરાબ થાય છે
એપ્રિલ 2013 માં, કેરળ પોલીસે કુન્નુરમાં નરથ પર દરોડો પાડ્યો અને 21 PFI કાર્યકરોની ધરપકડ કરી. દરોડામાં પોલીસે બે દેશી બનાવટના બોમ્બ, એક તલવાર, બોમ્બ બનાવવા માટેનો કાચો માલ અને કેટલાક પેમ્ફલેટ મળી આવ્યા હતા. જો કે, પીએફઆઈએ દાવો કર્યો હતો કે આ મામલો સંસ્થાની છબી ખરાબ કરવા માટે કરવામાં આવ્યો છે. બાદમાં આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી હતી. 
ઉત્તર ભારતીયો વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું
જુલાઈ-ઓગસ્ટ 2012માં આસામમાં ભયાનક રમખાણો થયા હતા. આ રમખાણો સ્થાનિક બોડો સમુદાય અને મુસ્લિમો વચ્ચે થયા હતા. આ રમખાણો પછી દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતીયો વિરુદ્ધ અભિયાન શરૂ થયું. આ અંતર્ગત ઉત્તર ભારતીયો વિરુદ્ધ હજારો મેસેજ મોકલવામાં આવ્યા હતા. પરિણામ એ આવ્યું કે દક્ષિણ ભારતમાં રહેતા ઉત્તર ભારતીયોને અમુક વિસ્તારોમાંથી ખસેડવું પડ્યું. એવા આરોપો હતા કે આ સંદેશાઓ હરકત-ઉલ-જેહાદ-અલ-ઈસ્લામી (HuJI) અને PFI દ્વારા મોકલવામાં આવ્યા હતા. જો કે, પીએફઆઈનું કહેવું છે કે કોઈપણ તપાસમાં એવું બહાર આવ્યું નથી કે આ સંદેશાઓ તેમના સંગઠન અને હુજી દ્વારા મોકલવામાં આવ્યા હતા.

2012ના રોજ એક દિવસમાં 6 કરોડથી વધુ મેસેજ મોકલવામાં આવ્યા
રિપોર્ટ્સ અનુસાર 13 ઓગસ્ટ 2012ના રોજ એક દિવસમાં 6 કરોડથી વધુ મેસેજ મોકલવામાં આવ્યા હતા. આમાંના 30% મેસેજ પાકિસ્તાનથી આવ્યા હતા. તેને SMS અભિયાન પણ કહેવામાં આવે છે. તેનો હેતુ ઉત્તર ભારતીયોમાં ડર પેદા કરીને તેમને ભગાડવાનો હતો. એકલા બેંગ્લોરથી ત્રણ દિવસમાં 30 હજારથી વધુ ઉત્તર ભારતીયો પરત ફર્યા હતા.
દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ વિરોધ અને હિંસા
જાન્યુઆરી 2020 માં પણ, જ્યારે દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ વિરોધ અને હિંસા થઈ હતી, ત્યારે કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે તેમાં PFIની ભૂમિકાનો દાવો કર્યો હતો. જો કે, પીએફઆઈએ આ પ્રદર્શનોમાં તેમની સંડોવણીને નકારી કાઢી હતી.જોકે, પીએફઆઈના જનરલ સેક્રેટરી અનીસ અહેમદે કહ્યું હતું કે તેમની સંસ્થા કાયદાકીય અને લોકતાંત્રિક રીતે કામ કરે છે.
 દેશમાં હિંસા ભડકાવવાનો આરોપ
ગયા વર્ષે માર્ચ 2021માં, UP STFએ શાહીન બાગ સ્થિત PFIની ઓફિસની તપાસ કરી હતી. આ પહેલા વધુ એક વખત પીએફઆઈની ઓફિસની સર્ચ કરવામાં આવી છે. ED PFI દ્વારા કથિત મની લોન્ડરિંગ અને વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) પર દિલ્હી અને UP રમખાણોમાં તેની ભૂમિકાની તપાસ કરી રહી છે.
ભારતને ઈસ્લામિક સ્ટેટ બનાવવું
પીએફઆઈ પર વારંવાર ધર્માંતરણનો આરોપ મૂકવામાં આવ્યો છે, પરંતુ તે તેને નકારે છે. જો કે, 2017ના મિડીયાના સ્ટિંગ ઓપરેશનમાં, PFIના સ્થાપક સભ્યોમાંના એક અહેમદ શરીફે કબૂલાત કરી હતી કે તેમનો ઉદ્દેશ્ય ભારતને ઈસ્લામિક સ્ટેટ બનાવવાનો હતો.જ્યારે શરીફને પૂછવામાં આવ્યું કે શું પીએફઆઈ અને સત્ય સરાની (પીએફઆઈનું સંગઠન)નો છુપો હેતુ ભારતને ઈસ્લામિક સ્ટેટ બનાવવાનો છે? તો આના પર તેણે કહ્યું, 'આખી દુનિયા. માત્ર ભારત જ શા માટે? ભારતને ઈસ્લામિક સ્ટેટ બનાવ્યા બાદ અમે અન્ય દેશોમાં જઈશું.
PFI પાસે પૈસા ક્યાંથી આવે છે?
આ સ્ટિંગ ઓપરેશનમાં શરીફે કબૂલાત પણ કરી હતી કે તેને મિડલ ઈસ્ટના દેશોમાંથી 5 વર્ષમાં 10 લાખ રૂપિયાનું ફંડિંગ મળ્યું હતું. શરીફે કબૂલાત કરી હતી કે પીએફઆઈ અને સત્ય સરનીને મિડલ ઈસ્ટના દેશોમાંથી 10 લાખ રૂપિયાથી વધુનું ફંડિંગ કરવામાં આવ્યું હતું અને આ પૈસા હવાલા દ્વારા તેમની પાસે આવ્યા હતા. ફેબ્રુઆરી 2021 માં, યુપી પોલીસ ટાસ્ક ફોર્સે દાવો કર્યો હતો કે PFI ને અન્ય દેશોની ગુપ્તચર એજન્સીઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. જો કે, તેણે તે દેશોના નામ આપ્યા નથી. અગાઉ જાન્યુઆરી 2020 માં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પણ તપાસ પછી દાવો કર્યો હતો કે 4 ડિસેમ્બર 2019 થી 6 જાન્યુઆરી 2020 વચ્ચે PFI સાથે જોડાયેલા 10 ખાતાઓમાં 1.04 કરોડ રૂપિયા આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન પીએફઆઈએ તેના ખાતામાંથી રૂ. 1.34 કરોડ ઉપાડી લીધા હતા. 6 જાન્યુઆરી પછી, CAA વિરુદ્ધ વિરોધ ઉગ્ર બન્યો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠકમાં PFI પર સર્જિકલ સ્ટ્રાઈકની સ્ક્રિપ્ટ લખાઈ 
NIA PFI રેઇડમાં ગુરુવારે, NIA અને EDએ 11 રાજ્યોમાં લગભગ 106 સ્થળોએ કાર્યવાહી કરી છે. અહેવાલ છે કે આ દરમિયાન પાર્ટીના ઘણા મોટા નેતાઓ સહિત 100 થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.કેન્દ્રની વિવિધ એજન્સીઓએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. દેશના 11 રાજ્યોમાં 106 સ્થળો પર દરોડા પાડીને 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે. આમાં પાર્ટીના ઘણા મોટા નેતાઓ પણ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર કાર્યવાહીની સ્ક્રિપ્ટ 29 ઓગસ્ટે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠકમાં લખવામાં આવી હતી. તે દરમિયાન શાહે PFIની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.

