Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્માર્ટફોનને સાફ કરવા ક્યારેય ન વાપરો કાગળ, સ્ક્રીનને સ્વચ્છ રાખવા અપનાવો આ ટિપ્સ

આપણે બધાને આપણો સ્માર્ટફોન એટલો સ્વચ્છ જોઈએ છે કે આપણે તેને વારંવાર સાફ કરતા રહીએ, પરંતુ શું તમે જાણો છો કે જો તમે ફોનને વારંવાર ખોટી રીતે સાફ કરો છો તો તે ખરાબ પણ થઈ શકે છે. ફોનને સાફ કરવો જરૂરી છે, પરંતુ યોગ્ય રીતે. આજે અમે તમને જણાવીશું કે iPhone, Android અથવા અન્ય સ્માર્ટફોનને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.સ્ક્રીન પ્રોટેક્ટરનો ઉપયોગ કરોફોન પર હંમેશા à
સ્માર્ટફોનને સાફ કરવા ક્યારેય ન વાપરો કાગળ  સ્ક્રીનને સ્વચ્છ રાખવા અપનાવો આ ટિપ્સ
આપણે બધાને આપણો સ્માર્ટફોન એટલો સ્વચ્છ જોઈએ છે કે આપણે તેને વારંવાર સાફ કરતા રહીએ, પરંતુ શું તમે જાણો છો કે જો તમે ફોનને વારંવાર ખોટી રીતે સાફ કરો છો તો તે ખરાબ પણ થઈ શકે છે. ફોનને સાફ કરવો જરૂરી છે, પરંતુ યોગ્ય રીતે. આજે અમે તમને જણાવીશું કે iPhone, Android અથવા અન્ય સ્માર્ટફોનને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
સ્ક્રીન પ્રોટેક્ટરનો ઉપયોગ કરો
ફોન પર હંમેશા સ્ક્રીન ગાર્ડ અથવા સ્ક્રીન પ્રોટેક્ટર રાખો. જેના કારણે ફોન પર ધૂળ અને ગંદકી ચોંટતી ઉપરાંત તેનાથી સ્ક્રિન પર સ્ક્રેચીસ પડતા નથી. ફોન ખરીદતી વખતે, તમારે તેના પર સ્ક્રીન પ્રોટેક્ટર લગાવડાવી દેવું જોઇએ. આ સાથે સ્ક્રીન પ્રોટેક્ટરની પણ સમયાંતરે સફાઈ કરવી જોઈએ.  સ્ક્રીન પ્રોટેક્ટર લગાવવાથી તમારો ફોન પડી જશે તો પણ તેની સ્ક્રીનને નુકસાન નહીં થાય.
માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરો
તમારા ફોનને સાફ કરવા માટે માઇક્રોફાઇબર કાપડ એ વધુ સારો વિકલ્પ છે. ફોનમાંથી ધૂળ અથવા તેલ દૂર કરવા માટે, એક સૂકું કપડું લો અને તેનાથી તમારા ફોનને સાફ કરો. જો તે માઇક્રોફાઇબર કાપડ હોય તો તે સરસ રહેશે. ફોનને ખરાબ કપડાથી બિલકુલ સાફ ન કરવો જોઈએ.

કાગળ આધારિત વાઇપ્સનો ઉપયોગ કરશો નહીં
ફોનની સ્ક્રીનને કોઈપણ કાગળના ટુકડા અથવા ચહેરો સાફ કરવા માટે વપરાતા ટિશ્યુ અથવા અન્ય પ્રકારના કાગળ આધારિત વાઇપ્સથી બિલકુલ સાફ ન કરવો જોઈએ. આનાથી સ્ક્રીન પર સ્ક્રેચ થઈ શકે છે.
પ્રવાહીનો ઉપયોગ કરશો નહીં
તમારે ફોનની સ્ક્રીન અથવા પાછળના ભાગમાં કોઈપણ પ્રવાહીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જ્યારે તમને લાગે કે તમારા ફોનને જંતુમુક્ત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, ત્યારે એક નાની સ્પ્રે બોટલમાં સમાન માત્રામાં નિસ્યંદિત પાણી અને 70% આઇસોપ્રોપીલ આલ્કોહોલ ભરો. પછી માઇક્રોફાઇબર કાપડ પર એક કે બે વાર સ્પ્રે કરો. પછી, તમારા ફોનની સ્ક્રીન અથવા બેક પેનલને હળવેથી સાફ કરો.
Advertisement
Tags :
Advertisement

.