Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મૂએ ફોર્મ ભર્યું

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. મુર્મૂએ  સંસદ ભવનમાં રાજ્યસભાના મહાસચિવના કાર્યાલયમાં ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્ય પ્રધાનો હાજર રહ્યા હતા.21 જૂન, મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીàª
ndaના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મૂએ ફોર્મ ભર્યું
NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. મુર્મૂએ  સંસદ ભવનમાં રાજ્યસભાના મહાસચિવના કાર્યાલયમાં ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્ય પ્રધાનો હાજર રહ્યા હતા.
21 જૂન, મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપ મુખ્યાલયમાં આયોજિત પક્ષના સંસદીય દળની બેઠક બાદ મુર્મૂના નામની જાહેરાત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે બેઠકમાં 20 નામો પર ચર્ચા કર્યા પછી, બધાએ સર્વસંમતિથી પૂર્વ ભારતની આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂને  NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો છે.
આ પહેલા વિપક્ષી પાર્ટીએ યશવંત સિંહાને પોતાના સંયુક્ત ઉમેદવાર જાહેર કર્યા છે.  યશવંત સિન્હા 27 જૂને પોતાનું નામાંકન દાખલ કરશે. નોમિનેશનની છેલ્લી તારીખ 29 જૂન છે. રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ યોજાશે અને 21 જુલાઈએ પરિણામ જાહેર થશે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત લગભગ નિશ્ચિત છે. જીતના આંકડાથી થોડાક જ ડગલાં દૂર ઊભેલી એનડીએ હવે નવીન પટનાયક અને જગન મોહન રેડ્ડીના સમર્થનથી બહુમતીના આંકડાથી ઘણી આગળ વધી રહી હોય તેવું લાગે છે. બીજી તરફ વિપક્ષ મેજિક ફિગરથી ઘણો પાછળ હોય તેવું લાગી રહ્યું છે. જેનો સીધો અર્થ એ છે કે દ્રૌપદી મુર્મૂ ભારતના આગામી રાષ્ટ્રપતિ બની શકે છે.
ઓડિશાના સીએમ નવીન પટનાયક અને આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ પણ એનડીએના ઉમેદવાર મુર્મૂને સમર્થન આપ્યું છે. 
Tags :
Advertisement

.