Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

New Parliament Building : હાઈટેક ટેક્નોલોજીથી સજ્જ છે ભારતનું નવું સંસદ ભવન...

નવા સંસદમાં લોકસભામાં બેઠક ક્ષમતા 888 સાંસદોની છે, જ્યારે જૂના ભવનની ક્ષમતા 552 સાંસદોની હતી. રાજ્યસભાની બેઠક ક્ષમતા 384 સાંસદોની છે, જે જૂની સંસદમાં 245ની હતી. નવી ઈમારતમાં સંસદના સંયુક્ત સત્ર માટેની બેઠક ક્ષમતામાં પણ વધારો થયો છે. હવે સંયુક્ત...

નવા સંસદમાં લોકસભામાં બેઠક ક્ષમતા 888 સાંસદોની છે, જ્યારે જૂના ભવનની ક્ષમતા 552 સાંસદોની હતી. રાજ્યસભાની બેઠક ક્ષમતા 384 સાંસદોની છે, જે જૂની સંસદમાં 245ની હતી. નવી ઈમારતમાં સંસદના સંયુક્ત સત્ર માટેની બેઠક ક્ષમતામાં પણ વધારો થયો છે. હવે સંયુક્ત સત્રમાં 1272 સભ્યો બેસી શકશે. નવું લોકસભા ભવન જૂના ભવનની સરખામણીમાં ત્રણ ગણુ મોટું છે, તેની ડિઝાઈન ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર પરથી પ્રેરિત છે. જ્યારે નવી રાજ્યસભાની ડિઝાઈન ભારતના રાષ્ટ્રીય પુષ્પ કમળથી પ્રેરિત છે. જેમાં ગરુડ, અશ્વ અને મગર સહિતના પ્રાણીઓના શિલ્પનો પણ સમાવેશ થાય છે. આ તમામ પ્રાણીઓનું ધાર્મિક મહાત્મય છે. ભવનમાં તમામ રાજ્યોની સંસ્કૃતિના પ્રતિક છે. એટલે કે નવું સંસદ ભવન ધર્મ, સંસ્કૃતિ અને સ્થાપત્યનો અજોડ નમૂનો બની રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.