Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતના શ્રીમંતોની લીસ્ટમાં સામેલ થઈ આ મહિલા, બની દેશની નાની ઉંમરની અમીર વ્યક્તિ

સ્ટ્રીમિંગ ડેટા ટેક્નોલોજી કંપની કન્ફ્લુએન્ટની (Confluent) કો-ફાઉન્ડર નેહા નારખેડે (Neha Narkhede) હાલ ચર્ચામાં છે કારણ કે, IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022 (IIFL Wealth Hurun India Rich List 2022) બુધવારે બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં મહારાષ્ટ્રના પુણે શહેરમાં જન્મેલી નેહાનું નામ પણ સામેલ છે. 37 વર્ષીય ભારતીય-અમેરિકન નેહા નારખેડેને અમીર લોકોની યાદીમાં સૌથી નાની ઉંમરની સેલ્ફ મેડ વુમેન ઉદ્યોગસાહસિક તરીકે જાહેર ક
ભારતના શ્રીમંતોની લીસ્ટમાં સામેલ થઈ આ મહિલા  બની દેશની નાની ઉંમરની અમીર વ્યક્તિ
સ્ટ્રીમિંગ ડેટા ટેક્નોલોજી કંપની કન્ફ્લુએન્ટની (Confluent) કો-ફાઉન્ડર નેહા નારખેડે (Neha Narkhede) હાલ ચર્ચામાં છે કારણ કે, IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022 (IIFL Wealth Hurun India Rich List 2022) બુધવારે બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં મહારાષ્ટ્રના પુણે શહેરમાં જન્મેલી નેહાનું નામ પણ સામેલ છે. 37 વર્ષીય ભારતીય-અમેરિકન નેહા નારખેડેને અમીર લોકોની યાદીમાં સૌથી નાની ઉંમરની સેલ્ફ મેડ વુમેન ઉદ્યોગસાહસિક તરીકે જાહેર કરવામાં આવી છે.
નેહા નારખેડેનો (Neha Narkhede) પુણેમાં ઉછેર થયો છે અને તેણે અમેરીકાની જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. કન્ફ્લુઅન્ટની (Confluent) સ્થાપના કરવા ઉપરાંત, નેહા ઓપન-સોર્સ મેસેજિંગ સિસ્ટમ અપાચે કાફકાની (Apache Kafka) કોક્રિએટર પણ છે. નેહા નારખેડે લગભગ 15 વર્ષ પહેલા US ગઈ અને જ્યોર્જિયા ટેકમાંથી ટેકનોલોજીમાં માસ્ટર્સ ઓફ સાયન્સની ડિગ્રી મેળવી. તેણે પુણે યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગમાં વિજ્ઞાનમાં સ્નાતક કર્યું.
રિચ લિસ્ટમાં 336મું સ્થાન
હાલમાં નેહા આજે અનેક ટેક્નોલોજી કંપનીઓ માટે ઈન્વેસ્ટમેન્ટ અને એડવાઈઝર તરીકે કામ કરે છે. નેહા નારખેડેને હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં 336મું સ્થાન મળ્યું છે. જણાવવામાં આવ્યું છે કે, તેમની અંદાજિત સંપત્તિ 4,700 કરોડ રૂપિયા છે. જ્યારે નેહા નારખેડેએ પોતાની કંપની શરૂ કરતા પહેલા LinkedIn અને Oracleમાં કામ કર્યું હતું, જ્યાં તે Apache Kafka સોફ્ટવેર વિકસાવનાર ટીમનો હિસ્સો હતી. આ સોફ્ટવેર LinkedInને યૂઝર્સનો એક પર્સનલ અનુભવ આપવામાં મદદ કરે છે.

સૌથી ધનિક સેલ્ફ મેડ વુમન
ફોર્બ્સના રિપોર્ટ પ્રમાણે ઉદ્યોગસાહસિકે તેની ટીમ સાથે પછીથી અન્ય વ્યવસાયોમાં તેની આ ટેક્નિકનો (Apache Kafka) ઉપયોગ કરવાનું નક્કી કર્યું અને 2014 માં કન્ફ્લુઅન્ટની (Confluent) સ્થાપના કરી. ફોર્બ્સ દ્વારા સંકલિત અમેરિકાની સૌથી ધનિક સેલ્ફ મેડ મહિલાઓની યાદી 2022માં નેહાને 57મું સ્થાન મળ્યું હતું. 2018 માં ફોર્બ્સ દ્વારા તેણીને વિશ્વની ટેકની ટોચની 50 મહિલાઓમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
દેશમાં અમીરો અને તેની સંપત્તિ વધી
IIFL અનુસાર કોરોના, રશિયા-યુક્રેન યુદ્ધ જેવા વૈશ્વિક સંકટો છતાં ભારતમાં અમીર લોકોની સંખ્યામાં વધારો થયો છે. યાદીમાં વધુ 96 લોકો જોડાયા બાદ શ્રીમંતોની સંખ્યા વધીને 1103 થઈ ગઈ છે. આ અમીરો દેશના 122 શહેરોમાં ફેલાયેલા છે અને તેમની સંપત્તિ 1,000 કરોડ કે તેથી વધુ છેય યાદીમાં સામેલ 602 અમીરોની સંપત્તિમાં ગયા વર્ષમાં વધારો જોવા મળ્યો છે. તેમાં 149 નવા બિઝનેસમેનનો પણ સમાવેશ થાય છે. 2021ની સરખામણીએ 2022માં 415 અમીર લોકોની સંપત્તિમાં ઘટાડો થયો હતો. ભારતમાં 100 મિલિયન ડોલર કે તેથી વધુ સંપત્તિ ધરાવતા શ્રીમંત લોકોની સંખ્યા 221 રહી છે, જે પાછલા વર્ષની સરખામણીએ 16નો ઘટાડો છે.
Advertisement
Tags :
Advertisement

.