Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NDAએ પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની કરી જાહેરાત, દ્રૌપદી મુર્મૂનું નામ ફાઈનલ

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષે પોતાના સંયુક્ત ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ટીએમસીના પૂર્વ નેતા અને કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને વિપક્ષે પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે દ્રૌપદી મુર્મુને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં મળેલી સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં પીએમ મોદી ઉપરાંત પાર્ટી અધ્યક્ષ àª
ndaએ પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની કરી જાહેરાત  દ્રૌપદી મુર્મૂનું નામ ફાઈનલ
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષે પોતાના સંયુક્ત ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ટીએમસીના પૂર્વ નેતા અને કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને વિપક્ષે પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે દ્રૌપદી મુર્મુને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં મળેલી સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં પીએમ મોદી ઉપરાંત પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, નીતિન ગડકરી અને અન્ય ઘણા નેતાઓ હાજર હતા.
ભાજપ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ દ્રૌપદી મુર્મુને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત કરતી વખતે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ એ વાત પર ભાર મૂક્યો હતો કે આ વખતે મહિલા રાષ્ટ્રપતિને તક મળવી જોઈએ. 
જાણકારી માટે તમને જણાવી દઈએ કે દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈના રોજ થવાની છે. મતગણતરી 21 જુલાઈના રોજ થશે. ચૂંટણી પંચે આ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન બહાર પડતાની સાથે જ એનરોલમેન્ટની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 29 જૂન છે.
Advertisement
Tags :
Advertisement

.