Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નવું વેબ પોર્ટલ તૈયાર, જાણો કેવો ફાયદો થશે

સિવિલ હોસ્પિટલ દ્વારા તબીબો વચ્ચેનું કોમ્યુનિકેશન સરળ બનાવવા અને  રેફરન્સ માટે ન્યુક્લિઓન નેટ નામનું વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. જેની મદદથી સિવિલ હોસ્પિટલના તમામ વિભાગોના રેફરન્સ અને કોમ્યુનિકેશન ફાસ્ટ થઈ ગયા છે. ન્યુક્લિઓન નેટ વેબ પોર્ટલ દ્વારા દર્દી અને તેમના સગાને હોસ્પિટલમાં કોઇપણ છેડે થી દાખલ દર્દીને વોર્ડમાંથી સમગ્ર વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે. હજારો દà
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નવું વેબ પોર્ટલ તૈયાર  જાણો કેવો ફાયદો થશે
સિવિલ હોસ્પિટલ દ્વારા તબીબો વચ્ચેનું કોમ્યુનિકેશન સરળ બનાવવા અને  રેફરન્સ માટે ન્યુક્લિઓન નેટ નામનું વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. જેની મદદથી સિવિલ હોસ્પિટલના તમામ વિભાગોના રેફરન્સ અને કોમ્યુનિકેશન ફાસ્ટ થઈ ગયા છે. ન્યુક્લિઓન નેટ વેબ પોર્ટલ દ્વારા દર્દી અને તેમના સગાને હોસ્પિટલમાં કોઇપણ છેડે થી દાખલ દર્દીને વોર્ડમાંથી સમગ્ર વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે. 
હજારો દર્દીઓ સિવિલમાં સારવાર માટે આવે છે
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં 30 થી વધુ ડિપાર્ટમેન્ટ આવેલા છે. અહી રોજના હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. પરંતુ હવે દર્દીઓએ એક ડિપાર્ટમેન્ટ માંથી બીજા ડીપાર્ટમેન્ટના ધક્કા ખાવા નહીં પડે, કારણ કે સિવિલ હોસ્પિટલના જ એક રેસીડેન્ટ તબીબે વેબ પોટલ  શરૂ કરી છે. જે દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.
દર્દીઓને અલગ અલગ વિભાગમાં ફરવું પડે છે. 
અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ 110 એકર એરિયામાં પથરાયેલી છે, જેમાં 30થી વધુ ડિપાર્ટમેન્ટ આવેલા છે. રોજ ન 2500 થી 3000 ઓપીડીનો ધસારો રહે છે, જેમાંથી કેટલાક દર્દીઓને સારવાર માટે દાખલ કરવા પડે છે. અને પછી તેમના ધરમધક્ક શરુ થઈ જાય છે. કેસ નીકળે પછી એક પછી એક વિભાગ તેને ચેકઅપ માટે ફરવુ પડતુ હોય છે અને તેમાં જ તેના 2 થી 3 કલાક નીકળી જતા હોય છે. એક ડીપાર્ટમેન્ટમાં દાખલ થયા બાદ દર્દીને બીજા ડિપાર્ટમેન્ટ રીફર કરવા પડતા હોય  ત્યારે ડોક્ટર રીફરનું લખી આપી દેતા હોય છે. પરંતુ દર્દીએ તે ડિપાર્ટમેન્ટ શોધવાનો, ક્યાં ડોક્ટર ને મળવાનું તે પ્રક્રિયામાં દર્દી તો ઠીક પણ દર્દી સાથે આવેલ સંબંધી પણ અડધા બીમાર થઈ જતા હોય છે, પરંતુ હવે તે દિવસો ભૂતકાળ થઈ જશે.એક રેસિડેન્ટ તબીબ પાર્થ કંસાગરાના  એક સારા વિચારે દર્દીઓની પીડા ઓછી કરી દીધી છે.
રેસીડેન્ટ ડોકટરે પોર્ટલ તૈયાર કર્યું 
સિવિલ અમદાવાદના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ  ડો. રજનીશ પટેલ જણાવે છે કે સિવિલના વિશાળ પટાંગણમાં 30 જેટલા વિભાગો આવેલા છે ત્યારે દર્દીઓએ તમામ વિભાગોની મુલાકાત સારવાર દરમિયાન લોઢાના ચણા ચાવવા બરાબર હતી જો કે  સરકાર કે સિવિલ હોસ્પિટલના એક પણ રૂપિયાના ખર્ચ વગર વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવી છે.આ વેબ પોર્ટલ અમારા રેસિડેન્ટ ડોક્ટર પાર્થ કંસાગરાએ તૈયાર કરી છે. દર્દી દાખલ થયા બાદ બેડ પર તમામ સારવાર અને ચેકઅપ થઈ જાય એવું કંઈ કરવાનો વિચાર આવ્યો અને તેણે આ વેબ પોર્ટલ બનાવી ઓનલાઈન સુવિધા ઉભી કરી.   પાર્થ કંસાગરા જણાવે છે કે આ એપ્લીકેશન દર્દીઓ અને તબીબો માટે વચ્ચે પાર્થની ભૂમિકા ભજવશે. વેબ પોર્ટલ માં દર્દીએ કશું કરવાનું નથી  પરંતુ તે  જે ડીપાર્ટમેન્ટમાં તે  દાખલ છે ત્યાંના ડોક્ટર જે તે  રીફર લખી આવે તે ઓનલાઈન જે તે ડિપાર્ટમેન્ટ મેસેજ જતો રહે છે  અને એ મેસેજ જોઈને ડોક્ટર જે પણ વોર્ડ માં દર્દી દાખલ હોય ત્યાં પહોંચી દર્દીને તપાસ કરી આવે છે. અને તેના મોટા ભાગની તપાસ અને ચેકઅપ કોઈ પણ ભાગદોડ કર્યા વગર તેના વિભાગમાં જ પતી જાય છે. તો દર્દીઓ પણ આ સુવિધાને લીધે ઘણી રાહતની લાગણી અનુભવી રહ્યા છે.  હવે સિવિલ હોસ્પિટલમાં વેબપોર્ટલ ના કારણે દર્દીએ દાખલ થી ડિસ્ચાર્જ સુધી બધી સારવાર બેડ પર જ મળી રહેશે,  સમય પણ બચી જશે, પરિણામે દર્દીઓને તકલીફ ઓછી પડશે.  ત્યારે રેસીડેન્ટ ડોક્ટર્સ પાર્થની આ કોશીષ રંગ લાવી છે અને તેના દ્વારા કાર્યરત કરાયેલી એપ્લિકેશન ખરા અર્થમાં હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓ માટે પાર્થની ભૂમિકા અદા કરતી થઈ છે..
Advertisement
Tags :
Advertisement

.