Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગેંગસ્ટર વિરુદ્ધ એક્શનમાં NIA, ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં પાડ્યા દરોડા

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મંગળવારે વહેલી સવારે ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં ગેંગ અને આતંકવાદી જૂથો સાથે તેમની સાંઠગાંઠ સામે ચાલી રહેલા કેસના સંદર્ભમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સંદર્ભે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ઉત્તર ભારતમાં લગભગ 50 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડા દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, યુપી, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ગેંગસ્ટરો પર પા
ગેંગસ્ટર વિરુદ્ધ એક્શનમાં nia  ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં પાડ્યા દરોડા
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મંગળવારે વહેલી સવારે ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં ગેંગ અને આતંકવાદી જૂથો સાથે તેમની સાંઠગાંઠ સામે ચાલી રહેલા કેસના સંદર્ભમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સંદર્ભે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ઉત્તર ભારતમાં લગભગ 50 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડા દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, યુપી, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ગેંગસ્ટરો પર પાડવામાં આવ્યા છે. 
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને બંબીહા જૂથના સભ્યો નિશાના પર
મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી આ લોકોના ઠેકાણા, તેમની નજીકના લોકો અને અન્ય માહિતીની તપાસ ચાલી રહી હતી. મહત્વનું છે કે, આ લોકોની મિલકત પણ અટેચ કરી શકાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર હરિયાણાના 10 જિલ્લા અને પંજાબના 3 થી 4 જિલ્લામાં NIAના દરોડા પાડવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરોડા દરમિયાન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને બંબીહા જૂથના સભ્યો નિશાના પર છે. 
Advertisement

PFI પર સકંજો
સપ્ટેમ્બરની શરૂઆતમાં, NIAની આગેવાની હેઠળની અનેક એજન્સીઓએ 15 રાજ્યોમાં 93 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના 106 નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરી હતી, જેઓ દેશમાં આતંકવાદને ભંડોળ પૂરું પાડવામાં કથિત રીતે સામેલ હતા. અધિકારીઓએ કહ્યું હતું કે, કેરળમાં સૌથી વધુ 22 PFI કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા લોકોમાં તેના પ્રમુખ ઓ.એમ.એ. સલામ પણ સામેલ છે. અધિકારીઓએ તેને PFI સામેનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન ગણાવ્યું હતું.
NIA, ED અને સંબંધિત રાજ્યોના પોલીસ દળ દ્વારા કરવામાં આવી ધરપકડ
અધિકારીઓએ જણાવ્યું કે NIA, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સંબંધિત રાજ્યોના પોલીસ દળો દ્વારા  ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, 15 રાજ્યોમાં જ્યાં 93 સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા છે તેમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, આસામ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, પશ્ચિમ બંગાળ, બિહાર અને મણિપુરનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે કેરળમાં સૌથી વધુ (22)ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર (20), કર્ણાટક (20), તમિલનાડુ (10), આસામ (9), ઉત્તર પ્રદેશ (8), આંધ્રપ્રદેશ (5), મધ્યપ્રદેશ (4), પુડુચેરી (3), દિલ્હી (3) અને રાજસ્થાન (2)મા ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, દરોડા સવારે 3:30 વાગ્યે શરૂ થયા હતા અને દેશભરની વિવિધ કચેરીઓના કુલ 300 NIA અધિકારીઓ સામેલ હતા.
Tags :
Advertisement

.