Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશ માટે ગોલ્ડ લાવનારા નીરજ ચોપરા, ગુજરાતના સવજી ધોળકિયા સહિતના મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત

રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ઔપચારિક સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે કુલ 128 પદ્મ પુરસ્કારો આપવામાં આવી રહ્યા છે. સોમવારે બીજી વખત રાષ્ટ્રપતિભવનમાં પદ્મ પુરસ્કાર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મ પુરસ્કાર એનાયત કર્યો હતો. જેમાં ગુજરાતના હીરા ઉદ્યોગી સવજી ધોળકીયાને પણ પદ્મ શ્ર
દેશ માટે ગોલ્ડ લાવનારા નીરજ ચોપરા  ગુજરાતના સવજી ધોળકિયા સહિતના મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ઔપચારિક સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે કુલ 128 પદ્મ પુરસ્કારો આપવામાં આવી રહ્યા છે. સોમવારે બીજી વખત રાષ્ટ્રપતિભવનમાં પદ્મ પુરસ્કાર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મ પુરસ્કાર એનાયત કર્યો હતો. જેમાં ગુજરાતના હીરા ઉદ્યોગી સવજી ધોળકીયાને પણ પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો છે.
Advertisement

ભાજપના પૂર્વ નેતા કલ્યાણ સિંહને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમના પુત્ર રાજવીર સિંહે એવોર્ડ મેળવ્યો હતો. ભારત બાયોટેકના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિષ્ના ઈલા અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા ઈલાને પણ પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સિવાય ટોક્યો ઓલમ્પિકમાં ભાલા ફેંકમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરાને પણ પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો હતો. આજના આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, ઉપ રાષ્ટ્રપતિ વૈંકયા નાયડૂ સહિતના લોકો હાજર રહ્યા હતા. 
- શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા
- ટોક્યો પેરાલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને પદ્મશ્રી એનાયત
- પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકના ખેલાડી સુમિત અંતિલને પદ્મશ્રી એનાયત
- ગાયિકા સુલોચના ચૌહાણને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા 
- આયર્લેન્ડના પ્રોફેસર રુટગર કોર્ટનહોર્સ્ટને આઇરિશ શાળાઓમાં સંસ્કૃતનો પરિચય કરાવવાના પ્રયાસો બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા
- બોલિવૂડના ગાયક સોનુ નિગમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
- લદ્દાખના લાકડા પર કોતરણી કરતા કલાકાર સેરિંગ નમગ્યાલને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા
Advertisement
Tags :
Advertisement

.