Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બચ્ચન પરિવારનો નવો ફેમિલી ફોટો વાયરલ, ખાસ અંદાજમાં જોવા મળ્યા જયા બચ્ચન

અમિતાભ બચ્ચન બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક છે. તેમની પત્ની જયા, પુત્ર અભિષેક અને પુત્રવધૂ ઐશ્વર્યા પણ મહાન કલાકારોમાંથી એક છે. ચારેયએ એકથી વધુ ફિલ્મોમાં કામ કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. આ કારણે બચ્ચન પરિવાર મીડિયામાં સૌથી વધુ ચર્ચામાં રહે છે. ફેન્સ આ પરિવાર વિશે જાણવા માટે હંમેશા ખૂબ જ ઉત્સુક રહે છે. બચ્ચન પરિવાર અવાર-નવાર ચર્ચામાં બની રહે છે. ઘણીવાર તેઓ સાથે જોવા મળી જà
07:10 AM Apr 18, 2022 IST | Vipul Pandya
અમિતાભ બચ્ચન બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક છે. તેમની પત્ની જયા, પુત્ર અભિષેક અને પુત્રવધૂ ઐશ્વર્યા પણ મહાન કલાકારોમાંથી એક છે. ચારેયએ એકથી વધુ ફિલ્મોમાં કામ કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. આ કારણે બચ્ચન પરિવાર મીડિયામાં સૌથી વધુ ચર્ચામાં રહે છે. ફેન્સ આ પરિવાર વિશે જાણવા માટે હંમેશા ખૂબ જ ઉત્સુક રહે છે. 
બચ્ચન પરિવાર અવાર-નવાર ચર્ચામાં બની રહે છે. ઘણીવાર તેઓ સાથે જોવા મળી જાય છે જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ત્યારે હવે તાજેતરમાં પણ બચ્ચન પરિવારનો એક ગ્રુપ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પરિવારના તમામ સભ્યો નજરે પડે છે. આ તસવીર જોઈને લોકો ખૂબ જ ખુશ થયા છે. આ ફોટો ઐશ્વર્યા રાયના ફેન પેજ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

આ તસવીરમાં બચ્ચન પરિવારના દરેક સભ્ય દેખાઈ રહ્યા છે. આ ફોટામાં નવ્યા નવેલી નંદા, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા નંદા, અગસ્ત્ય નંદા, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા જોવા મળે છે. બધા એક સાથે ઉભા છે. તે કેમેરા સામે જોઈને હસતા પોઝ આપી રહ્યા છે. આરાધ્યાએ પોતાના હાથથી હૃદય બનાવીને સુંદર પોઝ આપ્યો છે. યુઝર્સ આ ફોટો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોએ તેને પરફેક્ટ ફેમિલી ફોટો ગણાવ્યો છે. જ્યારે એકે કહ્યું કે, બોલિવૂડે બચ્ચન પરિવાર પાસેથી શીખવું જોઈએ કે ડાઉન ટુ અર્થ કેવી રીતે જીવવું. વળી એક યુઝરે સવાલ પણ કર્યો છે કે, ફોટાની વચ્ચે કોણ ઉભું છે?
Tags :
abhishekbachchanaishwaryaraibachchanamitabhbachchanBollywoodFamilyPhotoGujaratFirstSocialmediaViral
Next Article