નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ, વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનાર પહેલો ભારતીય
ઓલંપિકના ગોલ્ડન બોય ભાલા ફેંક ખિલાડી નીરજ ચોપડાએ વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયશિપમાં ઈતિહાસ રચી દીધો છે. તેણે અમેરિકાના યુઝેનમાં ચાલી રહેલી ચેમ્પિયશિપની ફાઈનલમાં 88.13 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ પર પોતાનું નિશાન સાધ્યું છે. સાથે જ અન્ય ભારતીય ખેલાડી રોહિત યાદવ 10માં નંબર પર રહેતા ફાઈનલમાં મેડલની રેસમાંથી બહાર થઈ ગયા છે. આ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારત પાસે માત્ર એક જ મેડલ હતોઓલિàª
ઓલંપિકના ગોલ્ડન બોય ભાલા ફેંક ખિલાડી નીરજ ચોપડાએ વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયશિપમાં ઈતિહાસ રચી દીધો છે. તેણે અમેરિકાના યુઝેનમાં ચાલી રહેલી ચેમ્પિયશિપની ફાઈનલમાં 88.13 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ પર પોતાનું નિશાન સાધ્યું છે. સાથે જ અન્ય ભારતીય ખેલાડી રોહિત યાદવ 10માં નંબર પર રહેતા ફાઈનલમાં મેડલની રેસમાંથી બહાર થઈ ગયા છે.
આ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારત પાસે માત્ર એક જ મેડલ હતો
ઓલિમ્પિક ગોલ્ડન બોય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ યુઝેન, યુએસએમાં રમાઈ રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સિલ્વર મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું છે. આ ગેમમાં તેનો મુકાબલો ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ સામે હતો. એન્ડરસને ગોલ્ડ જીત્યો છે. આ ચેમ્પિયનશિપમાં નીરજ ઉપરાંત રોહિત યાદવે પણ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. નીરજે 88.13 મીટર દૂર ભાલો ફેંકીને યુએસએના યુજેનમાં આયોજિત ચેમ્પિયનશિપની ફાઇનલમાં સિલ્વર મેડલ પર નિશાન સાધ્યું હતું. રોહિત યાદવ ફાઇનલમાં 10માં નંબર પર રહીને મેડલની રેસમાંથી બહાર થઇ ગયો હતો. અગાઉ આ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારત પાસે માત્ર એક જ મેડલ હતો, જે લાંબી કૂદની મહાન એથ્લેટ અંજુ બોબી જ્યોર્જે 2003માં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. હવે 19 વર્ષ બાદ બીજો મેડલ ભારતના ફાળે આવ્યો છે, જે સિલ્વર છે.
Advertisement
નીરજના ત્રણ થ્રો ફાઉલ રહ્યાં
પ્રથમ થ્રો - ફાઉલ
બીજો થ્રો - 82.39 મી
ત્રીજો થ્રો - 86.37 મી
ચોથો થ્રો - 88.13 મીટર
ફિફ્થ થ્રો - ફાઉલ
છઠ્ઠો થ્રો- ફાઉલ
જ્યારે એન્ડરસને 90.54ના થ્રો સાથે ગોલ્ડ જીત્યો
એન્ડરસન પીટર્સે ફાઇનલમાં 90 મીટરથી વધુ માટે સતત પ્રથમ બે થ્રો કર્યા, આ સાથે, તેણે ફાઇનલમાં 90.54 ના શ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો. નીરજ ઉપરાંત, રોહિત યાદવ પણ ફાઇનલમાં અન્ય ભારતીય હતો, પરંતુ તે પ્રથમ ત્રણ થ્રો બાદ ટોપ-8માં સ્થાન મેળવી શક્યો ન હતો અને મેડલની રેસમાંથી બહાર થઈ ગયો હતો.