ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નેહા કક્કરને તેની માતા જન્મ આપવા માંગતી ન હતી, સંઘર્ષમય છે જીવન

બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કર આજે સફળતાના એ મુકામે છે, જ્યાં પહોંચવું દરેક વ્યક્તિના હાથની વાત નથી. આજની ટોપની ગાયિકાઓમાંની એક નેહા આજે તેનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે. સફળતાના શિખરે પહોંચેલી નેહાનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. નેહાની જમીન પરથી ઉઠવા અને આકાશને સ્પર્શવાની કહાની તો ઘણા લોકો જાણતા હશે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે આ દુનિયામાં આવવા માટે પણ તેણે ઘણો સંઘર્ષ
08:09 AM Jun 06, 2022 IST | Vipul Pandya
બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કર આજે સફળતાના એ મુકામે છે, જ્યાં પહોંચવું દરેક વ્યક્તિના હાથની વાત નથી. આજની ટોપની ગાયિકાઓમાંની એક નેહા આજે તેનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે. સફળતાના શિખરે પહોંચેલી નેહાનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. નેહાની જમીન પરથી ઉઠવા અને આકાશને સ્પર્શવાની કહાની તો ઘણા લોકો જાણતા હશે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે આ દુનિયામાં આવવા માટે પણ તેણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આવો જાણીએ નેહાના જીવન સાથે જોડાયેલી વાતો. 


માતા નેહાને આ દુનિયામાં લાવવા માંગતી ન હતી
પરંતુ શું તમે જાણો છો કે તેના જીવનમાં એક એવો તબક્કો હતો જ્યારે તેની માતા પોતે તેને મારવા માંગતી હતી. ખરેખર, જ્યારે નેહા તેની માતાના ગર્ભમાં હતી, ત્યારે તે નેહાને આ દુનિયામાં લાવવા માંગતી ન હતી. તેના ભાઈ ટોની કક્કરે પોતે આ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.ટોની કક્કરે ખુલાસો કર્યો હતો કે તેમના પરિવારની હાલત સારીન હતી. આવી સ્થિતિમાં, તેના માતાપિતા ઇચ્છતા ન હતા કે ઘરની આવી સ્થિતિ વચ્ચે તેમના ત્રીજા બાળકનો જન્મ થાય. પરંતુ ગર્ભાવસ્થાના આઠ અઠવાડિયા વીતી જવાને કારણે તેની માતા ગર્ભપાત કરાવી શકી ન હતી અને આ રીતે 6 જૂન, 1988ના રોજ આજની પ્રખ્યાત ગાયિકા નેહા કક્કરનો જન્મ થયો હતો.


પ્રથમ આલ્બમ 'નેહા ધ રોકસ્ટાર '
બાળપણથી જ ગાવાનો શોખ ધરાવતી નેહા કક્કડ તેની મોટી બહેન સોનુ કક્કરની સાથે જાગરણમાં ભજન ગાતી હતી. બંનેએ લાંબા સમય સુધી જગરાતા ગાઈને કમાણી કરી. બાદમાં નેહાએ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલમાં ભાગ લીધો અને તેની સિંગિંગ કરિયરમાં આગળ વધી. જો કે આ શોમાં તેને વધારે કોઇ સફળતા મળી ન હતી. વર્ષ 2008 માં, તેણે તેનું આલ્બમ નેહા ધ રોકસ્ટાર લોન્ચ કર્યું. આ પછી, તે ધીમે ધીમે  તેના કરિયરમાં આગળ વધી અને મ્યુઝિક જગતમાં પોતાની ઓળખ બનાવી.


ગીત 'સેકન્ડ હેન્ડ' જવાનીથી ઓળખ મળી
નેહાને તેના ગીત 'સેકન્ડ હેન્ડ' જવાનીથી ઓળખ મળી હતી. આ ગીત તેનું પ્રથમ હિટ ગીત માનવામાં આવે છે. આ પછી તેને ફિલ્મ યારિયાંના ગીત 'સની-સની'થી પણ ઘણી ઓળખ મળી. નેહાએ પોતાના કરિયરમાં ઘણા ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. તેના ગીતો ઇન્ટરનેટ ટોપ ટ્રેન્ડીંગમાં હોય છે. ફિલ્મોમાં ગાવા ઉપરાંત તે તેના મ્યુઝિક આલ્બમ માટે પણ જાણીતી છે. તેમના પ્રખ્યાત ગીતોમાં કાલા ચશ્મા, મનાલી ટ્રાન્સ, આંખ મારે, સમર, સાકી સાકી વગેરેનો સમાવેશ થાય છે.


'ઈન્ડિયન આઈડલ' માંથી રિજેક્ટ કરવામાં આવી
ખુદ નેહા કક્કરે એકવાર રિયાલિટી શોમાં કહ્યું હતું કે,'કેટલું દુઃખદ છે. તે સમયે અમે ખૂબ ગરીબ હતા, આવા કપરાં સમયે તેમના પિતાએ પણ ઘણી મદદ કરી હતી.નેહા કક્કરના ચાહકો જાણે છે કે તેને રિયાલિટી ટીવી શો 'ઈન્ડિયન આઈડલ' માંથી રિજેક્ટ કરવામાં આવી હતી પરંતુ બાદમાં તે આ જ શોની જજ તરીકે પાછી ફરી હતી. જ્યારે નેહા કક્કરે ઈન્ડિયન આઈડલને જજ કરી ત્યારે આ શોની ટીઆરપીમાં પણ જોરદાર ઉછાળો આવ્યો હતો. ટૂંક સમયમાં તે શોની સૌથી લોકપ્રિય જજ બની ગઈ. પોતાની ગાયકીની સાથે પોતાના લાગણીશીલ સ્વભાવ માટે પણ  જાણીતી છે. તેણે રકુલપ્રીતસિંગ સાથે લગ્ન કર્યા છે. 


મકાનમાલિકનો દીકરો ઓડિશન આપવા આવ્યો હતો
ઈન્ડિયન આઈડલ સીઝન 10ના  એક એપિસોડમાં, નેહા કક્કર વિશાલ દદલાની અને અનુ મલિક સાથે જ્યુરી પેનલમાં જોડાઈ હતી આ ઓડિશન દરમિયાન એક યુવાન છોકરો આવ્યો અને તેણે પોતાનો પરિચય આપ્યો. નેહાને તરત જ ખબર પડી ગઈ કે આ છોકરો બીજું કોઈ નહીં પણ તેના જૂના મકાનમાલિકનો દીકરો હતો. 
નેહા કક્કર જાગરણ કરતી હતી
નેહા કક્કરે તેના સાથી જજીસને કહ્યું, 'જ્યારે હું અને સોનુ દીદી જાગરણ કરતા હતા, ત્યારે તેમના પિતા પણ ઘણા જાગરણ કરાવતા હતા. તેની પાસે બેન્ડ હતું અને અમે તેના માટે ગીતો ગાતા. નેહા કક્કરે જણાવ્યું કે તેના મકાનમાલિકનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું. નેહા કક્કરે દુઃખ વ્યક્ત કર્યું કે તે છેલ્લી ક્ષણે સ્પર્ધકના પિતાને મળી શકી નથી.
Tags :
BollywoodGujaratFirstNehaKakkarnehakakkarbirthdaynehakakkarlifestorynehakakkarsongNewsEntertainmentNewsRohanpreetSingh
Next Article