Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નીરજ ચોપરાએ ફરી કમાલ કરી, ફિનલેન્ડમાં 86.69 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જિત્યો, જુઓ વિડીયો

ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અને ભારતના સ્ટાર એથલેટ નીરજ ચોપરાએ ફરી એક વખત કમાલ કરી છે. ઓલિમ્પિક બાદ પોતાની પહેલી જ ટુર્નામેન્ટમાં તેમણે નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે બીજી ટુર્નામેન્ટમાં નીરજ ચોપરાએ ફરી દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજે ફિનલેન્ડમાં ચાલતી કુઓર્ટેન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું છે.NEERAJ WINS GOLD 🤩🤩@Neeraj_chopra1 wins 🥇at #KuortaneGames2022 with his 1st & best throw of 86.69m
નીરજ ચોપરાએ ફરી કમાલ કરી  ફિનલેન્ડમાં 86 69 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જિત્યો  જુઓ વિડીયો
ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અને ભારતના સ્ટાર એથલેટ નીરજ ચોપરાએ ફરી એક વખત કમાલ કરી છે. ઓલિમ્પિક બાદ પોતાની પહેલી જ ટુર્નામેન્ટમાં તેમણે નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે બીજી ટુર્નામેન્ટમાં નીરજ ચોપરાએ ફરી દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજે ફિનલેન્ડમાં ચાલતી કુઓર્ટેન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું છે.
Advertisement

પ્રથમ પ્રયાસમાં જ ગોલ્ડ જીત્યો
કુઓર્ટેન ગેમ્સમાં નીરજ ચોપરાએ  86.89 મીટરનો થ્રો કરીને ગોલ્ડ જીત્યો છે. તેમના આ થ્રોની કોઇ બરાબરી નહોતું કરી શક્યું. જો કે નીરજ ચોપરાના ચાહકોને આશા હતી કે તે 90 મીટર સુધી થ્રો કરશે. જો કે એવું થયું નહોતું. નીરજ ચોપરાએ અહીં પોતાના પહેલા જ પ્રયાસમાં 86.69 મીટર દૂર ભોલો ફેક્યો હતો.  નીરજે તેની બાકીની બંને ઇનિંગ્સને ફાઉલ ગણાવી, જેથી તેનો સ્કોર ઘટે નહીં. 

અનુરાગ ઠાકુરનું ટ્વિટ
નીરજ ચોપરાના આ અદ્ભુત કમાલ પર ખેલ મંત્રી અનુરાગ ઠાકુર પણ દંગ રહી ગયા છે. અનુરાગ ઠાકુરે નીરજ ચોપરાનો વીડિયો ટ્વીટ કર્યો અને લખ્યું કે નીરજને સોનું મળ્યું છે, તેણે ફરી કરી બતાવ્યું, એક મહાન ચેમ્પિયન. ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ નીરજ ચોપરાએ ફિનલેન્ડમાં જ નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. નીરજ ચોપરાએ અહીં યોજાયેલી પાવો નુર્મી ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો, તેણે 89.30 મીટરના અંતરે બરછી ફેંકી અને પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો.
Advertisement
Tags :
Advertisement

.