Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

WhatsApp લાવી રહ્યું છે 5 નવા ફીચર, મળશે આટલી નવી સુવિધાઓ

WhatsApp ટૂંક સમયમાં તેના 2 બિલિયન યુઝર્સ માટે 5 નવા ફીચર્સ લાવવા જઈ રહ્યું છે. આમાં સૌથી મહત્વની સુવિધા છે કોમ્યુનિટી, જે હવે લોકોને મોટા ગ્રુપ સાથે જોડાવા દેશે. આ સિવાય Metaની માલિકીની આ મેસેજિંગ એપ 4 વધુ ફીચર્સ લોન્ચ કરવાની છે. કોમ્યુનિટી ફીચરWhatsApp આ વર્ષના અંત સુધીમાં ગ્રુપ માટેનું  ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ WhatsAppની અંદર એક નવું ટેબ હશે. અત્યાર સુધી વોટ્સએપ ગ્રુપમાં 256 લોકોને એડ કરવાની સ
05:22 PM Apr 15, 2022 IST | Vipul Pandya
WhatsApp ટૂંક સમયમાં તેના 2 બિલિયન યુઝર્સ માટે 5 નવા ફીચર્સ લાવવા જઈ રહ્યું છે. આમાં સૌથી મહત્વની સુવિધા છે કોમ્યુનિટી, જે હવે લોકોને મોટા ગ્રુપ સાથે જોડાવા દેશે. આ સિવાય Metaની માલિકીની આ મેસેજિંગ એપ 4 વધુ ફીચર્સ લોન્ચ કરવાની છે. 
કોમ્યુનિટી ફીચર
WhatsApp આ વર્ષના અંત સુધીમાં ગ્રુપ માટેનું  ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ WhatsAppની અંદર એક નવું ટેબ હશે. અત્યાર સુધી વોટ્સએપ ગ્રુપમાં 256 લોકોને એડ કરવાની સુવિધા છે. પરંતુ હવે વોટ્સએપ કોમ્યુનિટી ફીચર દ્વારા તેમાં વધુ મેમ્બર એડ કરી શકાશે.  કોમ્યુનિટી ગ્રુપ ચલાવતા લોકો એકસાથે હજારો લોકોને મેસેજ મોકલી શકશે.
વધુ લોકો સાથે વૉઇસ કૉલ
તાજેતરમાં, ઘણા લોકોએ વ્હોટ્સએપ કોલ દ્વારા ગ્રુપ મીટિંગ કરવાનું શરૂ કર્યું છે. આને ધ્યાનમાં રાખીને વોટ્સએપ હવે વોઈસ કોલ પર એક સાથે 32 લોકોને જોડવાની મંજૂરી આપવા જઈ રહ્યું છે.

ઇમોજી રિએક્શન
WhatsApp ટૂંક સમયમાં મેસેજ પર ઈમોજી દ્વારા રિએક્શનની સુવિધા આપવા જઈ રહ્યું છે. આ ફીચરની ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. અત્યાર સુધી, જો તમને કોઈ મેસેજ ગમ્યો હોય અને તમે તેનો ઈમોજી દ્વારા જવાબ આપવા માંગતા હો, તો તમારે અલગથી ઈમોજી મેસેજ મોકલવો પડતો હતો. પરંતુ નવા ફીચર દ્વારા હવે તમે એ જ મેસેજ પર ઈમોજી દ્વારા રિએક્ટ કરી શકશો. તેનાથી ચેટમાં અને ખાસ કરીને ગ્રુપ ચેટમાં આવતા મેસેજની સંખ્યામાં પણ ઘટાડો થશે.
એડમીનનું ગ્રુપ પર નિયંત્રણ વધશે
વ્હોટ્સએપ ગ્રુપ એડમિન્સને ટૂંક સમયમાં જ ગ્રુપ પર વધુ નિયંત્રણ આપવામાં આવશે. આ અંતર્ગત હવે ગ્રુપ એડમિન ગ્રુપ મેમ્બર્સના મેસેજ ડીલીટ કરી શકશે. આના દ્વારા ગ્રુપ એડમિન તે મેસેજને દૂર કરી શકશે, જેના કારણે ગ્રુપમાં ઘણી વખત સમસ્યા સર્જાય છે.
ફાઇલ શેરિંગ
ટૂંક સમયમાં જ વપરાશકર્તાઓ WhatsApp દ્વારા 2 GB સુધીની ફાઇલો શેર કરી શકશે. અત્યાર સુધી, WhatsApp માત્ર 100 MB ફાઇલો શેર કરવાની મંજૂરી આપે છે. જોકે WhatsApp હવે તેને વધારવાની તૈયારી કરી રહ્યું છે.
Tags :
groupGujaratFirstnewfeaturesofwhatsappwhatsaap
Next Article