Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છેલ્લા નોરતે મનમુકીને ગરબે ઝુમ્યા ખેલૈયાઓ, પાર્ટી પ્લોટ્સમાં હૈયેહૈયું દળાયું

બે વર્ષના પ્રતિબંધો બાદ આ વર્ષે રાજ્યમાં કોઈપણ પ્રતિબંધો વિના નવરાત્રિની (Navratri 2022) ઉજવણી થઈ છે. આજે નવમા નોરતે ખેલૈયાઓએ મન મુકીને મા આદ્યાશક્તિની આરાધના કરી હતી. નવમાં નોરતે ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળ્યો હતો. આજે નવરાત્રિનો છેલ્લો દિવસ હોવાથી પાર્ટી પ્લોટ્સમાં હૈયેહૈયું દળાય એટલી મેદની ઉમટી હતી અને ભવ્ય વેશભૂજા સાથે ખેલૈયાઓએ રમઝટ બોલાવી.રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવàª
છેલ્લા નોરતે મનમુકીને ગરબે ઝુમ્યા ખેલૈયાઓ  પાર્ટી પ્લોટ્સમાં હૈયેહૈયું દળાયું
બે વર્ષના પ્રતિબંધો બાદ આ વર્ષે રાજ્યમાં કોઈપણ પ્રતિબંધો વિના નવરાત્રિની (Navratri 2022) ઉજવણી થઈ છે. આજે નવમા નોરતે ખેલૈયાઓએ મન મુકીને મા આદ્યાશક્તિની આરાધના કરી હતી. નવમાં નોરતે ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળ્યો હતો. આજે નવરાત્રિનો છેલ્લો દિવસ હોવાથી પાર્ટી પ્લોટ્સમાં હૈયેહૈયું દળાય એટલી મેદની ઉમટી હતી અને ભવ્ય વેશભૂજા સાથે ખેલૈયાઓએ રમઝટ બોલાવી.
રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, ભુજ, અંકલેશ્વર, ગાંધીનગર, મહેસાણા, પાટણ સહિતના શહેરોમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે ખેલૈયાઓ ઝુમ્યા હતા. ગુજરાતી ગરબાના તાલે છેલ્લા નોરતે ખેલૈયાઓએ ધુમ મચાવી હતી.
બીજી તરફ રાજ્યમાં નાની મોટી ઘટનાઓ બાદ કરતા નવરાત્રિ દરમિયાન કોઈ અઘટિત ઘટના નહી બનતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં નવરાત્રિ સંપન્ન થઈ છે. આ વખતની નવરાત્રિમાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.