ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એનસીપી નેતા શરદ પવારની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત, અનેક અટકળોએ જોર પકડ્યું

થોડા છેલ્લા સમયથી મહારાષ્ટ્રના રાજકારણમાં માહોલ ગરમાયો છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બરાબર નથી. ત્યારે હવે મહારાષ્ટ્રના રાજકારણમાં કંઇક નવાજૂનીના એંધાણ દેખાઇ રહ્યા છે. આ ચર્ચા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એનસીપી સુપ્રીમો શરદ પવારની મુલાકાત બાદથી શરુ થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચે બુધવારે સંસદ ભવનમાં થયેલ
11:19 AM Apr 06, 2022 IST | Vipul Pandya
થોડા છેલ્લા સમયથી મહારાષ્ટ્રના રાજકારણમાં માહોલ ગરમાયો છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બરાબર નથી. ત્યારે હવે મહારાષ્ટ્રના રાજકારણમાં કંઇક નવાજૂનીના એંધાણ દેખાઇ રહ્યા છે. આ ચર્ચા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એનસીપી સુપ્રીમો શરદ પવારની મુલાકાત બાદથી શરુ થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચે બુધવારે સંસદ ભવનમાં થયેલી મુલાકાત બાદ અટકળોનું બજાર ગરમ થયું છે.
સંસદ ભવનમાં આવેલા વડાપ્રધાન કાર્યાલય ખાતે બંને વચ્ચે લગભગ 20થી 25 મિનિટ સુધી મુલાકાત ચાલી હતી. આ બેઠકમાં થયેલી વાતચીતની માહિતી મળી શકી નથી પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણીના થોડા મહિના પહેલા જ દેશના સૌથી વરિષ્ઠ વિપક્ષી નેતા સાથે વડાપ્રધાનની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ સિવાય અન્ય ખાસ વાત એ છે કે બંને વચ્ચે મિલાકાત એવા સમયે થઈ છે જ્યારે EDએ મોટી કાર્યવાહી કરતા શિવસેના નેતા સંજય રાઉતના પરિવારની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે. 
મંગળવારે સાંજે જ શરદ પવારના નિવાસસ્થાને મહારાષ્ટ્રના ધારાસભ્યો અને અન્ય નેતાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેના-કોંગ્રેસ-એનસીપી ગઠબંધનના ધારાસભ્યો ઉપરાંત કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી પણ હાજર હતા. શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ આ બેઠકમાં હાજરી આપી હતી. NCPના જણાવ્યા અનુસાર આ બેઠક મહારાષ્ટ્ર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા બોલાવવામાં આવી હતી.
સંજય રાઉત પર ઇડીની કાર્યલવાહી બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. સંજય રાઉત દ્વારા કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરવામાં આવી રહ્યા છે. સંજય રાઉતે  કહ્યું કે સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મંગળવારે EDએ સંજય રાઉત અને તેમના પરિવારના સભ્યોના અલીબાગના આઠ પ્લોટ અને મુંબઈમાં દાદરમાં એક ફ્લેટ જપ્ત કર્યો હતો.
Tags :
GujaratFirstMaharashtraPoliticsPMModiSharadPawarSharadPawarmeetPM
Next Article