શેરી ગરબાથી માંડી મોટા પાર્ટી પ્લોટ્સ સુધી સાતમા નોરતે રાજ્યમાં જામી નવરાત્રિની ધુમ, જુઓ
આજે નવરાત્રિના (Navratri 2022) સાતમાં નોરતે ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં શેરી ગરબાથી લઈને મોટા-મોટા પાર્ટી પ્લોટ્સ સુધી તમામ સ્થળોએ નવરાત્રિનો માહોલ જામ્યો છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર સહિત અનેક સ્થળોએ ખેલૈયાઓ ડબલ ઉત્સાહ સાથે ગરબાની રમઝટ બોલાવી રહ્યાં છે.માં જગદંબાની આરાધનાનો પર્વ આસો નવરાત્રિ ચાલી રહ્યો છે અને તેમાંય બે વરà
આજે નવરાત્રિના (Navratri 2022) સાતમાં નોરતે ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં શેરી ગરબાથી લઈને મોટા-મોટા પાર્ટી પ્લોટ્સ સુધી તમામ સ્થળોએ નવરાત્રિનો માહોલ જામ્યો છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર સહિત અનેક સ્થળોએ ખેલૈયાઓ ડબલ ઉત્સાહ સાથે ગરબાની રમઝટ બોલાવી રહ્યાં છે.
માં જગદંબાની આરાધનાનો પર્વ આસો નવરાત્રિ ચાલી રહ્યો છે અને તેમાંય બે વર્ષ બાદ ઠેર ઠેર સોસાયટીઓમાં ગરબાના આયોજન થઈ રહ્યા છે ત્યારે આજે આઠમાં નોરતે ખેલાડીઓમાં ઉત્સાહ જણાઈ રહ્યો છે. ખેલૈયાઓ જણાવે છે કે નવરાત્રિના નવ દિવસ કેમ પુરા થઈ જાય છે તેનો ખ્યાલ જ નથી રહેતો. નવરાત્રિના દિવસોમાં વધારવા જોઈએ.
અડધી રાતે દિવસ ઉગે છે
રાત્રે 12 વાગ્યે ખેલૈયાઓએ ગરબા લીધા બાદ નાસ્તો કરવા માટે નિકળી પડે છે. અમદાવાદના સિંધુભવન રોડ, ઈસ્કોન, કર્ણવતી ક્લબ સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ગાંઠિયા, સેન્ડવીચ, ચા-કોફી, કોલ્ડ્રિંક્સની જ્યાફત માણતા હોય છે ત્યારે જાણે અડધી રાતે દિવસ ઉગ્યો હોય તેવું લાગે છે.
ગુજરાત ફર્સ્ટ પર માણો ઘરે બેઠા ગરબાની રમઝટ... જુઓ Live
Advertisement