Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM MODIના જન્મદિને આ રાજ્યમાં તાજા જન્મેલા બાળકોને મળશે અનોખી ભેંટ, જાણો

ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુ એકમે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર નવજાત શિશુઓને સોનાની વીંટી આપવાનો નિર્ણય કર્યો છે. જન્મદિવસના આ પ્રસંગમાં અન્ય યોજનાઓમાં આ પ્રસંગે 720 કિલો માછલીનું વિતરણ સામેલ છે. મત્સ્યોદ્યોગ અને માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગને કહ્યું, અમે ચેન્નાઈમાં સરકારી RSRM હોસ્પિટલની પસંદગી કરી છે જ્યાં PMના જન્મદિવસ પર જન્મેલા તમામ બાળકોને સોનાàª
pm modiના જન્મદિને આ રાજ્યમાં તાજા જન્મેલા બાળકોને મળશે અનોખી ભેંટ  જાણો
ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુ એકમે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર નવજાત શિશુઓને સોનાની વીંટી આપવાનો નિર્ણય કર્યો છે. જન્મદિવસના આ પ્રસંગમાં અન્ય યોજનાઓમાં આ પ્રસંગે 720 કિલો માછલીનું વિતરણ સામેલ છે. મત્સ્યોદ્યોગ અને માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગને કહ્યું, અમે ચેન્નાઈમાં સરકારી RSRM હોસ્પિટલની પસંદગી કરી છે જ્યાં PMના જન્મદિવસ પર જન્મેલા તમામ બાળકોને સોનાની વીંટી આપવામાં આવશે.
 તેમણે કહ્યું કે દરેક વીંટી લગભગ 2 ગ્રામ સોનાની હશે, જેની કિંમત લગભગ 5000 રૂપિયા હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ રેવડી મફતમાં આપવામાં આવતી નથી. પરંતુ આ દ્વારા અમે વડાપ્રધાનના જન્મદિવસે જન્મેલા બાળકોનું સ્વાગત કરવા માંગીએ છીએ. ભાજપના સ્થાનિક એકમનો અંદાજ છે કે આ હોસ્પિટલમાં 17 સપ્ટેમ્બરે 10-15 બાળકોનો જન્મ થઈ શકે છે.
આ પ્રસંગે દક્ષિણનું આ રાજ્ય બીજી અનોખી યોજના લઈને આવ્યું છે. મત્સ્યોદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે, 720 કિલો માછલીના વિતરણ માટે મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના મત વિસ્તારની પસંદગી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) યોજનાનો ઉદ્દેશ્ય માછલીના વપરાશને પ્રોત્સાહિત કરવાનો છે. તેથી, અમે આ પગલું ભરી રહ્યા છીએ. જો કે પીએમ શાકાહારી છે. પીએમ મોદી આ વખતે 72 વર્ષના થઈ રહ્યા છે તેથી 720નો આંકડો પસંદ કરવામાં આવ્યો છે.
 વડા પ્રધાન મોદીના જન્મદિવસ પર, દિલ્હી ભાજપ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી 'સેવા પખવાડીયુ ' ઉજવશે. આ દરમિયાન આરોગ્ય તપાસ અને રક્તદાન શિબિર સહિતના અન્ય કાર્યક્રમો યોજાશે. દિલ્હી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે આ પ્રસંગે એક ખાસ રેસનું આયોજન કરવામાં આવશે, જેમાં ઝૂંપડપટ્ટીના લોકો ભાગ લઈ શકશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 18 ઓક્ટોબરે રેસને ફ્લેગ ઓફ કરશે. શહેરની ઝૂંપડપટ્ટીના 10,000 જેટલા બાળકો અને યુવાનો દોડમાં ભાગ લેશે.
Advertisement
Tags :
Advertisement

.