Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નેપાળ સરકારે વિદેશમાં વસતા નાગરિકો પાસે મદદ માગી, ઇંધણ બચાવવા બે દિવસ રજાની વિચારણા

છેલ્લા એક મહિના કરતા પણ વધારે સમયથી શ્રીલંકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આર્થિક સંકટના કારણે શ્રીલંકા અને તેના નાગરિકોની સ્તિતિ કફોડી બની છે. શ્રીલંકા ક્યારે આ આર્થિક સંકટમાંથી બહાર આવશે તે નક્કી નથી. તેવામાં ભારતનો અન્ય એક પાડોશી દેશ આર્થિક સંકટના વમળમાં ફસાયો છે. આ પાડોશી દેશ છે નેપાળ. બે વર્ષની લાંબી કોરોના મહામારીના કારણે પ્રવાસન પર આધારિત તેની અર્થવ્યવસ્થાને ખરાબ àª
નેપાળ સરકારે વિદેશમાં વસતા નાગરિકો પાસે મદદ માગી  ઇંધણ બચાવવા બે દિવસ રજાની વિચારણા
છેલ્લા એક મહિના કરતા પણ વધારે સમયથી શ્રીલંકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આર્થિક સંકટના કારણે શ્રીલંકા અને તેના નાગરિકોની સ્તિતિ કફોડી બની છે. શ્રીલંકા ક્યારે આ આર્થિક સંકટમાંથી બહાર આવશે તે નક્કી નથી. તેવામાં ભારતનો અન્ય એક પાડોશી દેશ આર્થિક સંકટના વમળમાં ફસાયો છે. આ પાડોશી દેશ છે નેપાળ. બે વર્ષની લાંબી કોરોના મહામારીના કારણે પ્રવાસન પર આધારિત તેની અર્થવ્યવસ્થાને ખરાબ ફટકો પડ્યો છે અને તેના વિદેશી મુદ્રા ભંડારમાં પણ અડધોઅડધ ઘટાડો થયો છે. જેના કારણે નેપાળ આર્થિક સંકટમાં મુકાયું છે.
વિદેશમાં વસતા નાગરિકો પાસે મદદ માગી
નેપાળના નાણામંત્રી જનાર્દન શર્માએ શનિવારે કહ્યું કે વિદેશમાં રહેતા નાગરિકોએ નેપાળને વિદેશી નાણાંની મદદ કરવી જોઈએ. નેપાળ સરકારે વિદેશમાં રહેતા નેપાળીઓને ડોલર ખાતા (વિદેશી મુદ્રા ખાતા) ખોલવા અને આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા તેમના દેશની બેંકોમાં રોકાણ કરવા જણાવ્યું છે. પ્રવાસી નેપાળી સંઘ (NRNA) દ્વારા આયોજિત એક ડિજિટલ ઈવેન્ટમાં નેપાળના નાણાપ્રધાન જનાર્દન શર્માએ જણાવ્યું હતું કે વિદેશી નેપાળીઓ દ્વારા નેપાળની બેંકોમાં ડૉલર ખાતા ખોલવાથી દેશને વિદેશી હૂંડિયામણની કટોકટીને દૂર કરવામાં મદદ મળશે.
બે દિવસની રજા માટે વિચારણા
નેપાળ સરકાર ઇંધણનો વપરાશ ઘટાડવા માટે આ મહિને જાહેર ક્ષેત્રની ઓફિસો માટે બે દિવસની રજા જાહેર કરવાનું વિચારી રહી છે. નેપાળ વિદેશી હૂંડિયામણની કટોકટી અને પેટ્રોલિયમ પેદાશોની ઉંચી કિંમતનો સામનો કરી રહ્યું છે. નેપાળની સેન્ટ્રલ બેંક અને નેપાળ ઓઈલ કોર્પોરેશને સરકારને બે દિવસ માટે સરકારી રજા આપવાની સલાહ આપી છે.
લગભગ એક મહિનાથી ચાલી રહેલ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે રશિયન તેલ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પરિણામે વૈશ્વિક તેલના ભાવમાં ભારે વધારો થયો છે. અન્ય મોટા તેલ ઉત્પાદકો ઈરાન અને વેનેઝુએલા પણ પેટ્રોલિયમના વેચાણ માટે પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છે. આ તમામ સ્થિતિના કારણે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વિશ્વ વ્યાપી વધારો થયો છે. જેથી નેપાળ સરકાર ઇંધણનો વપરાશ ઘટાડવા માટે વિચારી રહી છે.
નેપાળની સ્થિતિ પણ શ્રીલંકા જેવી થશે?
અર્થશાસ્ત્રીઓના મતે શ્રીલંકામાં આર્થિક સંકટનું સૌથી મોટું કારણ કોરોના મહામારી દરમિયાન બંધ થયેલું પ્રવાસન છે. નેપાળને પણ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકાની જેમ નેપાળ પણ આયાત પર નિર્ભર છે. નેપાળમાં આયાત કરવામાં આવતી વસ્તુઓમાં પેટ્રોલિયમ, ખાદ્યપદાર્થો, ખાંડ, કઠોળ, દવાઓ અને પરિવહન સાધનોનો સમાવેશ થાય છે. એટલે કે શ્રીલંકાની જેમ નેપાળ પણ તેની દૈનિક જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે.  આવી સ્થિતિમાં એવું કહી શકાય કે કદાચ નેપાળની સ્થિતિ પણ શ્રીલંકા જેવી થઇ શકે છે.
નેપાળમાં હવે એ વાત સામાન્ય ચર્ચાનો વિષય બની ગઈ છે કે આર્થિક સંકટને કારણે નેપાળની હાલત પણ શ્રીલંકા જેવી થઈ શકે છે. જો કે, નિષ્ણાતો કહે છે કે નેપાળની સ્થિતિ હજી એટલી ખરાબ નથી, તેમ છતાં બંને દેશો વચ્ચે ઘણી સમાનતાઓ છે. 
Advertisement
Tags :
Advertisement

.