Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવી ઊંચાઈએ મુકેશ અંબાણીના પુત્ર આકાશ, વિશ્વના 100 ઉભરતા સ્ટાર્સની યાદીમાં સ્થાન મેળવ્યું

આકાશ અંબાણી ( Aakash Ambani)આ વર્ષે Time's 100 emerging leaders' list માં સામેલ થનારા એકલા ભારતીય છે. દેશના સૌથી મોટા કોર્પોરેટ પરિવારના નવી પેઢીના લીડર આકાશ અંબાણી માત્ર 22 વર્ષની ઉંમરમાં જ તેમણે જિયોના બોર્ડમાં જગ્યા મેળવી લીધી.ચાલુ વર્ષે 'ટાઈમ 100 નેક્સ્ટ' એટલે કે દુનિયાભરના ટોપ 100 ઉભરતા સ્ટાર્સની યાદીમાં ભારતમાંથી ફક્ત આકાશ અંબાણીનું નામ સામે આવ્યું છે. ટાઈમ મેગેઝીને જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુ
નવી ઊંચાઈએ મુકેશ અંબાણીના પુત્ર આકાશ  વિશ્વના 100 ઉભરતા સ્ટાર્સની યાદીમાં સ્થાન મેળવ્યું
આકાશ અંબાણી ( Aakash Ambani)આ વર્ષે Time's 100 emerging leaders' list માં સામેલ થનારા એકલા ભારતીય છે. દેશના સૌથી મોટા કોર્પોરેટ પરિવારના નવી પેઢીના લીડર આકાશ અંબાણી માત્ર 22 વર્ષની ઉંમરમાં જ તેમણે જિયોના બોર્ડમાં જગ્યા મેળવી લીધી.
ચાલુ વર્ષે 'ટાઈમ 100 નેક્સ્ટ' એટલે કે દુનિયાભરના ટોપ 100 ઉભરતા સ્ટાર્સની યાદીમાં ભારતમાંથી ફક્ત આકાશ અંબાણીનું નામ સામે આવ્યું છે. ટાઈમ મેગેઝીને જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર અને રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીને ટાઈમ 100 ઈમરજિંગ લીડર્સની યાદીમાં જગ્યા મળી છે. તેમને લીડર્સ કેટેગરીમાં પસંદ કરાયા છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીના દીકરા આકાશને ચાલુ વર્ષે જૂનમાં જ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની જિયોના ચેરમેન બનાવાયા હતા.જિયોના 42.6 કરોડથી વધુ સબસ્ક્રાઈબર છે.તો મળતી માહિતી મુજબ આકાશ અંબાણીએ બિઝનેસને વધારવા માટે ખુબ મહેનત કરી રહ્યા છે. તેમણે ગૂગલ અને ફેસબુક સાથે અબજો ડોલર રોકાણના સોદાઓ પૂરા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
આકાશ અંબાણી આ વર્ષે Time's 100 emerging leaders' list માં સામેલ થનારા એકલા ભારતીય છે. દેશના સૌથી મોટા કોર્પોરેટ પરિવારના નવી પેઢીના લીડર આકાશ અંબાણી માત્ર 22 વર્ષની ઉંમરમાં જ તેમણે જિયોના  બોર્ડમાં જગ્યા મેળવી લીધી છે.જે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે.તો રિલાયન્સ જિયોનું 5જી રોલઆઉટ પણ આકાશ અંબાણીની દેખરેખમાં જ થઈ રહ્યું છે. કંપનીની યોજના દિવાળી સુધીમાં દિલ્હી મુંબઈ સહિત કેટલાક મેટ્રો સિટીઝમાં 5જી લોન્ચ કરવાની છે. હાલમાં જ થયેલી હરાજીમાં ફક્ત રિલાયન્સ જિયોએ એકલા હાથે 700 મેગાહર્ટ્સ સ્પેક્ટ્રમ બેન્ડ ખરીદ્યું છે. આ સ્પેક્ટ્રમ બેન્ડ પર સ્ટેન્ડ-અલોન 5જી નેટવર્ક એટલે કે True 5જી ચાલી શકે છે. અમેરિકા અને યુરોપમાં 5જી માટે 700 મેગાહર્ટ્સ બેન્ડને પ્રીમીયમ બેન્ડ માનવામાં આવે છે. આથી 5જી મામલે જિયોને અન્ય કંપનીઓની સરખામણીમાં પહેલેથી લીડ મળી ચૂકી છે.

ટાઈમ મેગેઝીન દર વર્ષે ટાઈમ 100 ઈમરજિંગ લીડર્સની યાદી પ્રકાશિત કરે છે. આ યાદીમાં ઉદ્યોગ જગત સહિત દેશ-દુનિયાના વિવિધ ક્ષેત્રોના 100 ઉભરતા સિતારાઓને જગ્યા આપવામાં આવી છે. વર્ષ 2022ની ટાઈમ 100 યાદીમાં સંગીતકારોની સાથે સાથે ડોક્ટર્સ, સરકારી અધિકારીઓ, આંદોલનકારીઓ, હાઈ પ્રોફાઈલ વ્હિસલ બ્લોઅર્સ, અને ટોપ CEOને પણ સામેલ કરાયા છે.
Advertisement
Tags :
Advertisement

.