Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ 5 વસ્તુઓનું દૂધ સાથે ક્યારેય ન કરવું સેવન, સ્વાસ્થ્ય માટે છે ખતરનાક

સામાન્ય  રીતે દૂધ  પીવાથી  સ્વાસ્થ્યને  ઘણા  ફાયદાઓ થતા  હોય છે.તેમજ આયુર્વેદમાં  પણ દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવ્યો છે. ત્યારે દૂધમાં રહેલા મિનરલ્સ અને વિટામીન આપણા  સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. જોકે આયુર્વેદ પ્રમાણે દૂધ સાથે અમુક વસ્તુઓનું સેવન હાનિકારક છે અને જો એ સેવન કરવામાં આવે તો ભારે નુકસાન થાય છે. તો ચાલો  જાણીએ  દૂધ  પીધા  બાદ  ક્યાં  વસ્તોનું  સેવન ન  કરવું જà
આ 5 વસ્તુઓનું દૂધ સાથે ક્યારેય ન કરવું સેવન  સ્વાસ્થ્ય માટે છે ખતરનાક
સામાન્ય  રીતે દૂધ  પીવાથી  સ્વાસ્થ્યને  ઘણા  ફાયદાઓ થતા  હોય છે.તેમજ આયુર્વેદમાં  પણ દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવ્યો છે. ત્યારે દૂધમાં રહેલા મિનરલ્સ અને વિટામીન આપણા  સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. જોકે આયુર્વેદ પ્રમાણે દૂધ સાથે અમુક વસ્તુઓનું સેવન હાનિકારક છે અને જો એ સેવન કરવામાં આવે તો ભારે નુકસાન થાય છે. તો ચાલો  જાણીએ  દૂધ  પીધા  બાદ  ક્યાં  વસ્તોનું  સેવન ન  કરવું જોઈએ .
1.દૂધ સાથે લીંબુ કે મીઠાથી બનેલી કોઈ વસ્તુ જેવી કે શાકનું સેવન ન કરવું જોઈએ. જો તમે એમ કરશો તો શરીરને ફાયદો નહીં પણ નુકસાન થશે. જેના  કારણે  અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ ઉભી થઈ શકે છે તેમજ સ્કીન ઇ્ન્ફેક્શન થઈ શકે છે. દૂધ સાથે લીંબુના સેવનથી  તમને દાદર, ખરજવું કે એક્ઝિમા થઈ શકે છે. 
2. દૂધ સાથે ક્યારેય મગની દાળનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત દૂધ સાથે ગાજર, શક્કરિયું, બટાટા, તેલ, દહીં, નારિયેળ તેમજ લસણ ન લેવું જોઈએ. આ વસ્તુઓ અને દૂધના સેવન વચ્ચે બે કલાકનું અંતર રાખવું જરૂરી છે. અડદ સાથે દૂધ ખાવાથી હાર્ટએટેક થવાનો ખતરો છે. 
3. દૂધ સાથે ખાટી વસ્તુઓનું સેવન નુકસાન કરે  છે. મૂળાની વાનગી ખાધા પછી દૂધ પીવું ન જોઈએ. આમ કરવાથી દૂધ ઝેરી થઈ જાય છે અને ત્વચાને લગતા રોગ થવાની સંભાવના વધે છે. 
4. દૂધની તાસીર ઠંડી હોય છે પણ એને ગરમ વસ્તુ સાથે પીવું ન જોઈએ. માછલી સાથે તો ક્યારેય દૂધ ન પીવું જોઈએ. આ રીતે દૂધ પીવાથી સફેદ ડાઘ, ગેસ અને એલર્જીની સમસ્યા થઈ શકે છે. 
5. દૂધ સાથે ક્યારેય સંતરા અને અનાનસનું સેવન ન કરવું જોઈએ. લોકો ઘણીવાર દૂધ સાથે કેળાં ખાય છે પણ આ યોગ્ય નથી. કેળું અને દૂધ બંને કફ વધારે છે અને એની અસર પાચનક્રિયા પર થાય છે. 
Advertisement
Tags :
Advertisement

.