PFI સામે મોટી કાર્યવાહી કરવાની યોજના
ન્યૂઝ18ના જણાવ્યા અનુસાર, 29 ઓગસ્ટના રોજ મીટિંગમાં ભાગ લેનારા ટોચના અધિકારીઓએ કહ્યું કે શાહ PFI અને તેની સંબંધિત પ્રવૃત્તિઓ વિશે માહિતી ઇચ્છે છે. તે દરમિયાન, જ્યારે હાજર લોકોએ તેમને માહિતી પૂરી પાડી, ત્યારે તેમણે વિવિધ એજન્સીઓને જવાબદારીઓ વહેંચી. PFI સામે મોટી કાર્યવાહી કરવાની યોજના હતી, પરંતુ એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે એજન્સીઓ પહેલા તેમનું હોમવર્ક કરશે.
11 રાજ્યો, 106 છુપાવાનાં સ્થળો, 100થી વધુની ધરપકડ; PFI પર NIAની મેગા એક્શન
બેઠક દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, RAW, IB, NIA ચીફ સહિત ઘણા મોટા અધિકારીઓએ હાજરી આપી હતી. શાહે સ્પષ્ટ કર્યું હતું કે પીએફઆઈના સમગ્ર કેડર, ભંડોળ અને આતંકવાદી નેટવર્કને તોડી પાડવું પડશે અને તેમાં વિવિધ એજન્સીઓને સામેલ કરવા માટે એક યોજના તૈયાર કરવામાં આવી છે.
કેમ કરી સરકારે લાલ આંખ 
રિપોર્ટ અનુસાર, બેઠક દરમિયાન કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓને માહિતી એકત્ર કરવા અને ડોઝિયર તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. હત્યા અને ખંડણીના કેસમાં પીએફઆઈ કેડરની સંડોવણી સંબંધિત તમામ વિગતો લખવા એજન્સીઓને સૂચના આપવામાં આવી હતી. NIAને કેસોની તપાસ કરવા અને સમગ્ર દેશમાં કેડરને પકડવા માટે છટકું તૈયાર કરવા કહેવામાં આવ્યું હતું. તાજેતરમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પીએફઆઈ સાથે સંબંધિત ઘણા કેસ પણ એનઆઈએને સોંપવામાં આવ્યા હતા, જેની અગાઉ રાજ્ય પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.

EDની ભૂમિકા
29 ઓગસ્ટની મીટિંગ પછી, EDને PFI ફંડિંગ, વિદેશી સહાય અને ગેરકાયદેસર વ્યવહારો પર પ્રારંભિક અહેવાલો તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સાથે રાજ્યની પોલીસને પણ આ યોજનામાં તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો. આ દરમિયાન તે રાજ્યોને ખાસ સામેલ કરવામાં આવ્યા હતા, જેઓ આ સંગઠન અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા અને રોજેરોજ તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સામનો કરી રહ્યાં હતા.
'ઓપરેશન મિડનાઈટ'
ગુરુવારે NIA અને EDએ 11 રાજ્યોમાં લગભગ 106 સ્થળો પર કાર્યવાહી કરી હતી. અહેવાલ છે કે આ દરમિયાન પાર્ટીના ઘણા મોટા નેતાઓ સહિત 100 થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીને 'ઓપરેશન મિડનાઈટ' નામ આપવામાં આવ્યું હતું. એજન્સીઓએ ચેરમેન ઓએમએ સલામને પણ કસ્ટડીમાં લીધા હતા. હાલમાં, દરોડા ચાલુ છે. અહીં દિલ્હીમાં શાહ અધિકારીઓ સાથે બેઠક પણ કરી રહ્યાં છે.
Advertisement
Tags :
Advertisement

.