Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નીરજ ચોપરાએ તોડ્યો પોતાનો જ નેશનલ રેકોર્ડ, ડાયમંડ લીગમાં રચ્યો ઈતિહાસ

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર ભારતના સ્ટાર જેવલિન થ્રો એથ્લેટ નીરજ ચોપરાએ ફરી એકવાર કમાલ કરી બતાવ્યો છે. આ યુવા ભારતીય ખેલાડીએ સ્ટોકહોમમાં ચાલી રહેલી વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીત્યો છે અને આ સમયગાળા દરમિયાન પોતાનો જ જૂનો રેકોર્ડ પણ તોડ્યો છે.મહત્વનું છે કે, સ્ટોકહોમમાં રમાયેલી ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ 89.9
નીરજ ચોપરાએ તોડ્યો પોતાનો જ નેશનલ રેકોર્ડ  ડાયમંડ લીગમાં રચ્યો ઈતિહાસ
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર ભારતના સ્ટાર જેવલિન થ્રો એથ્લેટ નીરજ ચોપરાએ ફરી એકવાર કમાલ કરી બતાવ્યો છે. આ યુવા ભારતીય ખેલાડીએ સ્ટોકહોમમાં ચાલી રહેલી વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીત્યો છે અને આ સમયગાળા દરમિયાન પોતાનો જ જૂનો રેકોર્ડ પણ તોડ્યો છે.
મહત્વનું છે કે, સ્ટોકહોમમાં રમાયેલી ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ 89.94 મીટરનો થ્રો કર્યો હતો, અને આમ તેણે પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો, જે 14 જૂને સેટ થયો હતો. નીરજે તુર્કુમાં પાવે નુર્મી ગેમ્સમાં 89.30 મીટર ભાલા ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો. ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સે 90.31ના જંગી થ્રો સાથે નવો ચેમ્પિયનશિપ રેકોર્ડ બનાવ્યો ત્યાં સુધી નીરજનો થ્રો ડાયમંડ લીગ ટુર્નામેન્ટનો રેકોર્ડ પણ હતો. નીરજ ચોપરા તેના પ્રથમ થ્રોમાં સુધારો કરી શક્યો ન હતો અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
Advertisement

પીટર્સે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે નીરજ ચોપરાએ સિલ્વર મેડલ અને જર્મનીના જુલિયન વેબરે બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે નીરજ ચોપરાનો આગામી પડકાર અને લક્ષ્ય અમેરિકામાં 15 જુલાઈથી 24 જુલાઈ દરમિયાન યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ હશે. સ્ટોકહોમમાં ભાગ લેનાર ચોપરા એકમાત્ર ભારતીય છે. ડાયમંડ લીગમાં આ તેનો સાતમી હાજરી છે. તેણે છેલ્લે ઝુરિચમાં 2018ની ઈવેન્ટમાં હાજરી આપી હતી અને આ પહેલા તેણે ઈવેન્ટમાં મેડલ જીત્યો નથી.
Tags :
Advertisement

.