Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટે રચ્યો ઈતિહાસ, મુરલીધરનના આ વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે આ મેચમાં 553 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટે ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ચાર ચોક્કાની મદદથી 18 બોલમાં અણનમ 16 રન બનાવ્યા હતા. આ સાથે તેણે વિશેષ વિશ્વ રેકોર્ડની બરાબરી કરી લીધી છà«
ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટે રચ્યો ઈતિહાસ  મુરલીધરનના આ વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી
ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે આ મેચમાં 553 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટે ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ચાર ચોક્કાની મદદથી 18 બોલમાં અણનમ 16 રન બનાવ્યા હતા. આ સાથે તેણે વિશેષ વિશ્વ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. 
બોલ્ટ ટેસ્ટ ક્રિકેટમાં 11માં નંબર પર બેટિંગ કરતી વખતે સૌથી વધુ રન બનાવવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ટ્રેન્ટ બોલ્ટે શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર રહી ચુકેલા મુથૈયા મુરલીધરનના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. મુરલીધરને તેની ટેસ્ટ કારકિર્દીમાં 11માં નંબર પર બેટિંગ કરતા 623 રન બનાવ્યા હતા. હવે ન્યૂઝીલેન્ડનો આ ફાસ્ટ બોલર બેટ્સમેન તરીકે શ્રીલંકાના મહાન અને દિગ્ગજ બોલરની બરાબરી કરવામાં સફળ રહ્યો છે. ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન ડેરીલ મિશેલે 190 રન બનાવ્યા હતા અને ટોમ બ્લંડેલે 106 રનની ઈનિંગ રમીને કિવી ટીમને 553 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ, સદી ફટકારનાર આ બે બેટ્સમેન એટલા ચર્ચામાં નહોતા જેટલા 11માં નંબર પર બેટિંગ કરવા આવેલા ટ્રેન્ટ બોલ્ટ હતા. આ દરમિયાન તેણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
વાસ્તવમાં ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઇનિંગમાં 18 બોલમાં 4 ચોક્કાની મદદથી 16 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે 11મા નંબર પર બેટિંગ કરીને તેણે મુથૈયા મુરલીધરનના વર્લ્ડ રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. આ નંબર પર બેટિંગ કરતા શ્રીલંકાના દિગ્ગજ ખેલાડીએ 87 ટેસ્ટમાં 623 રન બનાવ્યા હતા. આ 18 રનની મદદથી બોલ્ટે 11માં નંબર પર બેટિંગ કરતા આટલા રન બનાવી દીધા છે. 11માં નંબર પર બેટિંગ કરતા બોલ્ટે 78 ઇનિંગ્સમાં 623 રન બનાવ્યા છે. આ મામલામાં તેણે શ્રીલંકાના મુથૈયા મુરલીધરનની બરોબરી કરી છે, જેણે નંબર 11 પર બેટિંગ કરતા 98 ઇનિંગ્સમાં 623 રન બનાવ્યા છે. આ લિસ્ટમાં ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન 164 ઈનિંગ્સમાં 609 રન સાથે બીજા ક્રમે છે.
Advertisement
Tags :
Advertisement

.