Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NCPના વડા શરદ પવારની તબિયત લથડી, મુંબઈ બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ

મહારાષ્ટ્રમાં NCP પ્રમુખ શરદ પવારની(Sharad Pawar)અચાનક તબિયત બગડતાં તેમને મુંબઈ બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં(Mumbai bride candy hospital)દાખલ કરવામાં આવ્યા છે. અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે NCPના વડા શરદ પવાર 4 અને 5 તારીખે શિરડીમાં યોજાનાર પાર્ટીના સંમેલનમાં હાજર રહેશે.NCPએ શરદ પવાર વિશà«
ncpના વડા શરદ પવારની તબિયત લથડી  મુંબઈ બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ
મહારાષ્ટ્રમાં NCP પ્રમુખ શરદ પવારની(Sharad Pawar)અચાનક તબિયત બગડતાં તેમને મુંબઈ બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં(Mumbai bride candy hospital)દાખલ કરવામાં આવ્યા છે. અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે NCPના વડા શરદ પવાર 4 અને 5 તારીખે શિરડીમાં યોજાનાર પાર્ટીના સંમેલનમાં હાજર રહેશે.
NCPએ શરદ પવાર વિશે આ માહિતી આપી હતી

NCPએ  માહિત આપતા જણાવ્યું કે શરદ પવારને 2 નવેમ્બરના રોજ રજા આપવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત, પાર્ટીના રાજ્ય મહાસચિવ શિવાજીરાવ દ્વારા એક સત્તાવાર પત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરોએ હોસ્પિટલની બહાર એકઠા ન થવું જોઈએ. એનસીપીએ એમ પણ કહ્યું કે શરદ પવાર 4-5 નવેમ્બરે શિરડીમાં યોજાનારી પાર્ટીની શિબિરમાં પણ ભાગ લેશે.
Advertisement

પાર્ટીએ કહ્યું  NCP ચીફ પણ 'ભારત જોડી યાત્રા'માં ભાગ લેશે

NCP ચીફ શરદ પવાર પણ 8 નવેમ્બરે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની 'ભારત જોડી યાત્રા'માં હાજરી આપશે. જે નાંદેડ થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું કે પવારે દેશવ્યાપી કૂચનો ભાગ બનવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. પટોલેએ કહ્યું કે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરેને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તેમની હાજરીની પુષ્ટિ થવાની બાકી છે. કોંગ્રેસ નેતા વેણુગોપાલે ભાજપ પર કટાક્ષ કરતા દાવો કર્યો હતો કે તેમનો એકમાત્ર એજન્ડા લોકોની સામે રાહુલ ગાંધીની છબીને નુકસાન પહોંચાડવાનો છે. પરંતુ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને દરેક રાજ્યમાં લોકોનું સમર્થન મળી રહ્યું છે.
Tags :
Advertisement

.