Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નીરજ ચોપરાએ 88.39 મીટરના થ્રો સાથે ફાઇનલમાં કર્યો પ્રવેશ

ક્રિકેટર્સની સાથે હવે દેશની જનતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાના પણ ફેન બની ગયા છે. જોકે, તેના ફેન થવુ પણ સ્વાભાવિક છે. તાજેતરમાં ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ તેના પ્રથમ પ્રયાસમાં 88.39 મીટરના થ્રો સાથે પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે રોહિત યાદવે પણ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતના ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ પ્રથમ પ્રયાસમાં જ 88.39 મીટરના àª
નીરજ ચોપરાએ 88 39 મીટરના થ્રો સાથે ફાઇનલમાં કર્યો પ્રવેશ
ક્રિકેટર્સની સાથે હવે દેશની જનતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાના પણ ફેન બની ગયા છે. જોકે, તેના ફેન થવુ પણ સ્વાભાવિક છે. તાજેતરમાં ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ તેના પ્રથમ પ્રયાસમાં 88.39 મીટરના થ્રો સાથે પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે રોહિત યાદવે પણ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 
ભારતના ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ પ્રથમ પ્રયાસમાં જ 88.39 મીટરના થ્રો સાથે પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, તે તેની કારકિર્દીનો ત્રીજો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. જ્યારે રોહિત યાદવે પણ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મેડલના દાવેદાર, ચોપરાએ ગ્રુપ A ક્વોલિફિકેશનમાં 88.39 મીટરના થ્રો સાથે શરૂઆત કરી. જ્યારે રોહિતે ગ્રુપ બીમાં 80.42 મીટરનો થ્રો ફેંક્યો હતો. મેડલ મેચ રવિવારે સવારે 7.05 કલાકે થશે.
બંને ક્વોલિફિકેશન ગ્રુપમાંથી 83.50 મીટરની અડચણો પાર કરનાર અથવા તો ટોચના 12 ખેલાડીઓ ફાઇનલમાં પહોંચી ગયા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ અને ભારતના રોહિત યાદવ ગ્રુપ બીમાં છે. ચોપરાનું શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન 89. 94 મીટર છે. તે 2017ની લંડન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમ્યો હતો પરંતુ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શક્યો નહોતો. કોણીના ઓપરેશનને કારણે તે દોહામાં 2019ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમી શક્યો નહોતો.
Advertisement

ઉલ્લેખનીય છે કે, દેશમાં ક્રિકેટની રમતને લોકો સર્વોપરી માને છે. કઢવી પણ આ એક સચ્ચાઇ છે, ક્રિકેટના ખેલાડીઓને લોકો ખૂબ જ પ્રેમ આપે છે પરંતુ હવે એક ખેલાડી છે કે જે ક્રિકેટથી નહીં પણ ભાલા ફેંકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, જેનું નામ નીરજ ચોપરા છે. 
Tags :
Advertisement

.