Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ન્યૂઝિલેન્ડે શ્રીલંકાને 65 રનથી આપ્યો પરાજય

T20 વર્લ્ડ કપ 2022 NZ vs SL: T20 વર્લ્ડ કપ 2022 માં તેમની ત્રીજી મેચમાં, ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે મોટી જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 65 રનથી હરાવ્યું. આ જીત સાથે ન્યુઝીલેન્ડે સેમીફાઈનલમાં જવાનો પોતાનો દાવો મજબૂત કરી લીધો છે.પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે 167 રન બનાવ્યા હતા જેના જવાબમાં શ્રીલંકાની આખી ટીમ 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ માટે ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 13 રન આપીને 4 વિકેટ લ
ન્યૂઝિલેન્ડે શ્રીલંકાને 65 રનથી આપ્યો પરાજય
T20 વર્લ્ડ કપ 2022 NZ vs SL: T20 વર્લ્ડ કપ 2022 માં તેમની ત્રીજી મેચમાં, ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે મોટી જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 65 રનથી હરાવ્યું. આ જીત સાથે ન્યુઝીલેન્ડે સેમીફાઈનલમાં જવાનો પોતાનો દાવો મજબૂત કરી લીધો છે.
પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે 167 રન બનાવ્યા હતા જેના જવાબમાં શ્રીલંકાની આખી ટીમ 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ માટે ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 13 રન આપીને 4 વિકેટ લીધી હતી જ્યારે ગ્લેન ફિલિપ્સે શાનદાર સદી ફટકારી હતી.
Advertisement

ફિલિપ્સની સદીએ કીવી ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી
પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે માત્ર 15 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ગ્લેન ફિલિપ્સ અને ડેરીલ મિશેલે ચોથી વિકેટ માટે 84 રનની ભાગીદારી નોંધાવી હતી. ફિલિપ્સે તેની બીજી T20 ઈન્ટરનેશનલ સદી 61 બોલમાં પૂરી કરી. તે છેલ્લી ઓવરમાં 64 બોલમાં 104 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. શ્રીલંકા તરફથી કસુન રાજિતાએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

કિવી બોલરોએ તબાહી મચાવી દીધી
સ્કોરનો પીછો કરતા શ્રીલંકા માટે શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી હતી અને તેણે માત્ર 8 રનમાં 4 ફટકા લીધા હતા. ન્યુઝીલેન્ડ માટે ટ્રેન્ટ બોલ્ટે પાવરપ્લેમાં ખૂબ જ ઘાતક બોલિંગ કરી અને 3 વિકેટ લીધી. બીજા છેડેથી ટીમ સાઉથીએ પણ વિકેટ લીધી હતી. ભાનુકા રાજપક્ષેએ પોતાની ટીમ માટે સંઘર્ષ દર્શાવતા 34 રન બનાવ્યા હતા, પરંતુ તે આઉટ થતાની સાથે જ શ્રીલંકાની ટીમ 65 રનમાં આઠ વિકેટ ગુમાવીને મેચની બહાર થઈ ગઈ હતી. કેપ્ટન દાસુન શનાકાએ 35 રનની ઇનિંગ રમીને અંત સુધી સંઘર્ષ બતાવ્યો, પરંતુ તે ક્યારેય પોતાની ટીમને જીતની નજીક ન લઈ શક્યો.
Advertisement
Tags :
Advertisement

.