Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકામાં 7 દિવસમાં નવા રાષ્ટ્રપતિની નિમણૂક કરાશે

શ્રીલંકામાં રાજકીય અને આર્થિક સંકટ વચ્ચે દેશમાંથી ભાગી ગયેલા ગોટાબાયા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધું છે. જે બાદ હવે સ્પીકરે રાજપક્ષેનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સાથે સ્પીકરે એ પણ જાહેરાત કરી છે કે રાજીનામું સ્વીકાર્યા બાદ હવે 7 દિવસમાં નવા રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવશે. શ્રીલંકામાં ચાલી રહેલા હંગામા વચ્ચે સ્પીકરના નિવેદનનું ઘણું મહત્વ છે, કારણ કે હ
શ્રીલંકામાં 7 દિવસમાં નવા રાષ્ટ્રપતિની નિમણૂક કરાશે
શ્રીલંકામાં રાજકીય અને આર્થિક સંકટ વચ્ચે દેશમાંથી ભાગી ગયેલા ગોટાબાયા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધું છે. જે બાદ હવે સ્પીકરે રાજપક્ષેનું રાજીનામું સ્વીકારી લીધું છે. 
આ સાથે સ્પીકરે એ પણ જાહેરાત કરી છે કે રાજીનામું સ્વીકાર્યા બાદ હવે 7 દિવસમાં નવા રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવશે. શ્રીલંકામાં ચાલી રહેલા હંગામા વચ્ચે સ્પીકરના નિવેદનનું ઘણું મહત્વ છે, કારણ કે હજારો વિરોધીઓ છેલ્લા ઘણા દિવસોથી ગોટાબાયાના રાજીનામા અને નવા પ્રમુખની નિમણૂકની માંગ કરી રહ્યા હતા.
 થોડા સમયમાં શ્રીલંકાના સ્પીકર તમામ પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. જે બાદ આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. હાલમાં સૌપ્રથમ આંદોલનકારીઓને શાંત પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે સ્થાનિક નેતાઓને પણ જવાબદારી સોંપવામાં આવી શકે છે.
અગાઉ શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે લોકોના ટોળાએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો. આ પહેલા પણ ગોટાબાયા રાજપક્ષે ભૂગર્ભમાં ગયા હતા. બાદમાં કહેવામાં આવ્યું કે ગોટાબાયા માલદીવ ભાગી ગયા છે. પરંતુ રાજકીય હંગામાને કારણે તેમને માલદીવમાં આશ્રય આપવામાં આવ્યો ન હતો, ત્યારબાદ તેઓ અહીંથી સિંગાપોર ચાલ્યા ગયા હતા. સિંગાપોર પહોંચ્યા બાદ તેમણે પોતાનું રાજીનામું ઈ-મેલ દ્વારા સ્પીકરને મોકલી આપ્યું હતું.
શ્રીલંકાની સંસદના સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેએ સત્તાવાર રીતે ગોટાબાયાના રાજીનામાની જાહેરાત કરી હતી.  રાજપક્ષેનું રાજીનામું ગુરુવારે રાત્રે સિંગાપોરમાં શ્રીલંકાના હાઈ કમિશન દ્વારા પ્રાપ્ત થયું હતું. સ્પીકરે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળશે. તેમણે જનતાને તમામ સાંસદો માટે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવા વિનંતી કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.