Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NDA ઉમેદવાર જગદીપ ધનખડ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યાં, 528 મત સાથે શાનદાર જીત

એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી લીધી છે. ચૂંટણીમાં ધનખડને 528 વોટ મળ્યા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી માર્ગારેટ આલ્વાને 182 વોટ મળ્યા. સાથે જ આ ચૂંચણીમાં15 સાંસદોના વોટ નામંજૂર કરવામાં આવ્યા છે. ધનખડ હવે 11 ઓગસ્ટે પદના શપથ લેશે. બંને ગૃહોમાં એનડીએની મજબૂત સ્થિતિને જોતાં ધનખડની જીત પહેલાથી જ નિશ્ચિત નોંધનીય છે કે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો કાર્યà
nda ઉમેદવાર જગદીપ ધનખડ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યાં  528 મત સાથે શાનદાર જીત
એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી લીધી છે. ચૂંટણીમાં ધનખડને 528 વોટ મળ્યા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી માર્ગારેટ આલ્વાને 182 વોટ મળ્યા. સાથે જ આ ચૂંચણીમાં15 સાંસદોના વોટ નામંજૂર કરવામાં આવ્યા છે. ધનખડ હવે 11 ઓગસ્ટે પદના શપથ લેશે. 

બંને ગૃહોમાં એનડીએની મજબૂત સ્થિતિને જોતાં ધનખડની જીત પહેલાથી જ નિશ્ચિત 
નોંધનીય છે કે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. શનિવારે સવારે 10 વાગ્યે શરૂ થયેલ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન સાંજે 5 વાગ્યે સમાપ્ત થયું હતું. આ પછી સાંજે 6 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. સાથે જ એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી, તેથી જ ભાજપના કાર્યકરો  પહેલેથી જીતનો જશ્ન મનાવવાની તૈયારીઓ કરી દીધી હતી. મતગણતરીમાં બાદ ભાજપ કાર્યાલયમાં પણ ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. જગદીપ ધનખડે વિપક્ષી ઉમેદવાર અલ્વાને હરાવીને નવા ઉપરાષ્ટ્રપતિ બનશે. દેશના આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ પરિણામોમાં NDAના ઉમેદવાર જગદીપ ધનખડની જીત થઈ છે. આ પદ માટે એનડીએના ઉમેદવાર જગદીપ ધનખર અને વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વા વચ્ચે  જંગ હતી. બંને ગૃહોમાં એનડીએની મજબૂત સ્થિતિને જોતાં ધનખડની જીત પહેલાથી જ નિશ્ચિત હતી.
જગદીપ ધનખરને શાનદાર જીત મળી 
દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ પરિણામોમાં NDAના ઉમેદવાર જગદીપ ધનખરની જીત થઈ છે. ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું કે નવા ઉપપ્રમુખ જગદીપ ધનખરને 528 મત મળ્યા છે. બીજી તરફ વિપક્ષ તરફથી આ પદ માટે ઉમેદવાર માર્ગારેટ આલ્વાને 182 વોટ મળ્યા હતા. જ્યારે 15 મત રદ થયા છે.
 
આ ચૂંટણીમાં 93 ટકા મતદાન થયુ
શનિવારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લગભગ 93 ટકા મતદાન નોંધાયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે 50થી વધુ સાંસદોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો નથી. અધિકારીઓએ જણાવ્યું કે કુલ 780 સાંસદોમાંથી 725 સાંસદોએ સાંજે 5 વાગ્યા સુધી મતદાન કર્યું. તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણીથી દૂર રહેવાના નિર્ણયની જાહેરાત કરી દીધી છે. જો કે, તેના બે સાંસદો, શિશિર કુમાર અધિકારી અને દિબયેન્દુ અધિકારીએ પોતાનો મત આપ્યો.બપોરે 2 વાગ્યા સુધી 85 ટકાથી વધુ સાંસદોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં બપોરે 2 વાગ્યા સુધી 85 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. અધિકારીઓએ માહિતી આપી હતી કે બંને ગૃહોના 780 સાંસદોમાંથી અત્યાર સુધીમાં લગભગ 670 લોકોએ પોતાનો મત આપ્યો છે. નોંધપાત્ર રીતે, રાજ્યસભાની અન્ય આઠ બેઠકો ખાલી છે. PM મોદી અને પૂર્વ PM મનમોહન સિંહે સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસભામાં 23 સહિત 39 સાંસદો ધરાવતી તૃણમૂલ કોંગ્રેસે આ ચૂંટણીથી દૂર રહેવાનો નિર્ણય પહેલેથી જ જાહેર કરી દીધો હતો.

દિવ્યેન્દુ અધિકારી અને તેમના પિતાએ મતદાન કર્યું હતું
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન બાદ સની દેઓલે મતદાન કર્યું ન હોવાની વાત સામે આવી છે. તે જ સમયે, ટીએમસીએ આ ચૂંટણીમાંથી નાપસંદ કર્યા હોવા છતાં, દિવ્યેન્દુ અધિકારી અને તેમના પિતા શિશિર અધિકારીએ પાર્ટીના નિર્ણય વિરુદ્ધ મતદાનમાં ભાગ લીધો હતો.NDA ઉમેદવાર જગદીપ ધનખડ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા
પીએમ મોદી અને નડ્ડા ધનખરને મળશે
ઉપરાષ્ટ્રપતિ પદ ચૂંટણીના પરિણામ પણ આજે જાહેર બાદ પછી, પીએમ મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડને મળવા તેમના ઘરે જઈ શકે છે. દેશના આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ પદ માટે એનડીએના ઉમેદવાર જગદીપ ધનખર અને વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વા વચ્ચે મુકાબલો હતો.
આ પણ વાંચો - 
Advertisement
Tags :
Advertisement

.